________________
न्यायावतार - श्लो. १ तत्राप्यविचलितविषयतां कथमवैषि ? ज्ञानान्तरेण तद्विषयनिराकरणाभावादिति चेत्, एतदेवास्माभिरुदितं किं भवतः परुषमाभाति ? न हि स्वपरप्रकाशि ज्ञानं बाधारहितं विमुच्यान्यस्य विषयानिराकरणं ज्ञानान्तरेण प्रेक्षामहे | तत्तदेव न्यायात्प्रमाणं भवद्भिरभ्युपगतमिति ।।
___३७. "अर्थोपलब्धिहेतुः प्रमाणमित्येतदपि न परीक्षां क्षमते, शरीरादेरपि तत्कारणतया प्रामाण्यप्रसङ्गात् । अव्यवहितमर्थोपलम्भकारणं प्रमाणं न देहादिकमिति चेत्, एवं तर्हि
–૦નાયરશ્મિ - (૩) “અબાધિત અર્થને વિષય કરે, તે જ્ઞાન અવિસંવાદક હોવાથી પ્રમાણ છે' એવું પણ પ્રમાણનું લક્ષણ ન માની શકાય, કારણ કે “આ જ્ઞાનનો વિષય બાધિત નથી” એવું તમે કઈ રીતે જાણી શકો છો ?
બોદ્ધઃ- બીજા જ્ઞાન દ્વારા પ્રસ્તુત જ્ઞાનના વિષયનો બાધ થતો નથી, એ જ તેના વિષયનું અબાધિતત્વ છે.
જૈનઃ- આવું કહેવા દ્વારા તો, તમે અમારા લક્ષણનો જ સ્વીકાર કર્યો, કારણ કે સ્વ-પરાભાસી બાધારહિત એવા જ્ઞાન (જૈનદર્શન વ્યવસ્થાપિત પ્રમાણ) સિવાય બીજું કંઈ એવું નથી કે જે જ્ઞાનનો વિષય જ્ઞાનાંતરથી બાધિત ન થતો હોય. માટે જો અબાધિત અર્થને પ્રમાણ માનતા હો તો તમે ખરેખર તો સ્વપરાભાસી – બાધરહિત જ્ઞાનને જ પ્રમાણ માન્યું, જે અમે પણ માનીએ છીએ.
૦ તૈયાયિકાદિદર્શનીય અર્થોપશ્ચિકેતુ પ્રમાણમ્' ની પરીક્ષા ૦ (૩૭) ‘અર્થોપત્નશ્ચિકેતુ પ્રમાણમ્' એટલે જેના દ્વારા અર્થની ઉપલબ્ધિ થાય, તે પ્રમાણ. ૯ આવું પ્રમાણનું લક્ષણ તો બિલકુલ યોગ્ય નથી, કારણ કે આમ માનવાથી શરીર વગેરે પણ અર્થની ઉપલબ્ધિના કારણ હોવાથી, શરીર વગેરેને પણ પ્રમાણ માનવા પડશે.
નૈયાયિકઃ- જે અવ્યવહિત રૂપે ( = સાક્ષાત્ સ્વરૂપે) અર્થની ઉપલબ્ધિ કરાવે, તે સંનિકર્ષ આદિ જ પ્રમાણ બનશે, શરીર વગેરે નહીં. કારણ કે અર્થની ઉપલબ્ધિમાં શરીરાદિ પરંપરયા જ કારણ છે, સાક્ષાતું નહીં.
જેનઃ- આ કથન પ્રમાણે તો – સ્વ-પરપ્રકાશક અને બાધરહિત એવું - જ્ઞાન જ પ્રમાણરૂપે સાબિત થાય છે, કારણ કે અર્થની ઉપલબ્ધિમાં સાક્ષાત્ રૂપે તો આવું જ્ઞાન જ કારણ બને છે, સંનિકર્ષ વગેરે નહીં.
નૈયાયિકા- સંનિકર્ષાદિ સાક્ષાત્ કારણ કેમ ન બને ?
જૈન - કારણ કે સંનિકર્ષ વગેરે હોવા છતાં, જ્યાં સુધી સ્વ-પરપ્રકાશક બાધરહિત જ્ઞાન ન થાય, ત્યાં સુધી પદાર્થનો બોધ થઈ શકે નહીં. એમ અર્થની ઉપલબ્ધિમાં, શરીરની જેમ સંનિકર્ષાદિ પણ
–શાસ્ત્રસંનો (16) “૩૫ત્નશ્ચિતુર પ્રમUા |* ન્યાયમા. ૨/૧/૧૧, ચાયવા. પૃ.૬I "૩૫સ્થિસાઇનાનિ પ્રમાણITI"
- ચયમાં. ૧/૧/રૂ/ "તવ જ્ઞાનમજ્ઞાને વી ૩૫ત્નશ્ચિતુઃ પ્રમાામ " - ચાયવા. ત.ટી.કૃ.રર/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org