________________
૨૪૦ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પ
નાટકમાંથી પ્રાપ્ત થઈ છે. સંસ્કૃત તેમજ જૂની ગુજરાતીમાં આવાં આધ્યાત્મિક રૂપકોની એક નાની પણ મહત્ત્વની પરંપરા હતી. સંભવતઃ અશ્વઘોષે લખેલી એક રૂપકકૃતિના અંશો મળે છે એમાં કીર્તિ, ધૃતિ, બુદ્ધિ આદિ પાત્રો છે. નવમા સૈકામાં રચાયેલા, જયન્ત નામના કવિના ‘આગમડંબર’ એ રૂપકાત્મક નાટકની હસ્તપ્રત મળે છે. ઈ.સ.૯૦૫માં સિદ્ધર્ષિસૂરિ ‘ઉપમિતિભવપ્રપંચ-કથા’નામે રૂપકકાવ્ય ૨ચે છે. જીવનું સંસારભ્રમણ, દુઃખાનુભવો અને ભવપ્રપંચોનું આ કાવ્યમાં નિરૂપણ થયું છે. રાગદ્વેષ એ બે મૃદંગ, ક્રોધગવૈયો, મહામોહ સૂત્રધાર, કામવિદૂષક – આવાં પાત્રો ધરાવતી આ રૂપકગ્રન્થિ સાહિત્યિક કક્ષા પ્રાપ્ત કરી શકતી નથી. આ રચનાથી પ્રેરિત થઈને પંડિત કૃષ્ણમિત્રે ‘પ્રબોધચંદ્રોદય' નાટક લખ્યું (૧૧મી સદી) છે એમ જણાય છે. આ રમણીય નાટ્યકૃતિને અનુસરીને ત્યાર પછી ‘મોહપરાજય’ (યશપાલ), ‘સંકલ્પસૂર્યોદય’ (વ્યંકટનાથ), ‘જ્ઞાનસૂર્યોદય’ (વાદિચન્દ્ર), ‘ભવ્યચરિત્ર’ (અપભ્રંશ, જિનપ્રભાચાર્ય) આદિ કેટલીક રચનાઓ લખાઈ છે. આ બધી રચનાઓ કાવ્યગુણે એટલી સંતોષકારક નથી. આ પરંપરામાં જયશેખરસૂરિરચિત પ્રાચિં.’મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક અદ્ભુવ રમણીય કાવ્યરચના છે.
બ્રાહ્મણકવિ કૃષ્ણમિશ્ર એમના ‘પ્ર.ચ.’માં વિષ્ણુભક્તિ અને માયાલીલાના મિશ્રણરૂપ વૈષ્ણવ વેદાન્તને નાટક રૂપે રજૂ કરવા ધારે છે. જ્યારે જૈન કવિ જયશેખરસૂરિ જૈન તત્ત્વવિચાર અને ધાર્મિક ઉપાસનાને રજૂ કરવાના નિમિત્તે ‘પ્ર.ચિં.’ની રૂપકસૃષ્ટિ રચે છે. ‘પ્ર.ચ.' છ અંકનું રૂપકાત્મક નાટક છે. વૈષ્ણવ વેદાન્તવિચાર નિરૂપવાનો કવિનો આશય હોવાથી કેટલાક પાત્રસંબંધો શંકરવિચારથી ભિન્ન છે. માયાને પુરુષની પત્ની (ગૃહિણી, છતાં વ્યવહાર વારાંગના જેવો) ગણવામાં આવી છે. મનને પુરુષ (પિતા) અને માયા (માતા)નો પુત્ર કહ્યો છે. કામ, ક્રોધ, તૃષ્ણા આદિ ગુણાત્મક પાત્રો ઉપરાંત ઉપનિષદ નામનું પાત્ર પણ મળે છે. (નિવૃત્તિપુત્ર વિવેકની બીજી પત્ની, ઉપનિષદ). પ્રબોધચન્દ્ર એ ઉપનિષદનો પુત્ર. આવાં અનેક પાત્રો ઉપરાંત ચાર્દિક, દિગંબર (જૈન), સૌગત (બુદ્ધ) જેવાં, અન્ય વિચારધારાઓને મૂર્ત કરતાં, પાત્રો પણ આ નાટકમાં વણાયાં છે.
રૂપકનું પ્રાથમિક માળખું ‘પ્ર.ચ.' મુજબનું ખરું પણ પ્ર.ચિં.'માં કવિ અનેક ભિન્ન પ્રસંગો, પાત્રો અને વિચા૨સંદર્ભો વણી લઈને પોતાની રચનાને આગવું વૈચારિક વ્યક્તિત્વ આપે છે. ૧૨૦૦ કડીઓ અને ૭ અધિકારમાં વહેતા આ કાવ્યના પ્રથમ અધિકારમાં ચિદાનંદમય તેજને પ્રણમીને, સાધકનાં લક્ષણો વર્ણવીને કવિ આચાર્ય હેમચન્દ્રે કહેલાં યોગશાસ્ત્રનાં સોપાનો સમજાવે છે. બીજા અધિકારમાં પદ્મનાભ તીર્થંકર અને ધર્મચિ મુનિનું ચરિત્ર વર્ણવી કવિ ૩થી ૬ અધિકારોમાં પરમહંસ રાજાનું ચિરત્ર રૂપક રૂપે નિરૂપે છે. કવિની નિરૂપણરીતિ વિસ્તારયુક્ત છે. શૈલી અલંકારયુક્ત આડંબરી મહાકાવ્ય જેવી છે. કવિની નજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org