________________
૩૧૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કાર્તક (કાતી)
સાથે
વીર માગશર (મગિસિર) સાથે
ભયાનક પોષ
સાથે
બીભત્સ માહ (માઘ)
સાથે
અદ્ભુત અને ફાગણ (ફાગુન) સાથે
શાન્ત -નો અનુયોગ છે. એ પછી ચૈત્ર સાથે સ્થાયી ભાવ, વૈશાખ સાથે સાત્ત્વિક ભાવ અને જેઠ સાથે સંચારી ભાવ વર્ણવાયા છે. આમ, બારમાસનું ચક્ર પૂરું થાય છે.
વિરહિણી કોશા જુદાજુદા માસમાં જુદા જુદા રસના અનુભવની વાત કરે છે. કાવ્યમાં કોશાની ઉક્તિ સાથે કવિની ઉક્તિ પણ ભળી જાય છે. અષાઢ સાથે શૃંગારનો ઉદ્બોધ આ રીતે જોડાય છે :
આષાઢ આશા ફલી. કોશા કરઈ સિણગારજી, આવઉ યૂલિભદ્ર વાલહા, પ્રિયુડા કરું મનોહારો જી. મનોહાર સાર શૃંગાર રસમાં, અનુભવી થયા તરવર, વેલડી વનિતા ત્યાં આલિંગન, ભૂમિ ભામિની જલધરા. જલરાશિ કંઠઈ નદી વિલગી, એમ બહુ શૃંગારમાં,
સમ્મિલિત થઈનઈ રહે અહનિશિ, પણિ તુમ્હ વ્રતભારમાં. અષાઢ આવતાં શણગાર સજી કોશા પ્રિયતમ સ્થૂલિભદ્રની વાટ જુએ છે. એ આવે એવી મનવાર (મનોહારો) કરે છે. અષાઢમાં તરવર અને વનિતા વેલડી આલિંગન લે છે, જલધર ભામિની ભૂમિનું આલિંગન કરે છે અને જલરાશિને – સાગરને કંઠે નદી વળગે છે, આમ સૌ આ માસમાં દિનરાત વળગીને રહે છે – પ્રેમવિલગ્ન છે. એટલેકે શૃંગારનો અનુભવ કરે છે. પણ સ્થૂલિભદ્ર તો વ્રતધારી છે. એટલે એ પોતે તો એ રસથી વંચિત છે.
અહીં આપણે જોઈશું કે કવિએ શૃંગારનો સીમિત એટલેકે સંયોગ શૃંગાર એટલો અર્થ લીધો છે. (વિયોગ શૃંગાર પણ તો છે, જેનો અનુભવ કોશાને થાય છે, થઈ શકે.) શૃંગાર એટલે પ્રિય-પ્રિયતમાનું મિલન. અહીં અષાઢમાં પ્રાકૃતિક તત્ત્વો વૃક્ષ-વેલિ, મેઘ-ભૂમિ, સાગર-નદીનાં મિલન જોઈ કોશા પણ પ્રિયમિલનને ઝંખે છે. એ રીતે શૃંગારબોધનો કવિ અષાઢની પ્રકૃતિ સાથે અનુબંધ રચે છે.
શ્રાવણ સાથે હાસ્યનો અનુબંધ છે. પણ કેવી રીતે ? સ્થૂલિભદ્ર તો યોગી છે, એ ભલા ભોગી કોશાને ત્યાં કેમ આવે એવું વિચારીને તેને હસવું આવે છે. ભાદરવા સાથે કરુણ રસ જોડ્યો છે, પણ એ વિપ્રલંભશૃંગાર થઈને રહે છે. ભાદરવાના કાદવકળણમાં જેમ લોકો ખૂંપી જાય, તેમ વિરહ કલણઈ હું કલી' – હું (કોશા) વિરહના કળણમાં ખૂંપી ગઈ છું, હે પ્રિય, મારો હાથ પકડી તેમાંથી મને બહાર કાઢો - એમ કોશા કહે છે. કોશાની આ અનુભૂતિઓને અનુક્રમે હાસ્ય અને કરુણના રસબોધ તરીકે કવિએ જોઈ છે. પરંતુ એમાં ખરો પ્રશ્ન તો રસાનુભવને લગતો છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org