________________
၉၀
O
ન્યાયાવતાર છે. सादृश्यमवस्यदुपमानं स्वपरप्रकाशितया निर्बाधकत्वाच्च प्रमाणम् ।
४९. पूर्वापरपिण्डातिरिक्तमपरं सादृश्यं नोपलभ्यते इति चेत्, कोऽयमुपालम्भो यदि प्रत्यक्षं तत् । यदि प्रत्यक्षे सादृश्यमुपमानगोचरत्वान्न प्रतिभाति, कोऽस्यापराधः । न हि
ज्ञानान्तरे "तदगोचरो न प्रतिभातीति निर्गोचरं "तदिति वक्तुं शक्यम्, इतरथोपमानेऽपि प्रत्यक्षनिर्णाह्या व्यक्तिर्न भातीति निर्गोचरमध्यक्षमनुषज्येत । तद यथा स्वविषयेऽध्यक्षं प्रमाणं तथोपमानमपि । न हि द्वयोः प्रथमानयोरेकं प्रति विशेषाभावे पक्षपातः कर्तुं युक्तः । ५०. “एतेन प्रत्यभिज्ञाज्ञानस्मृत्यूहादीनामविसंवादकानां परोक्षविशेषाणां प्रामाण्यं
–૦ન્યાયરશ્મિ – (૪૯) પ્રશ્ન- ગો અને ગવયપિંડ સિવાય સાદૃશ્ય નામની કોઈ વસ્તુનું જ્ઞાન જ થતું નથી, તો તેને વિષય બનાવતું ઉપમાન પ્રમાણ શી રીતે માની શકાય ?
ઉત્તર- જો સાદશ્ય પ્રત્યક્ષ જ હોય તો તો કોઈ પ્રશ્ન જ નથી. જો સાદૃશ્ય ઉપમાનનો વિષય હોવાથી પ્રત્યક્ષમાં જણાતું નથી એમ કહો, તો તેમાં વાંધો શું છે ? પ્રત્યક્ષમાં ઉપમાનનો વિષયભૂત સાદશ્ય ન જણાય તેથી કંઈ ઉપમાન નિર્વિષયક ન બની જાય, નહીંતર ઉપમાનમાં પ્રત્યક્ષગ્રાહ્ય ગો - ગવય ન જણાતાં હોવાથી પ્રત્યક્ષ પણ નિર્વિષયક બની જશે.
માટે જેમ પ્રત્યક્ષ, સ્વવિષયને અવલંબીને પ્રમાણભૂત છે. તેમ આ ઉપમાન પણ સ્વવિષયને અવલંબીને પ્રમાણભૂત છે. આ રીતે જ્યારે બંને થઈ રહ્યા હોય અને એમાં કોઇ ફેર ન હોય, ત્યારે પ્રત્યક્ષને પ્રમાણ માનવું અને ઉપમાનને અપ્રમાણ માનવું, એવો પક્ષપાત કરવો ઉચિત નથી. તેથી પ્રત્યક્ષની જેમ, તુલ્યકલયા ઉપમાનની પણ પ્રમાણરૂપે સિદ્ધિ થાય છે.
૦ પ્રત્યભિજ્ઞા-સ્મૃતિ-ઉહ વગેરેના પ્રામાણ્યની સિદ્ધિ ૦. (૫૦) જેમ ઉપમાનની પ્રમાણ્યરૂપે સિદ્ધિ કરી, તે ન્યાયે પ્રત્યભિજ્ઞાન સ્મૃતિ, ઉહ વગેરે અવિસંવાદી એવા પરોક્ષ જ્ઞાનોનું પ્રામાણ્ય પણ જાણી લેવું, કારણ કે “મા સ્વપરામાણિ જ્ઞાન વાવિવર્ણિતમ્' એ પ્રમાણનું લક્ષણ, આ બધા જ્ઞાનોમાં યથાવસ્થિતપણે ઘટે છે. હવે આ બધાનું સ્વરૂપ શું? તે અનુક્રમે જોઈએ -
પહેલા કરેલું અર્થવિષયક દર્શન, તે આત્મામાં તે અર્થવિષયક સંસ્કારનું આધાન કરે છે, ત્યારબાદ ફરી જ્યારે પહેલા જેવું દર્શન થાય ત્યારે આત્મામાં પડેલા સંસ્કારો જાગૃત થાય છે અને જાગૃત થયેલો સંસ્કાર - જે વ્યક્તિએ પહેલા તે અર્થવિષયક દર્શન કર્યું હતું તે વ્યક્તિને - “(જે મેં પહેલા જોયું હતું, તે જ આ છે અથવા તેના જેવો જ આ છે” એવા ઉલ્લેખપૂર્વકનું જ્ઞાન કરાવે છે,
–૦૩૫ર્થસંક્ષ[— (૮૨) કવચ નિન્વિત | (૮૩) જ્ઞાનાન્તર રૂતિ પ્રત્યક્ષે | (૮૪) તોર: ૩પમાનવિષયઃ | (૮૬) સંવિતિ | ઉપમાનમ્ ! (૮૬) વ્યઃિ સ્વતૈક્ષણમ્ I (૮૭) તત્ ત૨મા ! (૮૮) તેનેતિ | उपमानप्रामाण्यव्यवस्थापनेन |
ની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org