________________
જિનહર્ષકૃત ‘વીશી’ : તીર્થંકરસ્તવન – ગરબા રૂપે
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં ‘ચોવીશી', ‘વીશી'ને નામે ઓળખાતી સ્તવનરચનાઓ જાણીતી છે અને વિપુલ પ્રમાણમાં મળે છે. ‘ચોવીશી’‘વીશી’ કૃતિનામો જ તેમના સ્વરૂપને સૂચવે છે. “ચોવીશી’ એટલે અતીત, અનાગત કે વર્તમાન ચોવીસ જિનતીર્થંકરોનાં ચોવીસ સ્તવનો. વીશી' એટલે વીસ વિહરમાન જિન તીર્થંકરોનાં વીસ સ્તવનો. જૈનેતર સાહિત્યની પદમાળા પ્રકારની આ સ્તવનમાળા હોય છે. ગેયતા અને સમગ્ર કૃતિની બહાર સ્વતંત્ર પણ ટકી શકવું એ આ ‘ચોવીશી’, ‘વીશી'ની સ્તવનમાળાનાં સ્તવનોનાં સર્વસામાન્ય લક્ષણો છે. આ ‘ચોવીશી', 'વીશી'નાં સ્તવનોમાં કેટલીક વાર તીર્થંકરોનાં જીવન, રૂપ (રંગ, દેહપ્રમાણ વગેરે) વગેરે વિશે કવિ માહિતી આપે છે. કેટલીક વાર તીર્થંકરના વૈરાગ્યભાવ, તેમની ચમત્કારક શક્તિ જેવા વિવિધ ગુણોની પ્રશસ્તિ પણ કરવામાં આવે છે, તો કેટલીક વાર એમાં કવિનો પોતાનો જ ભક્તિ પ્રેમભક્તિનો ભાવ પ્રગટ થયેલો હોય છે.
કીર્તિદા જોશી
ઘણા જૈન કવિઓએ ‘વીશી'ની રચના કરી છે. એમાંની ઘણી વીશીઓ પરંપરાગત રચનાઓ હોય છે પરંતુ, જૈન સાધુકવિ જિનહર્ષની ‘વીશી’· સમગ્ર વીશી સાહિત્યમાં કેટલીક દૃષ્ટિએ જુદી તરી આવે છે અને આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી.
કવિ જિનહર્ષની ‘વીશી'ની સૌથી પહેલી લાક્ષણિકતા એ છે કે આ ‘વીશી’ને કવિએ ગરબા રૂપે ઢાળી છે. કવિ પોતે જ ‘વીશી’ને અંતે આવતા કલશમાં કહે છે - સારદ તુજ સુપસાઉલઇ રે, મા ગાયા ગરબા વીસ રે.
ગરબાની ગેયતાના મુખ્ય આધાર બે છે ઃ એક, એમાં કવિએ પસંદ કરેલી ઢાળો દેશીઓ. બીજું, એની ધુવાઓ. આ વીશીમાં કવિએ પ્રત્યેક સ્તવનની અલગ-અલગ અને કલશની પણ જુદી એમ કુલ ૨૧ ઢાળો દેશીઓનો ઉપયોગ કર્યો છે. એક જૈન કવિ એની જૈન કૃતિમાં જૈનેતર સાહિત્યના જાણીતા ગરબાની ઢાળો દેશીઓનો ઉપયોગ કરે એ જ એક નોંધપાત્ર ઘટના છે. વળી, એ ઢાળ-દેશીઓની કવિએ કરેલી પસંદગી પણ લાક્ષણિક છે. કેમકે, એમાંની કેટલીક દેશીઓ માતાજીના ગરબાની છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org