________________
૩૨૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કૃતિના આરંભમાં કવિએ પ્રથમ ગણપતિની વંદના કરી છે, અને એ પછી નેમિનાથ પ્રભુનું પુણ્યસ્મરણ કર્યું છે. બારમા ખંડકના અંતમાં, કવિ ‘જિનગુણ ગાઈ લાભ જાણી' એ રીતે શ્રોતાસમૂહને પ્રેરક ઉદ્બોધન કરે છે. તેરમા ખંડકના અંતમાં કવિ ફલશ્રુતિ વર્ણવે છે. કૃતિનું રચનાવર્ષ પણ જૈન પરંપરાને અનુરૂપ સાંકેતિક ભાષામાં સૂચવાયું છે. આ રચનાને આ રીતે ચોક્કસ જૈન સંસ્કાર મળ્યા જ
છે.
પણ, અંતે, આ રચના વિશે એટલું જ નોંધવા ચાહું છું કે, ઉદયરત્ને જૈન બારમાસાસાહિત્યમાં રૂઢ થયેલા વર્ણવૃત્તાંત અને રૂઢ કથનવર્ણનની રીતિનો સ્વીકાર કર્યો હોવા છતાં, પ્રકૃતિચિત્રો, યુગલોની રતિક્રીડા અને રાજિમતીના વિરહભાવનાં વર્ણનોમાં, અનેક પ્રસંગે પોતાની સર્જકતાના સ્પર્શે રુચિર કાવ્ય ખીલવ્યું છે અને એટલે જ એ પરંપરામાં પ્રસ્તુત કૃતિ નિરાળું સ્થાન પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org