________________
૨૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
બિંબિસારપુત્રે બૌદ્ધ ધર્મનો ત્યાગ કરી જૈન ધર્મનો સ્વીકાર કર્યાનું સૂચવે છે. કથાસાહિત્યે ભારતમાં કલ્પનાવિલાસ કરી લોકોનું માત્ર મનોરંજન નથી કર્યું પણ લોકોને ધર્મ સમજાવી ને ટકાવી બનેલી ઘટનાને જાળવવામાં ઇતિહાસનું કામ પણ કરી બતાવ્યું છે.
વૈદિક ધારાના પરિશિષ્ટ ગ્રંથ જેવા આગમના “પણાસ'માં પુછ્યુલા, અમયઘોષ, અવન્તિસુકુમાર, ઈલાપુત્ર ઇત્યાદિનાં અનેક કથાનકોમાં દૈહિક યાતનાઓ સામે માસિક દૃઢતાથી લડતા વીર મહાત્માઓના ઉદાત્ત અંશને વાચા આપતા પ્રસંગો નિરૂપવામાં આવ્યા છે. પ્રાણીજીવનની અસહ્ય શારીરિક અને માનસિક યાતનાઓનું તીવ્ર આલેખન જૈન ધારાનાં કથાનકોની નોંધપાત્ર લાક્ષણિકતા છે. જીવતાં સળગાવી મૂકવામાં આવતાં, પૈડાં નીચે ચગદાતાં, હિંસક પશુઓના તીક્ષ્ણ દાંતોનો ભોગ બનતાં કે સ્વેચ્છાએ કીડીઓને પોતાનું લોહી ચૂસવા દઈ હસતે મુખે મૃત્યુને વહોરી લેતાં પાત્રોનાં કથાનકોમાં ભયંકર યાતનાની જે માત્રા છે તે વિશ્વના અન્ય સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળશે. જૈન ધર્મે સ્વીકારેલા ચુસ્ત નિયમ-પાલન માટે દૃઢ મનોબળ કેળવી શકાય તથા સ્થૂલ દૈહિક વાસના તથા જિજીવિષાના પ્રબળતર આકર્ષણથી મુક્ત બની શકાય એવી મનઃસ્થિતિ સર્જવાનો આ કથાનકોનો મુખ્ય હેતુ રહેલો છે. શરીરની સ્કૂલ વાસના અને સંસારી સંબંધો પ્રત્યે વૈરાગ્ય જન્માવતો મનોવૈજ્ઞાનિક ઉપચાર (psychological treatment) અહીં કથા દ્વારા થાય છે. કથાનો ઉપયોગ બ્રાહ્મણધારાએ માનવમનના શ્રદ્ધાસામર્થ્યને જગાડવા કર્યો, બૌદ્ધ ધારાએ તત્ત્વના સૂક્ષ્માતિસૂક્ષ્મ તંતુને સુગ્રાહ્ય કરવામાં કર્યો, તો જૈન ધારાએ આથી પણ આગળ વધીને ધર્મપ્રતિપાદિત સિદ્ધાંતોને ચુસ્ત રીતે પાળી શકાય એ પ્રકારની મનઃસ્થિતિ અને દૃઢતા સર્જાવવા માટે કર્યો. કથાના સ્વરૂપનું ઘડતર ભલે પ્રસ્તુત ધારાના પ્રાચીન અંશમાં ન થઈ શક્યું, પરંતુ એના અંતરમાં એક નવા જ વિશ્વનું નિર્માણ તો થયું છે. માનવચિત્તની ખુમારી અને તાર્કિક ભૂમિકાયુક્ત ખૂબી બુદ્ધ ધારાનાં કથાનકોની વિશેષતા બને છે, તેમ શરીર અને સંસારઆસક્તિની ક્ષણિકતા પ્રત્યે સહેજે અભિમુખ કરી શકવાનું સામર્થ્ય જૈન ધારાનાં કથાનકોની વિશેષતા છે. બે-ઘડીની મોજ માટે જ જેનો ઉદ્ભવ થયાનું સામાન્યતયા સ્વીકારાય છે તે આ ટચુકડી વાર્તાઓ માનવચિત્તને ઘડવામાં આટલો અગત્યનો ફાળો છેક પ્રાચીન કાળથી જ આપી ચૂકી હોય એ ઘટના પ્રાચીન કથાસાહિત્યની અલ્પ સિદ્ધિ નથી.
આગમ પછીનું બીજું સ્થાન નિર્યુક્તિ ગ્રન્થોનું છે. મૂળભૂત ધર્મગ્રન્થના સિદ્ધાંત ઉપર એનું સ્પષ્ટીકરણ અને પૂરક હકીકતોને પણ આ પ્રકારના ધર્મગ્રન્થમાં સ્થાન મળતું હોય છે. આમ થતાં કેટલાંક વિશેષ કથાનકો આ પ્રવાહમાં પ્રાપ્ત થાય છે. મૂળભૂત દસ શાસ્ત્રગ્રન્થોની નિયુક્તિ ઉપરાંત ‘પિંડ’, ‘ઓઘ' અને ‘આરાધના’ જેવી ત્રણ સ્વતંત્ર નિર્યુક્તિ લખાયેલી છે. નિર્યુક્તિમાં સ્પષ્ટીકરણ અર્થે રચાતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org