________________
૨૨૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એક યૌવન, બીજું મદન સંતાપ રે, ત્રીજું વિરહ કલેજું કાપી રે,
ચોથું તે પિઉપિલ પિક પોકાર રે, દુઃખિયાનું દુઃખ કોઈ ન વારઇ રે. આશા નિરાશામાં પલટાવાની વેદના તો કેવી ભારે હોય ? પૂર્વ દિશા રાતી દેખાય છે, પણ પછી સૂર્ય ઊગત તો દેખાતો જ નથી ! પૂર્વ દિશા રાતી લાગી તે તો, હાય, રોતી (ને તેથી રાતી) આંખને લીધે ! –
નીંદ ન આવઈ ઝખકી જાવું રે. પૂરવ દિસિ જઈ જોવા લાગું રે,
રોતાં દીસે રાતડી નયણે રે, કિમહી ન દીસે પણિ તે ગણિ રે. એ નરી નિઃસહાયતા અનુભવે છે. –
પિઉ અવલઇ કુણ સવલો થાઈ રે ? સર્વ ઉપાયો પણ, અરેરે, નિરર્થક જઈ રહ્યા છે –
નેહગહેલી દુરબલ થાઉં રે, માનું નિમતિમ પિલ-મનિ માઉં રે,
પણ નવિ જાણ્યું એ ન ઉપાયો રે, પ્રતિ પરાણિ કિમઈ ન થાયો રે. વિરહિણી નારીને માટે જગતના પદાર્થો કેવા વિષમ-વિપરીત થઈ જાય છે ને એનું મન કેવીકેવી કલ્પનાઓ કરે છે ! મનમાં ભારોભાર કટુતા વ્યાપી વળી છે –
કોકિલ બોલ ટાટુંમીઠું રે, મુઝ મનિ તો તે લાગઇ અંગીઠું રે,
વિરહ જગાવી વિરહિણી બાલી રે, તે પાપ તે થઈ છઇ કાલી રે. પોતાનો ત્યાગ કરનાર પ્રિયતમને એનું દિગ્ધ સ્ત્રીહૃદય માર્મિક કટાક્ષપ્રહારો કરે છે –
ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયોગ. તેહ કુરંગને વયણડે રે હાં, પતી આવે કુણ લોક ? ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધુતારી હેત, સિદ્ધ અનંતે ભોગવી રે હાં, તેહ સુ કવણ સંકેત ? પ્રીતિ કરતાં સાહેલી રે હાં, નિરવહતાં જંજાલ,
જેહવો વ્યાલ ખેલવવો રે હાં, જેહવી અગનની ઝાળ. ધૃષ્ટ બની એ પ્રિયતમને આમંત્રણ આપે છે –
આઓ ને મંદિર વિલસો ભોગ, બૂઢાપન મેં લીજે યોગ. છેવટે તો રાજુલનો અખંડ એકનિષ્ઠ પ્રતિભાવ લૌકિત્વ છોડી અલૌકિકત્વ પ્રાપ્ત કરે છે. અને એ પ્રાર્થે છે –
જો વિવાહ-અવસર દિઓ રે હાં, હાથ ઉપર નહિ હાથ,
દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. ને અધ્યાત્મસહચારનો દિવ્ય રસાસંદ એ પ્રાપ્ત કરે છે –
તે દીનું કેવલજ્ઞાન, કીધી પ્યારી આપ સમાન
મુગતિમહેલમેં ખેલે દોઈ... રાજુલના ભાવવિવત અને અ-સામાન્ય ભાવપલટાને તાદૃશતાથી ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org