________________
૨૯૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
નાનાં નાનાં વાક્યોમાં અલંકાર અને આડંબરરહિત એવો ભાષાનો પ્રવાહ અકૃત્રિમપણે વહે છે. એ જ રીતે ગુજરાતી પરિવેશનો સફળ વિનિયોગ અહીં જોવા મળે છે. દક્ષને ઘેર એકઠા થયેલા બ્રાહ્મણોમાં વ્યાસ, ત્રિપાઠી, દવે, ઓઝા, પંડ્યા. આચાર્ય, મિશ્ર, ઋષિ. જોષીની ગણતરી મધ્યકાલીન ગુજરાતીમાં યજ્ઞપ્રસંગે એકઠા થયેલા ગુજરાતી બ્રાહ્મણોની યાદ આપે છે. નારદના પાત્રનું આગમન અને તેના દ્વારા મહાદેવની ઉશ્કેરણી એ કવિની આગવી કલ્પના છે. નારદ અને મહાદેવનો ટૂંકો અને છતાં સચોટ સંવાદ કવિની સંવાદ દ્વારા ઘણું સાધવાની કળાનો દ્યોતક છે. ચારપાંચ વિશેષણોથી જ મહાદેવના વ્યક્તિત્વનો પરિચય અને યજ્ઞના વિનાશનું એકદમ ટૂંકું વર્ણન કવિની વર્ણનશક્તિના અને લાઘવના નમૂનારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org