________________
જિનહર્ષકૃત “વીશી' : તીર્થંકરસ્તવન - ગરબા રૂપે [ ૩૦૫
તથા “મહાભદ્રજિન સ્તવન'માં –
મઈ જીવ સંતાપ્યા હો, આલ વચન કહ્યાં.
મઈ અબ્રહ્મ સેવ્યા હો, દાન અદત ગ્રહ્યાં. એ ઉદ્ગારોમાં કવિ પ્રભુ પાસે પોતે કરેલા પાપનો એકરાર કરે છે અને પોતાને ક્ષમા આપવા વિનંતી કરે છે.
સામાન્ય રીતે પુરુષ કરતાં સ્ત્રી વધુ સંવેદનશીલ હોય છે. કવિએ સ્ત્રીના આ વિશેષ ગુણને ધ્યાનમાં રાખીને કૃતિમાં સ્ત્રીપાત્રનો પ્રવેશ કરાવીને પ્રભુને વંદના કરી છે. જેમકે, “બાહુજિન સ્તવન.' આ સ્તવનમાં એક સ્ત્રી અને એક પ્રસંગે બાહુજિનસ્વામીનાં દર્શન થયેલાં એ પ્રસંગની અનુભૂતિ પોતાની માતાને કહે છે એ રીતે કવિએ બાહુજિન સ્વામીની સ્મરણવંદના કરી છે :
રામતિ રમિલા હું ગઈ,
મોરી સહીયર કેરઈ સાથિ રે માઈ. આ રીતે સ્વતનનો આરંભ થાય છે અને પછી બાહુજિનસ્વામીના વૈભવ, વિશેષતા અને રૂપ વિશે વાત આવે છે.
“સીમંધરજિન સ્તવન', “વીરજિન સ્તવન' અને દેવયશાજિન સ્તવન'માં સંવાદ-ઉબોધનની રીતિ છે. “સીમંધરજિન સ્તવનમાં એક સ્ત્રી તેની સખીને સંબોધીને કહે છે –
સખી શ્રેયાંસ ઘરે જાય પુત્ર રતત્ર કિ. ચાલી રે,
આપણ દેખવા જઈયઇ, નયણે કુમાર નિહાલીયઈ. અને પછી સીમંધરસ્વામીના જન્મના વધામણાથી માંડીને તેમનાં યૌવન, લગ્ન, રાજયાભિષેક અને સંયમ સુધીના પ્રસંગો સખીને કહે છે. વળી, સીમંધરસ્વામીની પ્રશસ્તિ કરતાં કહે છે કે એ એટલા મહાન છે કે ઈન્દ્ર-ઇન્દ્રાણી પણ તેમની આરતી ઉતારે છે અને તેમના દર્શન માત્રથી ભવોભવનાં કુકર્મો ભસ્મ થઈ જાય છે. એ જ રીતે, “વીરસેનજિન સ્તવન'માં પણ એક સખી તેની બીજી સખીને કહે છે –
સહીરો રે ચતુરસુજાણ, આવઉ વીરસેન નંદિવા રે, છોડી રે વિષય વિકાર, કીજઇ પ્રભુની ચાકરી રે,
ધરીયાં રે હીયડઈ ધ્યાન કરમ ખાઇ ભવ કેરડાં રે. પ્રસ્તુત સ્તવનમાં પોતાના પાપનો એકરાર કરીને સ્વામી વીરસેનની કૃપા પ્રાપ્ત કરવાની વાત કવિએ સખીમુખે કરી છે. દેવયશાજિન સ્તવનમાં પત્ની પતિને કહે છે – કિતા સુણિ હો કહું એક વાત,
આપણે જાણ્યું પ્રેમ સું, ગોરી એમ ભણઈ. આ સ્તવનમાં દેવયશાસ્વામીના મોહક, સુરભિયુક્ત રૂપની વાત પત્ની પતિને કરે છે. વળી, એમ પણ કહે છે કે તેમની આગળ આનંદનો રાસ રમીને, ચાલો, આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org