________________
૧૯o D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પદમાં, સાચા અનુરણનથી, થાય છે. એ પદો કાવ્યગુણે સુંદર કૃતિઓ રૂપે દીપે છે. દા.ત. સુવિધિજિન ગીત ઃ આખુંયે સરસ છે – છેલ્લે છે? મોરે મનડે હે સખી એક સનેહ કે,
રાતદિવસ રમતો રહું, કહે આણંદ હે સખી ભગત પ્રમાણ કે,
ભાવે તિમ કોઈ કહું. મનના ઊભરાતા સ્નેહની આ સરળ ભજનવાણી છે.
ત્રીજી કૃતિ છે “અરણિકમુનિની સઝાય. (એ શ્રી નગીનદાસ કેવળદાસ શાહ, પાટડીવાળા સંપાદિત “સઝાયદિ સંગ્રહ ભા.૧'માં ક્રમાંક ૧૧૦થી ૧૧૭, પૃ.૧૦૭ પર મળે છે.) એ એક સળંગ, આઠ ઢાળ અને ૯૨ કડીઓવાળી, આખ્યાનાત્મક રચના છે. નાનકડું જૈન કથાપરંપરાનું આખ્યાન. કથાશો કડવાંને બદલે ઢાળમાં વિભક્ત થયા છે. ઢાળને આરંભે ‘દોહો' છે, બીજી ઢાળથી જે આરંભનો દોહો આવે છે તે આગળપાછળની ઢાળોને સાંધતી કડીનું કામ કરે છે. બારમાસામાં કવિનું પ્રકૃતિનિરૂપણ અને પાત્રચિત્રણશક્તિ જોયાં. એમાં અનાયાસ કલાઘાટ બંધાય છે. સ્તવનોમાં ભક્તિનિરૂપણ જોયું. અહીં કથા આલેખન જોઈને પણ પ્રસન્ન થવાય છે. પ્રેમાનંદઢબના આખ્યાનોથી જરા જુદી, રાસ-ચરિતાદિ નામે ઓળખાતાં. સમાન્તર વહેતાં આવાં જૈનાખ્યાનોની પરંપરાને સળંગ તપાસવા જેવી, છે. અહીં પ્રત્યેક “ઢાળીને ક્રમાનુસાર લઈને કૃતિપરિચય કરાવ્યો છે.
સરસ્વતીને જરાક પંત્યાધથી વંદીને કવિ તરત કથા આરંભી દે છે ? તંગિયાનગરી, મહીં જિતશત્રુ નામે મજાનો રાજા, ત્યાં એક વ્યવહારિયો નામે દત્ત અને પિયુનું રાતી રંગ’ એવી એની પત્ની દત્તા. એમને બત્રીસલક્ષણો સુંદર પુત્ર અહંત્રક. એમાં એકવાર ત્યાં આવી ચડેલ એક સૂરીશનાં વચનો સાંભળીને દત્તનું મન વૈરાગ્યથી ભીનું થયું. પત્નીને વાત કરી. તો એ કહે, “પિયુ પાખે કોણ માહરે રે, સુખદુખ કેરો જાણ ?” તેથી બાળક સુત સાથે કરી રે, લીધો સંયમભાર..' ત્યારે નાનકડો અહંન્નક પણ ઋષિરાય બન્યો. પિતા ગોચરીએ જાય ને પોતે રાહ જોતો બેઠો રહે. પિતા આવે.
વૈયાવચ્ચ કરે તાતજી રે, મોહ ન જીત્યો જાય. આમ દત્તે સાધુજીવન ગાળ્યું. દેહ પડ્યો. બાળક નિરાધાર બન્યો. રડતા બાળકનું ચિત્ર હૂબહૂ છે :
અહંન્નક છાનો રડે, હાથ થકી મુખ ભીડ,
પણ જે નયણાં નીંગળે, તેહ જણાવે પીડ. પણ રડ્યું ને ચિન્તા કર્યે શું વળે ? હવે તો ખરે બપોરે ગોચરીએ પણ જવા લાગ્યો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org