________________
જિનહર્ષકૃત “વીશી' તીર્થંકરસ્તવન – ગરબા રૂપે [ ૩૦૩
(૧૦) ઊંચા તે મંદિર માલીયા નઈ,
નીચડી સરોવર પાલી રે માઈ. (બાહુજિન સ્વ.૩) (૧૧) પાટણ નગર વખાણીયાં, સખી મોહે રે હારી, લખમી દેવિકિ ચાલી રે, આપણ દેખિવા જઈયઈ.
(સીમંધરજિન રૂ.૧) વીશીમાં દેશીઓની પસંદગીની જેમ સ્તવનોમાં પ્રયોજાયેલી ધ્રુવાઓ પણ વૈવિધ્યપૂર્ણ છે. રિ', “જો', “મા', ‘કિ, રે માઈ', હો રે લાલ' જેવી ચરણના આરંભમાં અને અંતે આવતી ધુવાઓ તો જાણીતી છે. કોઈક વાર બે ચરણની વચ્ચે પણ ધૂવાનું આયોજન થયું છે. જેમકે, “સૂરપ્રભજિન સ્તવનમાં –
હઠ કરિ રહિસ્ય તુઝ સાથિ હો રસીયા, પિણિ તુજ કેડિ ન છોડિલ્યું.
જઉ આલઈ તલ સિવસુખ આલિ હોરસીયા, નહીં તઉ ઝગડઉ માંડિલ્યું.
અહીં, હો રસીયા' બે ચરણની વચ્ચે આવતી ધ્રુવા છે. એ જ રીતે “યુગમંધરજિન સ્તવન'માં બે ચરણની વચ્ચે રે’ આવે છે.
વીશી'માં કોઈક વાર આખું ચરણ કે આખી પંક્તિ ધુવા તરીકે આવે છે. જેમકે, “અજિતવીયજિન સ્તવનમાં –
અજિતવીરજ જિન વીસમાં રે, તું તઉ મોહણ મોહણવેલી, મટકલ થારારે મુખડા તણઉરે. નવ કમલે સોના તણે રે, ચાલઈ ગજગતિ વેલિ,
મટકી થારારે મુખડા તણઉરે. જોઈ શકાય છે કે મટકઉ થારા રે મુખડા તણી રે. ધ્રુવા તરીકે પ્રયોજાયું છે.
કોઈક સ્તવનમાં સંકુલ ધુવાનું આયોજન થયું છે એટલેકે એકથી વધારે ધુવાઓની ગૂંથણી થઈ છે તે ખાસ ધ્યાન ખેંચે છે. જેમકે, “સીમંધરજિન રૂ.માં –
ઘરિ ઘરિ થયા વધાવણા વારૂ વાજઈ હે સખી ઢોલ નીસાણ કિ, ચાલઉ રે. ધવલ મંગલ ગાય ગોરડી,
જોવા આવ્યા હે સખી સુરનર રાણ કિ. અહીં બીજા ચરણમાં વચ્ચે ‘હે સખી અને અંતે કિ', “ચાલઉ રે' અને ચોથા ચરણમાં વચ્ચે હે સખી' અને અંતે કિ જોવા મળે છે તે બધી જ કડીઓમાં આ જ રીતે આવતી ધુવાઓ છે.
એકાંતર ચરણમાં બદલાતી ધૂવાઓ એ આ સ્તવનોમાં જોવા મળતી એક વિશેષ પ્રકારની ધુવારચના છે. જેમકે, “ઋષભાનનજિન સ્તવનમાં –
ઋષભાનન જિન સાતમી ગુણ પ્રભુજી રે, વિહરમાણ જિનરાય ગાવઉ ગુણ પ્રભુજી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org