________________
न्यायावतार - आदिवाक्यम्
૧૭ ) प्रतिपन्ना स्यात् । एवं च विकल्पयुगलकेऽप्यर्थक्रियासमर्थार्थपर्यवसितसत्ताकता विकल्पस्याढौकते। यदा च विकल्पः स्वलक्षणसौधमध्यमध्यास्त इति अभिदध्याः, तथा सति ध्वनेरपि तदन्तःप्रवेशो दुर्निवारः स्यात्, तत्सहचरत्वात् ।
११. यदाह भवदाचार्य-स एव शब्दानां विषयो यो विकल्पानामिति । न च विकल्पं व्यतिरिच्य सादृश्यव्यवस्थापकमन्यदस्ति, प्रत्यक्षस्य सकलजगद्विलक्षणस्वलक्षणग्रहणप्रवणत्वात । तद् यदि तत्सदृशतयोत्पत्तिस्तदाकारता, तदा प्रतिपादितन्यायाद् विकल्पस्य संनिहितार्थगोचरतोररीकर्तव्या, तथा च ध्वनिरपि तद्विषयः सिध्यतीति सिद्ध नः समीहितम्, अन्यथा तदाकारता न समस्ति, गत्यन्तराभावात् । तन्न तदुत्पत्तितदाकारते ग्राह्यग्राहकभावहेतू संस्तः |
–૦નાયરશ્મિ – વિકલ્પની સત્તાનું પર્યવસાન થાય છે, અર્થાત્ સ્વકાર્ય કરવામાં સમર્થ એવા અર્થનું જ વિકલ્પ ગ્રહણ કરે છે. આમ વિષયતા સંબંધથી વિકલ્પ સ્વલક્ષણનિષ્ઠ હોવાથી અર્થ વિના વિકલ્પનો ઉદ્ભવ જ અશક્ય છે.
તેથી વિકલ્પ વસ્તુનિષ્ઠ હોવાથી વિકલ્પનો વસ્તુમાં અંતઃપ્રવેશ, વસ્તુનું તેના દ્વારા ગ્રહણ વિગેરે થઈ શકે છે, માટે “વિકલ્પનો વિષય અન્યાપોહ છે, તેનું વસ્તુમાં અવસ્થાન થઈ શકે નહીંવિગેરે તમારો બધો પ્રલાપ નિરાકૃત થાય છે.
વિકલ્પ સ્વલક્ષણનિષ્ઠ હોવાથી ધ્વનિ (શબ્દ) પણ સ્વલક્ષણનિષ્ઠ સિદ્ધ થશે, કારણ કે વિકલ્પ અને શબ્દ બંને સહભાવી છે. તમારા આચાર્યનું જ કહેવું છે કે -
(૧૧) “વિકલ્પોનો જે વિષય છે, શબ્દોનો પણ તે જ વિષય છે”
વિકલ્પને છોડીને બીજું કોઈ જ્ઞાન સાદૃશ્યનો વ્યવસ્થાપક બની શકે નહીં, કારણ કે પ્રત્યક્ષ તો સકળ જગતથી વિલક્ષણ માત્ર સ્વલક્ષણનું જ ગ્રહણ કરે છે. માટે અર્થના સદશરૂપે જ્ઞાનની ઉત્પત્તિને જ જો તદાકારતા કહો તો કથિતન્યાયના અનુસાર સંનિહિત અર્થની વિષયતા જ વિકલ્પની સિદ્ધ થાય છે, અર્થાત્ વિકલ્પ પણ સ્વલક્ષણને વિષય કરે છે, એમ જ સિદ્ધ થાય છે.
તથા વિકલ્પ અને શબ્દની સહભાવિતા હોવાથી શબ્દ પણ સંનિહિત અર્થને વિષય કરે છે – એમ સ્યાદ્વાદીનું ઈષ્ટ જ સિદ્ધ થાય છે.
ઉપરોક્ત બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ જ ન હોવાથી અન્ય રીતે તો તદાકારતા પણ ઘટી શકશે નહીં. તેથી તદુત્પત્તિ કે તદાકારતા ગ્રાહ્ય-ગ્રાહકભાવમાં કારણ નથી, માટે તે બેના આધારે પ્રત્યક્ષ અને અર્થ વચ્ચે ગ્રાહ્ય-ગ્રાહકભાવની વ્યવસ્થા કરી શકાય નહીં.
—अर्थसंप्रेक्षण(१६) तदन्त इति । तस्य स्वलक्षणस्यान्तर्मध्यं तत्र प्रवेशस्तद्विषयतेति यावत् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org