________________
૩00 D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ થાય છે.
કાવ્યના આરંભની બે ઢાળમાં ને પાછળની (૧૦થી ૧૩) કેટલીક ઢાળમાં ઉદ્રકના અંશો વધારે છે. સમુદ્રની ગુણગાથા, વહાણનો કોપ, કાળની સર્વશક્તિમત્તાનું ઝૂલણા છંદમાં મુકાયેલું વર્ણન, સમુદ્રનું રૌદ્ર રૂપ (‘ભૂત ભયંકર સાયર જબ હુઓ' ત્યારે 'જલનઈ જોઇ રે અંબર ઊછલઇ, મચ્છ પુચ્છ કરી વંક') – આદિમાં વર્ણ-શબ્દ-શક્તિનું પ્રાધાન્ય છે, અન્યત્ર તર્ક-અર્થશક્તિનું પ્રાધાન્ય છે. એટલે, અંતે,
એ ઉપદેશ રચ્યો ભલો હો, ગર્વત્યાગ હિત કાજ' એવી લશ્રુતિ હોવા છતાં કાવ્યરચનાની ઘણીબધી વિશેષતાઓ પણ આમાં પ્રગટ થતી રહી છે. દેશીઓના વૈવિધ્યમાં પણ એ દેખાય છે.
અને એથી જ, આજે વાંચતાં પેલો ગર્વત્યાગ ઉપદેશ ગૌણ બની જાય છે ને રચનાકૌશલ જ પ્રધાન અને આસ્વાદ્ય બની રહે છે. મધ્યકાળના વિપુલ કાવ્યરાશિમાં એ જ કારણે આવી લાક્ષણિક કૃતિઓ જુદી તરી આવે છે ને પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org