________________
ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા
પ્રમોદકુમાર પટેલ
મધ્યકાલીન ગુજરાતીમાં જૈન કવિઓ દ્વારા રચાયેલું બારમાસા-સાહિત્ય, દેખીતી રીતે જ, જૈન પરંપરામાં ખેડાયેલાં રાસ, ચરિત અને ફાગુ જેવાં સ્વરૂપો સાથે. વર્ણવૃત્તાંતો વિચારવસ્તુ અને કથનવર્ણનની રીતિઓ અને પ્રણાલિકાઓ – એમ જુદાજુદા સ્તરે ગાઢ સામ્ય ધરાવે છે. તેમાંય. વર્ણવૃત્તાંતની પસંદગીનો પ્રશ્ન છે ત્યાં સુધી તો. અન્ય સ્વરૂપોમાં ફરીફરીને સ્થાન પામતાં રહેલાં પ્રસિદ્ધ જૈન કથાનકો પૈકી નેમિનાથ-રાજિમતીનું કથાનક બારમાસા માટે જૈન કવિઓમાં ઘણું પ્રિય રહ્યું જણાય છે. એ રીતે બારમાસા પ્રકારની કૃતિઓમાં જૈન ધર્મના વિશિષ્ટ સંસ્કારો મળે જ છે. બીજી બાજુ, બારમાસા સ્વરૂપની આગવી આવશ્યકતાને અનુરૂપ વર્ષના બાર મહિનાના ઘટનાચક્રનું આલેખન. તેની અંતર્ગત બદલાતી ઋતુઓનું વર્ણન. અને નાયિકાના વિરહભાવનું નિરૂપણ વગેરે બાબતોમાં જૈન કવિઓએ જે પરિપાટી સ્વીકારી છે તેને આ પ્રકારના જૈનેતર સાહિત્યની સાથે એટલું જ માર્મિક અનુસંધાન રહ્યું દેખાય છે. હકીકતમાં, મધ્યકાલીન ગુજરાતીમાં બારમાસાના સ્વરૂપમાં નાયિકાવિરહ, ઋતુવર્ણન, અને પ્રકૃતિચિત્રણનાં તત્ત્વો જે રીતે વર્ણવાતાં રહ્યાં છે તેની પાછળ છેક સંસ્કૃત સાહિત્યની પરંપરામાં ખીલેલી રૂચિ અને દૃષ્ટિ કામ કરતી. રહી છે. બારમાસા-કૃતિઓ એ રીતે સહજ જ આપણી દીર્ઘ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરા વચ્ચે એકદમ નિરાળી ભાત રચે છે.
ઉદયરત્નકૃત નેમિનાથ તેરમાસા' (પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહ, ખંડ ૧, સંપા. શિવલાલ જેસલપુરા, ૧૯૭૪) (રચના વર્ષ સં.૧૭૫૯) જૈન પરંપરાના બારમાસી સાહિત્યમાં ઠીકઠીક અનોખી રચના છે. ઉપર નિર્દેશ કર્યો છે તેમ, નેમિનાથ-રાજિમતીનું પ્રસિદ્ધ જૈન કથાનક જ એમાં આધારસ્થાને છે. લગ્નના વરઘોડાના પ્રસંગે જ પશુહત્યાના ખ્યાલથી વિરતિ અનુભવી રહેલા નેમિનાથે સંસારનો ત્યાગ કર્યો. અને જૈન ધર્મની દીક્ષા લીધી, પણ લગ્નોત્સુક રાજિમતી તો નેમિનાથના વિરહમાં ઝૂરતી જ રહી. કવિ ઉદયરત્ન પ્રસ્તુત કૃતિમાં રાજિમતીના વિરહભાવને મુખ્ય પરિસ્થિતિ તરીકે સ્વીકારી છે. પણ આ કૃતિની વિશેષતા એ છે કે નાયિકાના વિરહના આલેખન અર્થે પરંપરા અનુસાર બાર મહિનાનું નહીં. એક અધિક માસ સમાવી, તેર મહિનાનું વર્ણન આપ્યું છે. વિરહભાવ ઘૂંટવાને કવિએ એ
રીતે વધુ અવકાશ મેળવી લીધો છે. પણ, એથીય કદાચ વધુ રસપ્રદ બાબત એ છે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org