________________
૨૭૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ધ્યાનમાં રાખવાની હોવાથી પોતાના આ જ્ઞાનની સહાય તેઓ લઈ શકે એમ ન હતા. શરૂઆતના રાસા રમાતા, ખેલાતા એવા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. પછીના રાસામાં તેના “ભણઈ સુણઈ'ના, સાંભળવા - પઠન કરવાના ઉલ્લેખ મળે છે. આમ શરૂઆતના રાસના ખેલની અને તેના દર્શકશ્રોતાવર્ગની વ્યવસ્થા જુદા પ્રકારની હશે એ સહેજે કલ્પી શકાય એમ છે. લોકો કેવળ શ્રોતા હોય ત્યારે કથાનક પરત્વે એ લોકોની વધારે એકાગ્રતા અપેક્ષિત રહે. ‘સિંઘલશી ચરિત્ર'નું જ ઉદાહરણ લઈએ અને આ વાતનો વિચાર કરીએ તો કથાકાર તરફથી પણ શ્રોતાઓની એકાગ્રતા ઓછી ન થાય એ માટેના પ્રયત્ન જરૂરી હશે.
રચનાનો પ્રારંભ સરસ્વતી, ચોવીસ જિનદેવતા અને ગુરુને વંદન સાથે થાય છે. તે પછી કવિ શાલિભદ્ર, કાવત્રા, ચંદનબાલા, ભરતેશ્વર, મૂલદેવ ઇત્યાદિને દાનથી મળેલી સિદ્ધિની વાત કરે છે. શ્રોતાઓને બધા જૈનધર્મી હોય તો પણ, આ બધાં નામોમાં, તેમની સિદ્ધિઓનો પરિચય હોઈ શકે ખરો ? કે પછી એ પરિચય ગૃહીત કરવામાં આવે છે એ વિચારવું રહે. અથવા પછી કીર્તનકારની જેમ. આ રચનાનું શ્રોતાવર્ગ સમક્ષ પઠન કરનાર કથાકારે એકએક પંક્તિના પાઠ પછી તે-તે નામધારી વ્યક્તિનો, તેમની સિદ્ધિનો શ્રોતાજનને પરિચય આપવાનો રહે. તે જ પ્રમાણે સિંઘલને વિષધર દંશ દઈને વિરૂપ કરી નાખે છે તે પછીના ભાગમાં ૧૦૧થી ૧૬૫ કડી સુધી દેવની કૃપાથી અને બુદ્ધિના બળે સિદ્ધિ મેળવનારાઓની નામાવલિ આવે છે. “નરવરસરવરિ નીર નવિ રહઈ, યોગી એક કથા કરીઇ એમ ૧૦૧મી કડીમાં કહેવાયું છે તેમાં એક બાળકની માતા હોવાનો બે સ્ત્રીઓનો દાવો છે તે પ્રસંગે ન્યાયાધીશ કેવો નીવેડો લાવે છે એ જાણીતી વાતનો કથાઅંશ સામેલ છે. તે ઉપરાંત, આંધળા ગરીબ બ્રાહ્મણે ભગવાન પાસે સોનાની સાંકળે હીંચકતાં પૌત્રપૌત્રીના પરિવારને નજરે જોવાનું વરદાન માગી ચાલાકીથી દૃષ્ટિ, ધનસંપત્તિ, વિશાળ પરિવાર સુખ, લાંબું આયુષ્ય બધું એકસાથે માગી લીધું એ કથા-અંશ પણ અહીં લેવાયો છે.
એક તરફ આવી પ્રચલિત કથાઓ છે તો બીજી તરફ બુદ્ધિબળ અને ઈશ્વરકૃપાથી સિદ્ધિ મેળવનારાની નામાવલિમાં ચંડપ્રદ્યોત, વાસવદત્તા, ચાણક્ય. ચંદ્રગુપ્ત, નંદ જેવી ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિઓ છે. શ્રેણિક પણ તેમાં છે. પણ જૈનસમુદાયમાં એ નામ એ વખતે એટલું જાણીતું હશે એમ સ્વીકારી લઈએ. આ જ પ્રમાણે અભયકુમાર, અમરદત્ત મિત્રાનંદનો ઉલ્લેખ છે એ નામો પણ કદાચ જાણીતાં હોઈ શકે. “શ્વાને માહિં થિઈ ખાધી ખીર, બુદ્ધિ અસિઉ એ બાવનવીર' એમ કહીને ૧૬૫મી કડીએ. નામાવલિ પૂરી થાય છે. આટલા સંક્ષેપમાં ફક્ત નામાવલિ અને સિદ્ધિનો જ ઉલ્લેખ આવે છે. એની વિગત નથી આવતી, એટલે એમ માનવું પડે કે શ્રોતા વર્ગ આ બધી કથાઓનો જાણકાર હોવો જોઈએ. કારણકે એમ હોય તો જ એનું ચિત્ત કથામાં પરોવાયેલું રહે. અને કાં કથાકાર બધી કથાઓ વચ્ચેવચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org