________________
વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા' D ૩૧૩
કાવ્યપ્રકારની જીવંત પરંપરા હોય તે સ્વાભાવિક છે. ઋતુવર્ણનમાંથી પછી મહિના-મહિનાની રીત આવી હોય અને ચાતુર્માસ કે પતુવર્ણનમાંથી બારમાસી પ્રકાર વિકસ્યો હોય. આવા લિખિત કે મૌખિક બારમાસાની સમૃદ્ધ પરંપરા રહી છે.
મનુષ્યના મનના ભાવોની ઉત્કટતામાં પ્રકૃતિની ભૂમિકાનો યોગ પણ હોય છે. આ પ્રકારનાં કાવ્યોમાં પ્રકૃતિ અને માનવભાવનું સાયુજ્ય હોય છે, તેમાંય ખાસ તો શૃંગાર અને તેમાંય વિપ્રલંભશૃંગારનું. કેન્દ્રમાં હોય છે વિરહિણી નારી. મુખ્યત્વે એની ઉક્તિરૂપે કાવ્ય રચાયું હોય છે.
પરંતુ ધર્મકવિતા આવા સ્વરૂપની લોકપ્રિયતાને લક્ષમાં રાખી એનો વિનિયોગ પોતાના હેતુઓ માટે કરે છે. વૈષ્ણવ સાહિત્યમાં કે જૈન સાહિત્યમાં આ રીતે અનેક બારમાસા રચાયા છે, જે વાચકને ધમભિમુખ કરવા તાકે છે.
જૈન સાહિત્યમાં મળતા બારમાસામાં બે વિરહિણીઓની કથા મુખ્યત્વે ગૂંથાય છે. એક છે નેમરાજુલયુગલની રાજિમતી અને બીજી છે ધૂલિભદ્રકોશાયુગલની કોશા. વિનયચંદ્ર નેમિનાથ રાજિમતી બારહમાસાની પણ રચના કરી છે. નેમરાજુલ અને સ્થૂલિભદ્રકોશાની કથાઓ છે પણ અત્યંત મર્મસ્પર્શી.
ગણિકા (રૂ૫)કોશાના પરમ પ્રેમી અને મંત્રી શકટાલના પુત્ર યૂલિભદ્ર વૈરાગ્ય આવતાં દીક્ષા લઈ લે છે. જેવો પ્રબળ તેમનો રાગ હતો, તેવો પ્રબળ તેમનો વિરાગ. ગણિકા હોવા છતાં કોશા સ્થૂલિભદ્રને પોતાના પ્રિયતમ માનતી. સાધુ-વૈરાગી થયેલા યૂલિભદ્ર ચાતુમસ ગાળવા ગુરુની અનુજ્ઞાથી કોશાને ત્યાં જ આવે છે. વિરાગી યૂલિભદ્ર અને રાણી રૂપકોશા. કવિઓએ આવી માર્મિક ઘટનાપરિસ્થિતિને અનેક રીતે આલેખી, વિશેષ કરીને સાધુ કવિઓએ.
સ્થૂલિભદ્ર બારમાસા બાર માસની પૃષ્ઠભૂમિમાં વિરહિણી કોશાની મનોવ્યથાને વ્યક્ત તો કરે છે, પણ એટલું જ કર્તાનું પ્રયોજન નથી. કવિએ બારમાસાના રૂઢિગત રૂપને જાળવી તેમાં નવરસ અને રસનાં અંગ ગૂંથી લેવાનો પણ ઉપક્રમ રાખ્યો છે. આ કાવ્યને કવિશિક્ષાનું રીતિબદ્ધ કાવ્ય પણ કહી શકાય. કથા પણ કહેવાતી હોય અને સાથે વ્યાકરણશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્ર પણ ગૂંથાતું હોય એવી રચનાઓ સંસ્કૃતમાં છે. આપણે ત્યાં પણ એવી પરંપરા હતી. એમાં ભાવમાધુર્ય કરતાં પાંડિત્ય અથવા રચનાકારનું કૌશલ વધારે પ્રકટ થતું હોય છે.
અષાઢથી શરૂ થતા આ બારમાસામાં શરૂઆતના નવ માસના પ્રત્યેક સાથે એકએક રસ ભરતે આપેલા ક્રમાનુસાર નિરૂપાય છે. ભારતના આઠ નાટ્યરસ પછી અહીં નવમો શાન્તરસ પણ છે. એ રીતે – અષાઢ (આસાઢ)
સાથે
શૃિંગાર શ્રાવણ
સાથે
હાસ્ય ભાદરવો (ભાદક) સાથે
કરુણ. આસો (આસૂ)
સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org