________________ કમલિની બોલી, “હે માનિનિ? તે મને ઉપાલંભા આવે તે યુક્ત જ છે. તારા મનનું શલ્ય હું જાણું છું. જે ધનકુમારને મેળવવાની ઈચ્છારૂપી ઉચ્ચમરથ તારા હૃદયમાં છે તે ચિત્રને જોઈને જ તું ધનકુમારને ઈચ્છે છે. એમ મેં નિર્ણય કર્યો છે. જે અજ્ઞ બનીને મારા દ્વારા તને પૂછાયું, તેતે ફક્ત હાસ્ય માત્ર જ છે. મેં તે તારે અનુરાગ યેગ્ય સ્થાને જાણીને, એક જ્ઞાનીને પૂછયું કે શું મારી સખીએ વિચારેલ પતિ થશે? તેમણે કહ્યું કે “થશે” તેથી તું ધીરજ રાખ, જલદીથી તારે મને રથ પૂર્ણ થશે. તે પ્રમાણે તેના દ્વારા આશ્વાસન અપાયેલી ધનવતીએ ધર્યને ધારણ કર્યું. તે પછી દિવ્ય વસ્ત્રાલંકારથી યુક્ત થઈને પિતાને પ્રણામ કરવા માટે આવી. પુત્રીને જોઈને હર્ષિત થયેલા તેના પિતા ગયા પછી મનમાં વિચારવા લાગ્યા, અમારી પુત્રી હિવે પરણાવવા ગ્ય થઈ છે. આને અનુરૂપ પતિ કે થશે ? રાજા આ પ્રમાણે જ્યાં વિચાર કરે છે ત્યાં તે પહેલા મોકલેલ પિતાને દૂત વિક્રમધન રાજાની પાસેથી આવ્યું. સર્વ રાજકાર્યનું નિવેદન કરીને તે બેઠા પછી સિંહરાજાએ દૂતને કહ્યું. તે ત્યાં કંઈ આશ્ચર્ય જોયું? ત્યારે તેણે કહ્યું મેં વિક્રમધનરાજાના પુત્રનું રૂપ જોયું. તેને જેવું રૂપ દેવ-માનવ અને વિદ્યાધરામાં પણ નથી. તેથી ત્યારે જ મેં ચિતવ્યું કે ધનવતી માટે આ વર ગ્ય છે. વિધાતા (કર્મરાજા)ને કરેલા પ્રયાસ આ બંનેના સંગમથી સફળ થાઓ.” આ પ્રમાણે સાંભળીને રાજા પ્રીતિપૂર્વક બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust