________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૧૭
એ તત્ત્વવિચાર ને ધર્મવિચારના ક્ષેત્રમાંથી ઉપમાનો લાવે છે. અમૂર્તને માટે મૂર્ત પદાર્થોનાં ઉપમાનો યોજવાં એ વ્યાપક રૂઢિ છે. યશોવિજયમાં મૂર્ત પદાર્થો માટે અમૂર્ત વિચારપ્રદેશનાં ઉપમાનો યોજાય છે. જેમકે શ્રીપાળ અને એની આઠ પત્નીઓ વિશે તેઓ કહે છે કે –
અડ દિઠ્ઠિ સહિત પણ વિરતિને જિમ વછે સમકિતવંત રે, અડ પ્રવચનમાતા સહિત મુનિ સમતાને જિમ ગુણવંત રે, અડ બુદ્ધિ સહિત પણ સિદ્ધિને અડ સિદ્ધિ સહિત પણ મુક્તિ રે, પ્રિયા આઠ સહિત પણ પ્રથમને નિત ધ્યાવે તે ઈણ યુક્તિ રે. ધર્મવિચારની કૃતિઓમાં યશોવિજયજી પ્રચુરપણે દૃષ્ટાંતો તથા દૃષ્ટાંતકથાઓ ગૂંથે છે. પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયમાં નિંદાપર્યાય માટે આપેલી કથાઓમાં માનવવર્તનના કોયડા રજૂ કરતી બુદ્ધિચાતુર્યયુક્ત કેટલીબધી કથાઓ આપવામાં આવી છે ! બુદ્ધિચાતુર્ય તરફનું યશોવિજયનું સવિશેષ આકર્ષણ એમાં વરતાઈ આવે છે.
સાંપ્રદાયિક શાસ્ત્રવિચારની કૃતિઓમાં જ્યાં દૃષ્ટાંત ને દૃષ્ટાંતકથાઓનો ઓછોવત્તો ઉપયોગ થયો છે ત્યાં કાવ્યત્વનો એટલે અંશે અનુપ્રવેશ થયો છે, પરંતુ મોટા ભાગની કૃતિઓમાં એવું બની શક્યું નથી. એ યશોવિજયની તીક્ષ્ણ શાસ્ત્રસમજ ને વાદપટુ બુદ્ધિપ્રતિભાનો પરિચય અવશ્ય કરાવે છે. બીજી બાજુ એમનાં પદો વિશાળ અધ્યાત્મવિચાર રજૂ કરે છે ને એમાં એમનો હૃદયભાવ, એમની વાકછટા, એમણે લીધેલો રૂપકાત્મકતાનો આશ્રય વગેરેને કારણે સર્વસ્પર્શી કાવ્યરૂપતા સિદ્ધિ થઈ છે. અલંકારરચના
કાવ્યસૌંદર્યનો એક મહત્ત્વનો સ્રોત આપણે ત્યાં પરંપરાગત રીતે અલંકારો ગણાવાયેલા છે. અલંકાર વિના કાવ્ય નહીં એમ મનાયું છે. કવિની કસોટી પણ અલંકારરચના અને એમાં વ્યક્ત થતી એની કલ્પનાશીલતા. યશોવિજય અલંકારરચનાનું ઘણું કૌશલ બતાવે છે, ઉàક્ષા, ઉપમા, રૂપક, વ્યતિરેક વગેરે વિવિધ અલંકારો યોજે છે, એટલું જ નહીં એમની અલંકારરચનાઓ આગવી મુદ્રા લઈને આવે છે – એમણે ઉપમાનો બિનપરંપરાગત ક્ષેત્રોમાંથી શોધ્યાં છે, વિચારના ક્ષેત્રને પણ એમણે એમાં ઉપયોગમાં લીધું છે, અલંકારોની સંકુલ રચનાઓ કરી છે, અલંકારાવલિઓ યોજી છે, વક્તા અને વ્યંજનાત્મકતાથી એમાં નિગૂઢતા આણી છે ને અપૂર્વ કલ્પનાશીલતા દાખવી છે. થોડાંક એવાં ઉદાહરણો જોઈએ.
શ્રીપાળના દાનેશ્વરીપણાનો મહિમા કરતાં કવિ કહે છે કે સુરતરુ સ્વર્ગથી ઊતય, તપસ્યા કરી અને એની કરઅંગુલી બની રહ્યાં. રૂપક-અલંકારની આ એક પરોક્ષ રચના છે. એ કેટલીબધી અર્થસભર છે ! શ્રીપાળની કરચંગુલીને સુરતરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org