________________
વિનયચંદ્રકૃત ‘સ્થૂલિભદ્ર બારહમાસા' ૩૧૫
રસશાસ્ત્રનો છે. ૨સ વાચ્ય નથી. ‘શૃંગાર’ એમ ૨સનું નામ લેવાથી શૃંગારનો બોધ થતો નથી. કવિ વિનયચંદ્ર દ્વારા થતા શૃંગાર, હાસ્ય, કરુણ આદિ વિભિન્ન ૨સોના ઉલ્લેખ તે-તે રસનો બોધ જગાડે છે ખરા ? આવો પ્રશ્ન પરવર્તી ૨સોના નિરૂપણ પરત્વે પણ રહે છે.
કાર્તક સાથે વી૨૨સનું નિરૂપણ છે ઃ
કાતી કૌતુક સાંભરઇ, વી૨ ક૨ઇ સંગ્રામોજી,
પણ કવિએ જે સંગ્રામનું નિરૂપણ કર્યું છે તે સુરતસંગ્રામ છે, ‘કામી અને કામિની' વચ્ચેનો રતિરંગ છે. આ યુદ્ધમાં કામિનીનાં નૂપુર રણશિંગમાં છે, એની વેણી એ ખડ્ગ છે અને નેત્ર એ ધનુષ્ય છે. એ રીતે આ વી૨૨સની વાત છે, પણ વી૨૨સમાં જે બાપડા જોગી (‘જેહ જોગી બાપડા’) છે, તેઓ કાયર નીવડે છે, તેઓ તો આવા યુદ્ધમાં થરથર કંપે છે ! (ધર્મકાવ્ય તરીકે જોવું હોય તો આ વર્ણનને આપણે વ્યાજસ્તુતિ અલંકાર રૂપે જોઈ શકીએ ?)
માગશરમાં ભયાનક રસનું નિરૂપણ છે. ગોરી સેંથામાં સિન્દૂર પૂરે છે એ જાણે કામદેવની અગ્નિજ્વાળા છે, જેમાં કામી નર પતંગિયાની જેમ પડે છે. એવે વખતે હોઠનો અમૃતરસ સીંચીને નવપલ્લવિત કરાય છે. કોશા કહે છે કે આ રીતે પ્રીતિ થતી હોય, પછી ભય રહેતો નથી.
બીભત્સમાં સંકોચનનો ભાવ છે. કોશા કહે છે કે નાના કંથ સાથેના સંગમાં પ્રૌઢ ૨મણી સંકોચ અનુભવે અને દૂર રહે ઃ
તિમ કંત તુમચઉ વેષ દેખી, મઇ બીભત્સપણું ભજું. અર્થાત્ તમારો સાધુવેશ જોઈ, તમારાથી બીભત્સભાવ અનુભવું છું.
કોશાની અદ્ભુત રસની વ્યાખ્યા પણ અદ્ભુત છે
માઘ નિદાઘ પરઈ દહૈ, એ અદ્ભુત રસ દેખું જી.
માઘ તો ઠંડો માસ છે, પણ એ ઉનાળાની જેમ દઝાડે છે, એમાં હું અદ્ભુત જોઉં છું. વળી તમારા વિના મારા પ્રાણ પળેપળે ટળવળે છે, અને છતાં (વહાલા સ્થૂલિભદ્ર) તમારા વ્રતનો ભંગ થતો નથી, તમારું એ શુદ્ધ ચરિત્ર જોઈને તઉ એહ અચરજ રસ વિશેષઇ' – વિશેષપણે અદ્ભુત રસ અનુભવું છું.
-
Jain Education International
દૂર જવાનો ભાવ
પરંપરાગત રીતે તો ફાગણ સાથે શ્રૃંગાર રસ જોડાયો છે. ફાગુ કાવ્યપ્રકાર પણ એ રીતે વિકસ્યો છે. પણ બધા રસોની પરિણિત આનંદવર્ધને શાન્ત રસમાં બતાવી છે, તેમ અહીં આઠ રસના નિરૂપણ પછી ફાગણે શાન્ત રસમાં પર્યવસાન બતાવ્યું છે. ‘ફાગુન શાન્ત રસઇ ૨મઇ.' વી૨૨સના નિરૂપણમાં જેમ રૂપક છે, તેમ અહીં પણ રૂપક છે. ફાગણમાં હોળી રમવાની છે, પણ એ હોળી રમવામાં સહજ ભાવ એ સુગંધી તેલ છે, પિચકારી એ સમતા રૂપી જળ છે, ગુણો એ ગુલાલના રંગ છે વગેરે. આ સ્તબકમાં સહજ ભાવ, સમ જલ, સસ બોહી (?), સત્ત્વ તાલ,
For Private & Personal Use Only
www.jainelibrary.org