________________
યશોવિજયકૃત “સમુદ્ર-વહાણ સંવાદ
રમણ સોની
યશોવિજયની આ કૃતિ “સમુદ્ર-વહાણ સંવાદ', કે પુષ્પિકામાં નિર્દેશ છે એમ સમુદ્ર-વાહણ વિવાદ રાસ' (રચના ઈ.૧૬૬૧), પરંપરાના માળખામાં રહીને પણ ઘણી વિશેષતાઓ પ્રગટ કરતી એક લાક્ષણિક કાવ્યરચના છે. તર્કસમૃદ્ધ દલીલ-પરંપરાનો એમાં રસપ્રદ જીવંત સંવાદો તરીકે વિનિયોગ થયો છે તો કાવ્યપ્રયુક્તિઓ તરીકે શબ્દ-અર્થના અલંકારોનો ચમત્કૃતિસાધક તેમજ ક્યાંક સૌંદર્યસાધક ઉપયોગ પણ થયો છે. તપગચ્છના નવિજયશિષ્ય આ જૈન સાધુ કાશીમાં ન્યાય, મીમાંસા આદિનો અભ્યાસ કરી ન્યાયવિશારદ' બનેલા અને તર્કશાસ્ત્રના અધ્યયને ‘તાર્કિકશિરોમણિ'નું બિરુદ એમને મળેલું એ વિદ્યોપાસનાનો લાભ એમની ‘જંબુસ્વામી રાસ' ને દિવ્યગુણપયયિ રાસ’ જેવી મહત્ત્વની કૃતિઓને તેમ આ કૃતિને પણ મળેલો જોઈ શકાય છે.
કાવ્યના આરંભે વસ્તુનિર્દેશની સાથે જ પ્રયોજન પણ સ્પષ્ટ કરેલું છે એમાં. સમુદ્ર અને વહાણના વૃત્તાન્તમાંથી ફલિત થનાર મત કરો કોઈ ગુમાન' એવા ઉપદેશમાં ધર્મદ્રષ્ટિ છે તો બીજી એક કવિષ્ટિ પણ છે : કવિ કહે છે કે આ કથા ‘કૌતક કારણે” – વિસ્મયના આનંદ માટે – પણ કરી છે જેથી સાંભળનારનાં મન ઉલ્લાસ પામે. – ‘જિમ વસંત સહકાર'.
શરૂઆતમાં ને અંતે કવિએ ઘટનાસંદર્ભ બાંધ્યો છે – દરિયાપાર જતા વેપારીઓ કુટુંબની વિદાય લઈ ધર્મવિધિવત્ પ્રયાણ કરે છે ને અંતે સમૃદ્ધિ રળી લાવી સ્વાગત પામે છે, એની વચ્ચે, સજીવારોપણની વ્યાપક પરંપરામાં દૃઢ થયેલી પ્રયુક્તિ રૂપે વહાણ અને સમુદ્રનો વાદ-વિવાદ નિરૂપાયો છે. કાવ્યનું કેન્દ્રીય વસ્તુ તો, અલબત્ત, આ સંવાદ જ છે.
વિવિધ દેશીઓ ને દુહાના બંધવાળા ૧૭ ઢાળની ૨૮૬ કડીઓમાં વિસ્તરેલી આ કાવ્યરચનામાં પહેલી ઢાળથી જ કવિની શબ્દશક્તિનો ને તર્કકૌશલનો પરિચય થાય છે. મધદરિયાનો ઉછાળ અને ગર્જન સમુદ્રના ગર્વિષ્ઠ વ્યક્તિત્વ રૂપે ચાક્ષુષ થવા માંડે છે. આ ગર્વ અમે વહાણનો પુણ્યપ્રકોપ શરૂ થાય એ પહેલાં કવિએ સમુદ્રની સ્વગુણપ્રશસ્તિને, આત્મરતિને એક સરસ શૃંગારિક દૃષ્ટાન્તથી અસરકારક રીતે દર્શાવી છે :
ગર્વે નિજગુણ બોલે, ન સુણે પરકહ્યો રે; રસ નવિ દિએ તે નારી કુચ જિમ નિજ રહ્યો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org