________________
ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા' [ ૩૨૧
રતિક્રીડાનું અને ચિત્ જનવ્યવહારનું સર્વસાધારણ રૂપે વર્ણન થયું છે. અહીં દેખીતી રીતે જ, નેમિનાથ રાજિમતીના પૂર્વપ્રસંગોના કડીબદ્ધ વૃત્તાંતને અવકાશ નથી. તેમ, તેમના ચરિત્રવિકાસની દૃષ્ટિએ ઉપકારક બને એ રીતે કોઈ ચોક્સ વિશિષ્ટ બનાવ પણ કેન્દ્રમાં આવતો નથી : માત્ર નાયિકાની ભાવપરિસ્થિતિનું વ્યાપક વર્ણન છે. એ રીતે, નાયિકાની સૌથી વૈયક્તિક અને અંગત અનુભૂતિ રજૂ કરવાનો કે, તેના આંતરવ્યક્તિત્વને ઉપસાવવાનોય. અહીં કવિનો આશય નથી. અહીં, મુખ્યત્વે તો પ્રકૃતિ કે ઋતુચિત્રને ઉદ્દીપનવિભાવો તરીકે સ્વીકારી, કવિ જાણે કે નારીના વિરહભાવને ઘૂંટતા ને ઉત્કટતા અર્પવા પ્રવૃત્ત થયા છે.
જુદાજુદા માસનાં પ્રકૃતિવર્ણનોમાં, અનેક સંદર્ભે રૂઢ વીગતોનો સ્વીકાર હોવા છતાં, આ કવિ વારંવાર મનોહર ચિત્રો સરજી શક્યા છે. એવી વિગતોમાં ક્યાંક સ્વભાવોક્તિ, તો ક્યાંક અલંકારની રમણીય ઝાંય, આપણને સ્પર્શી જાય છે. કેટલાંક પ્રકૃતિચિત્રો સ્વતંત્ર રીતેય હૃદ્ય બન્યાં છે ?
મોરયા દ્રાખના માંડવા, ટોડે નાગરવેલ, ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા ફૂલી રહી ચંપેલ. (ખ.૨/૨) ચિહું દિસિ કોરણ ચઢિયાં રે, ગયણ ન સૂઝિ સૂર, મગસિરના વાયા વાયરા, પાક્યાં અંબ સબૂર. (નં.૪/૨) પચરંગી નભ દીસે રે, દીસે નીલાં નૃણ,
ખિણ કાલો ખિણ પીલો રે, ખિણ ઊજલ દૂધવર્ણ. (નં.૬/ર) પણ અનેક પ્રસંગે પ્રકૃતિવર્ણનની વિગતો. વ્યાપકપણે યુગલોના રતિભાવ સાથે. તો ચોક્કસ સંદર્ભમાં નાયિકાની વિરહદશા સાથે સંકળાતી રહી છે. અહીં એમ સ્પષ્ટ કરવું જોઈએ કે, કેટલાક મહિનાઓનાં વર્ણનોમાં રાજિમતીનો વિરહ કંઈક વીગતે આલેખાયો છે, જ્યારે બીજાં કેટલાંક ખંડકોમાં યુગલોની રતિક્રીડા કંઈક વિસ્તારથી રજૂ થઈ છે. “ગ” સંજ્ઞાથી ઓળખાવાયેલી લગભગ બધી જ કડીઓ રતિક્રીડાનો ઉલ્લેખ કરે છે. પણ, આ બધા સંદર્ભો વચ્ચે પ્રકૃતિવર્ણનની વીગતો જુદીજુદી રીતે વ્યંજકતા ધારણ કરે છે.
નીચેની કડીઓમાં રતિભાવ અને પ્રકૃતિતત્ત્વો એક યા બીજી રીતે ઔપભાવે સંકળાયાં છે ?
ધરણીએ ગાઢપણું ધર્યું, તિમ થયો કંત કઠોર, હિમાચલગર્ભ ગલી ગયા, તરુણિ તપે અતિ જોર. (ખ.૩/૬) અવની અંબર એકઠાં, આવી મલિયાં તિમ, સુરતસંયોગિ દંપતી, વૃક્ષ ને વલ્લી જિમ. (નં.પ/૨) કુચ ન માઈ રે કંઈ, લોચન છોડિ રે લાજ, જલ ન માઈ જલાશ્રયે. ગગને ન માઈ ગાજ. (નં./૪) શ્રમજલબિંદુઈ સોભિ રે, જિમ જુવતી સુરતાંતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org