Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઓસકણ બિંદુ ઉપરિ, તિમ અવનિ એકાંતિ. (ખં.૭/૩) જિણિ રતિં મોતી નીપજે, સીપ સમુદ્ર માંહિ, તિણિ રતિ કંતવિજોગિયાં, ખિણ વ૨સાં સો થાઈ. (ખં.૭/૫) સરોવ૨-કમલ સોહામણાં, હેમે બાલ્યાં જેહ, વિરહણીના મુખની પરે, ઝાંખા થયાં રે તેહ. (ખં.૧૧/૨) કેટલેક સ્થાને પ્રકૃતિનાં તત્ત્વો સામાન્ય રતિભાવના ઉદ્દીપન લેખે રજૂ થયાં મનોહર ચંપા ફૂલ્યા રે, વાયા વાયુ સુવાય, પરિમલ લેતાં પુષ્પની, ઘટમેં લાગી લાય. (ખં.૧/૮) ઝગઝગ અંબ લુંબિ રહ્યા, કેતુ ફૂલ્યાં વન, ફૂલ્યા ગુલાબ તે દેખીને જાગે જોર મર્દન. (ખં.૨/૪) પણ આટલી જ, બલકે એથીય વધુ રસપ્રદ વાત એ છે કે, પ્રકૃતિની વીગતો વચ્ચે અનેક સ્થાને નાયિકા રાજમતીના ઉદ્ગાર કે સ્વગતોક્તિઓ જોડાતી રહી છે. તેના અંતરની સૂક્ષ્મ ઝંખના, આરત અને વ્યાકુળતા એ રીતે તીવ્રતાથી પ્રગટ થતી રહે છે. પ્રથમ ખંડકમાં જ નેમિનાથ માટેનો તેનો તલસાટ અસરકારક રીતે વર્ણવાયો છે ઃ ચૈત્ર માસે એમ ચિંતવે, રાજુલ રીદય વિસેખ, સંદેશો શ્રીનાથનો, લાવિ કો હાથનો લેખ. તેહને આપું રે કંકણ કર તણાં, ભાંમણાં લઉં નિરધાર, હાર આપું રે હીયા તણો, માનું મહા ઉપગાર. (ખં.૧/૨-૩) રિમલ પુહવી ન માઈ રે, ભમર કિર ગુંજાર, કહોને સખી ! કિમ વિસરિ આ સમે નેમકુમાર ? સરોવર સુંદર દીસિ રે, ફૂલ્યા કમલના છોડ, કંત વિના કુંણ પૂરે રે, મુઝ મન કેરા કોડ ? (ખં.૨/૬-૭) જેઠ માસના વર્ણનમાં રાજિમતીના હૃદયનું ક્રંદન ઘણું હૃદયસ્પર્શી બન્યું છે. વરઘોડાના પ્રસંગે પાછા વળતા નેમિનાથને રોકી પાડવામાં પોતે વિલંબ કેમ કર્યો તેના વિચારે તે કલ્પાંત કરે છે : મિં નવ જાણ્યું રે જીવન જાસિ ઇમ રથ ફેરી, ફરતાં સહી આડી ફરી રાખતી હું રથ ઘેરી. પાલવ ઝાલી પ્રભુતણો રહેતી હું ૨ઢ માંડી, જાવા ન દેતી નાથને તો કિમ જાતા છાંડી. (ખં.૩/૨-૩) નેમિનાથમાં જ જેનો જીવ લાગ્યો છે તે રાજિમતીની વિરહદશા અને એકલતાનું ચિત્રણ ભાદરવામાં એટલું જ પ્રભાવક રીતે મળે છે : ધીરજ જીવ ધિર નહી, ઉદક ન ભાવિ અત્ર, પંજર ભૂલું ભિમ, નેમ સું બાંધ્યું મત્ર. (ખં.૬/૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355