________________
न्यायावतार - श्लो. १ किमभिधीयते ? ज्ञानान्तरेणानधिगतमर्थं यदधिगच्छति तत्प्रमाणमिति चेत्, तर्हि तज्ज्ञानान्तरं 'परकीयं स्वकीयं वा । तद्यदि 'परकीयम्, तदयुक्तम्, सर्वज्ञज्ञानस्य सकलार्थगोचरतया सर्वप्राकृतलोकज्ञानानामधिगतार्थाधिगन्तृत्वेनाप्रामाण्यप्रसङ्गात्, तदर्थग्राहिजनान्त-दर्शनसंभवाच्च। __३५. अथ स्वकीयं, तत्रापि सोऽधिगम्योऽर्थः किं द्रव्यमुत पर्यायो वा ? 'द्रव्यविशिष्टपर्यायः,
पर्यायविशिष्टं वा द्रव्यमिति ? तथा किं सामान्यमुत 'विशेषः ? आहोस्वित् "सामान्यविशिष्टो विशेषः "विशेषविशिष्टं वा सामान्यम् ? इत्यष्टौ पक्षाः । तत्र *यद्याद्यमुररीकुरुषे, तदयुक्तम्, द्रव्यस्य नित्यत्वैकत्वाभ्यामनधिगतत्वांशाभावात् । ५“अथ द्वितीयम्, तदप्यचारु, पर्यायस्य
–૦ ન્યાયામિ – અધિગત અર્થનો જ ગ્રાહક હોવાથી સાધારણ લોકોનું બધું જ જ્ઞાન અપ્રમાણ બનશે.
તથા આપણે જે અર્થનું જ્ઞાન કરીએ છીએ, તે અર્થનું તો અન્ય વ્યક્તિઓને પણ જ્ઞાન શક્ય જ છે. માટે આ રીતે પણ આપણું જ્ઞાન - અધિગત અર્થનું જ ગ્રાહક બનવાથી અપ્રમાણ બને છે. માટે જ્ઞાનાંતર તરીકે પરકીય જ્ઞાન” તો લઈ શકાય નહીં.
(૩૫) (૨) જ્ઞાનાંતર તરીકે “સ્વકીય જ્ઞાન માનશો, તો અર્થ એ થશે કે “જે જ્ઞાન, સ્વકીય જ્ઞાનથી અનધિગત અર્થનો ગ્રાહક બને તે “પ્રમાણ” કહેવાય છે' - આ પક્ષ પણ યુક્ત નથી, કારણ કે જે અર્થનું ગ્રહણ કરવાનું છે, તે અર્થ કયા સ્વરૂપે છે ?
Kદ્રવ્યસ્વરૂપ છે ? પર્યાયસ્વરૂપ છે ? દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ છે ? પર્યાયવિશિષ્ટદ્રવ્યસ્વરૂપ છે? સામાન્ય સ્વરૂપ છે ? Fવિશેષસ્વરૂપ છે? સામાન્ય વિશિષ્ટ વિશેષસ્વરૂપ છે? વિશેષવિશિષ્ટ સામાન્યસ્વરૂપ છે ?
આ આઠ પક્ષમાંથી અર્થ તરીકે તમને કયો પક્ષ અભિપ્રેત છે ?
(2.A) અર્થને દ્રવ્યસ્વરૂપ તો માની શકાય નહીં, કારણ કે દ્રવ્ય તો નિત્ય અને એક (નિરંશ) હોવાથી, એવો એક પણ અંશ બાકી નથી જે અનધિગત હોય, તેથી પ્રથમ પક્ષ પ્રમાણે તો – અધિગત અર્થના જ ગ્રાહી હોવાથી - બધા જ્ઞાનો અપ્રમાણ બની જશે. . (2.B) અર્થને પર્યાયસ્વરૂપ પણ ન માની શકાય, કારણ કે પર્યાય તો માત્ર એક જ ક્ષણવર્તી હોવાથી, જ્યારે પ્રાચીન સંવેદન થયું, ત્યારે તે ક્ષણે જ તે પર્યાય નાશ પામે છે અર્થાત્ બીજું સંવેદન થાય તે પહેલા તો એ પર્યાયરૂપ અર્થનો જ ધ્વંસ થાય છે અને આ રીતે તો બધા અર્થો અનધિગત જ રહે છે. તેથી ‘ગર્થ પ્રમાણ એટલું જ લક્ષણ યથાર્થ રહેશે, તેમાં અનધિગત' પદ તો વ્યર્થ જ બનશે, કારણ કે એ પદનો વ્યવચ્છેદ્ય - અધિગત એવો કોઈ – અર્થ જ નથી.
(2.C) અર્થને દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ માનવું પણ અયોગ્ય છે, કારણ કે આ પક્ષ વિકલ્પોથી ઘટતો નથી. તે આ રીતે - દ્રવ્યવિશિષ્ટપર્યાયસ્વરૂપ અર્થ કયા જ્ઞાનથી અનધિગત હોવો જોઈએ ?
– ૩૫ર્થસંપ્રેક્ષા – (५८) अथ द्वितीयमिति । उररीकुरुषे इति पाश्चात्यविकल्पसंबद्ध क्रियापदमिहापि संबध्यते, एवमुत्तरविकल्पेष्वपि ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org