________________
વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા
ભોળાભાઈ પટેલ
સ્થૂલિભદ્ર બારહમાસાના કવિ વિનયચંદ્ર છે. આ જૈન કવિ ઈસ્વીસનના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. ઉત્તમકુમાર ચૌપાઈ તેમની પ્રથમ કૃતિ માનવામાં આવે છે. તેની રચના સંવત ૧૭પર (ઈ.સ.૧૬૯૫)માં પાટણ મુકામે થઈ હતી. “સ્થલિભદ્ર બારહમાસાની રચના એ પછી ત્રીજે વર્ષે સંવત ૧૭૫૫માં અમદાવાદમાં થઈ છે. રચનાને અંતે સ્થળનો નિર્દેશ આ પ્રમાણે છે :
ગુર્જરામંડન રાજનગરઈ, વિનયચંદ્ર કહઈ ઈશું. એમાં ગુર્જરામંડન રાજનગર તે અમદાવાદ.
- “સ્થૂલિભદ્ર બારમાસા તેર સ્તબકનું કાવ્ય છે. દરેક સ્તબકમાં પહેલી કડી દોહા છંદમાં છે અને પછી બે કડીઓ હરિગીતમાં છે. આ રીતે દરેક સ્તબકમાં ત્રણ કડી ધરાવતા આ કાવ્યની કુલ ૭૮ પંક્તિઓ છે.
દોહા-હરિગીતના બંધમાં હોવા છતાં કવિએ કાવ્યના ઢાળને ‘ઢાલચઉમાસિયાની' કહીને ઓળખાવેલ છે. દોણ છંદમાં ‘જી' ઉમેરી પંક્તિને પ્રલંબ બનાવી આ ઢાળ સિદ્ધ કર્યો છે. આ ઢાળની મૌખિક પરંપરા હોવી જોઈએ. બારમાસાની શ્રેણીમાં આવતો ‘ચોમાસા' પણ એક પ્રચલિત કાવ્યપ્રકાર રહ્યો છે. તેમાં બાર માસને બદલે ચોમાસાના ચાર માસ લેવામાં આવ્યા હોય છે. યુવાન એકાકી. વિરહિણી નારીની વિરહવ્યથાને વ્યક્ત કરતો બારમાસાનો કાવ્યપ્રકાર લિખિત ભારતીય આર્યભાષાઓના સાહિત્યમાં જૂનામાં જૂનો છે. એનું મૌખિક રૂપ પણ અવશ્ય હશે.
દોહા છંદને બીજી કડીના હરિગીત સાથે જોડી દેવામાં આવ્યો છે. દોહાનો છેલ્લો શબ્દ હરિગીતની કડીનો પહેલો શબ્દ બને છે, જેમકે પહેલા સ્તબકમાં દોહાનું અંતિમ ચરણ છે પ્રિયુડા કરું મનોહારોજી', અને હરિગીતનું પ્રથમ ચરણ છે મનોહાર સાર શૃંગાર રસમાં.” દરેક સ્તબકમાં આ ભાત જળવાઈ છે. એથી રચનાનું એક સુઘડ રૂપ આપણને મળે છે.
બારમાસા, આપણે સૌ જાણીએ છીએ તેમ. મુખ્યત્વે વિરહકાવ્ય હોય છે. આપણા દેશમાં જ્યાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુઓ એ રીતે કે પછી ગ્રીખ, વષ, શરદ, હેમંત, શિશિર, વસંતની ઋતુઓ એ રીતે ઋતુઓને અલગઅલગ ઓળખી શકાય એવાં તાપમાન હોય છે, ત્યાં આ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org