________________
૨૯૮ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કવિની મર્મશક્તિનો પરિચય અહીં મળે છે. કાવ્યને રસપ્રદ ને લોકપ્રિય કરવા માટે ચમત્કૃતિ નિપજાવતા શબ્દના અલંકારોને પણ એમણે પ્રયોજ્યા છે. સમુદ્રની ખાસિયત બતાવતી બે જ પંક્તિમાં દરિયા, ભરિયા, તરિયા, ડરિયા, પરવરિયા એવા આંત-પ્રાસવાળા એકધારા શબ્દોમાં આ કૌશલ દેખાય છે. પણ કવિની વર્ણસૂઝ ઊંડી પણ છે ને એથી અલંકરણ કાવ્ય-સૌંદર્ય નિપજાવનારું પણ બની આવ્યું છે. સમુદ્ર પોતાની સિદ્ધિની વાત કરે છે એ આલેખનમાં આવી સુંદર પંક્તિઓ મળે છે ?
તાજી રે મુજ વનરાજિ, જિહાં છે તાલ તમાલ, જાતિફલ દલ કોમલ, લલિત લવંગ રસાલ;
બકુલ મુકુલ વલિ અલિકુલ મુખર સખર મચકુંદ અને આગળ ૧૦મી ઢાળમાં, કાળનું સર્વશક્તિમાનપણું આલેખાયું છે ત્યાં ઝૂલણાના તૃત વેગમાં વર્ણલયનું પણ પ્રભાવક સૌંદર્ય અનુભવાય છે :
કાલ વિકરાલ કરવાલ ઊલાળતો
નિશિતશિર ધાર જલધાર વરસે ઘણું ઘડીભર કાન્તની યાદ આપી દે એવું પદાવલીનું રમણીય રૂપ અહીં રચાયું છે.
આખા કાવ્યમાં વાતચીતના લહેકા ને કાકુ પ્રગટાવવામાં ને ઘરેલુ બાની પ્રગટાવવામાં કવિએ ભાષાશક્તિને સારી રીતે ખપે લગાડી છે. સાગરનો ટોણો તુજ મુજ વિચ જે અંતરો તે મુખ કહ્યો ન જાય' ને વહાણનો વળતો ઉપાલંભ “તીરથપણું, તુજ મુખિ કહ્યું ન જાય' – એમાં કે, આત્મપ્રશંસા અતિશય શું કરવી, ઝાઝું બકબક શું કરવું એવા અર્થમાં ‘ચો કરવો કંઠસોષ' (કઠે શોષ પડે એમ સતત શું બોલવું), જેવા પ્રયોગમાં કે “કાઢ પૂરા દૂધમાં રે” અને “ગરજે કહીએ ખર પિતા', જેવી કહેવતરૂ૫ ઉક્તિઓમાં આ લાક્ષણિકતા દેખાઈ આવશે. સામાન્ય લોકચિને પણ સ્પર્શવા કરતી આવી ઉક્તિઓ આજે મર્યાદા રૂપ લાગે પણ એ જનમનરંજન અને પ્રસારની મધ્યકાલીન કવિતાની યુક્તિ છે.
આ કાવ્યમાં યશોવિજયની ઉત્તમ શક્તિનો પરિચય તો સંવાદ રૂપે મુકાયેલી ધારદાર તકશ્રેણીઓમાં મળે છે. પુરાણસંદર્ભોને તેમજ પ્રચલિત લોકોક્તિઓને સહજ રીતે વણતા જઈને એમણે સમુદ્રની ગર્વિષ્ઠતાને તેમજ, વહાણના પ્રતિવાદમાં, એ ગર્વિષ્ઠતાનાં ઉપવસનીયતા અને મિથ્યાપણાને અસરકારક રીતે ઉપસાવી આપ્યાં છે.
સમુદ્ર કહે છે કે હું સકારણ ગર્વ કરું છું કેમકે મારામાં વનરાજિ, ઔષધો ને રત્નો છે, મારામાં શેષનાગ વાસ કરે છે ને લક્ષ્મીનારાયણ શયન કરે છે. તું હલકું (વજનમાં ને ગુણે, એવા શ્લેષાર્થમાં) ગરવાના ગુણ શું જાણે ? જેમ “મૂઢ ન જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org