________________
૩૦૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
‘ગુણ પ્રભુજી રે’ અને ‘ગાવઉ ગુણ પ્રભુજી રે આ સ્તવનની ધુવાઓ છે. આ ધુવાઓ માત્ર એક શબ્દના ઓછાવધતાપણાથી જુદી પડે છે. પરંતુ, અન્યત્ર વધારે શબ્દફેરવાળી એકાંતર ધ્રુવા પ્રયોજાયેલી છે. જેમકે, ઈશ્વરપ્રભજિન સ્તવન'માં –
જગદાનંદ જિનંદ, બાઈરે જગદાનંદ જિનંદ,
ત્રિભુવન કેરી રાજીયઉં, બાઈ ઈશ્વર દેવ. અહીં “બાઈ રે જગદાનંદ જિનંદ' અને “બાઈ રે ઈશ્વર દેવ' ધ્રુવાઓ છે.
કોઈક સ્તવનમાં વિલક્ષણ પ્રકારની ધ્રુવારચના જોવા મળે છે. જેમકે, ‘ચંદ્રબાહુજિન સ્તવનમાં – શ્રી ચંદ્રબાહુ તેરમા, તું તક સાંભલી રે સાહિબ, અરદાસ,
સાંભલી રે સાહિબ અરદાસ. મોહણગારા સાહિલીયા, મન મોહ્યલ રે પ્રભુજી તુઝ નામ,
મોહ્યલ રે પ્રભુજી તુઝ નામ. આઈ મિલું કિમ તુજ ભણી, નવિ દીધી રે પાંખલડી દેવ.
દીધી રે પાંખલડી દેવ. આમ તો, આ સ્તવનમાં કોઈ એક જ અંશ સતત પુનરાવર્તન પામતો નથી તેથી એમાં પરંપરાગત ધ્રુવા છે એમ ન કહેવાય. પરંતુ દરેક પંક્તિમાં બીજા ચરણનો ઘણો ભાગ જે-તે પંક્તિને અંતે પુનરાવર્તન પામે છે. આ પદ્ધતિ આખા સ્તવનમાં સુસંગત રીતે અનુસરવામાં આવી છે. એ રીતે એ એક નિશ્ચિત પદ્યપદ્ધતિ – ગાનપદ્ધતિ તો છે જ એટલે એ અર્થમાં એ ધ્રુવા છે. આ ધ્રુવારચનાની બીજી વિશેષતા એ છે કે એમાં આખું ચરણ કે આખું વાક્ય પુનરાવર્તન પામતું નથી. એમાંના આરંભના એકાદબે શબ્દ છોડી દેવામાં આવેલ છે. આને કારણે પુનરાવર્તિત અંશમાં વાક્યર્થ ખંડિત પણ થવા દેવામાં આવ્યો છે.
આ તો થઈ કૃતિની ગેયતા સિદ્ધ કરવા કવિએ ઉપયોગમાં લીધેલાં ઉપકરણોની વાત. પરંતુ આખરે આ તો સ્તવનકૃતિ છે એટલે પ્રભુને વંદનાપ્રાર્થના એ કૃતિનો મુખ્ય હેતુ છે. આ વંદના-પ્રાર્થનાની રીતિ પ્રત્યેક સ્તવનમાં વિવિધતા ભરેલી છે. કવિ ક્યાંક સ્વગતોક્તિ કરે છે. કેમકે. “સુજાતજિન સ્તવન અને મહાભદ્રજિન સ્તવન'માં. “સુજાતજિન સ્તવન'માં -
* હું તઉ ભવ દુઃખ માહિ પીડાણ૩ કિ. * તુમે છઉ મારા અંતરજામી કિ.
ખમિજ્યો પ્રભુજી મહારી ખામી રે કિ. * અગનઈ ધગધગતી પૂતલીયાં કિ,
મુજનઈ તેહની સંગતિ મિલીયાં કિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org