Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 308
________________ બાલાવબોધકાર મેરુસુંદરગણિ અને તેમનો ‘શીલોપદેશમાલા બાલાવબોધ' ] ૨૯૫ પ્રકૃતિના ભાવો કે માનવભાવોનું નિરૂપણ કરવા માટે કવિએ વર્ણનોનો સંયમિત ઉપયોગ કર્યો છે. મોટા ભાગે બેત્રણ વાક્યોમાં જ કવિ પ્રકૃતિવર્ણન આપી દે છે કે માનવપાત્રોની લાક્ષણિકતાઓ સૂચવી દે છે. પરંતુ ક્યાંકક્યાંક મધ્યકાલીન રૂઢિ મુજબ પ્રાસબદ્ધ ટૂંકાં વર્ણકોનો પણ ઉપયોગ તેમણે કર્યો છે. (૫) ચોટદાર સંવાદો ઃ કવિએ પ્રસંગોનું સીધું નિરૂપણ ન કરતાં સંવાદો પાસેથી ઘણા ભાગે તે કામ લીધું છે. તેમના સંવાદો રસિક છતાં સીધા અને સચોટ હોય છે. ટૂંકામાં ટૂંકા વાક્યોમાં પાત્રો વચ્ચેના સંવાદો કવિ ગોઠવે છે અને તે દ્વારા ધારી અસર નિપજાવે છે. આ પાંચે વિશેષતાઓ મહદંશે સમગ્ર બાલાવબોધમાં બધી કથાઓમાં જોવા મળે છે. એક નાનકડી કથામાં પણ આ પાંચે વિશેષતાઓ કેવી વણાઈ ગઈ છે તે જોઈએ. પૌરાણિક પ્રસંગ “યદા કાલિ દક્ષ નામા પ્રજાપતિ સઉ કન્યાનઉ પ્રદાન કરિવા લાગઉ, તિવારઇ સત્તાવીસ કન્યા ચંદ્રન દીધી. ઇમ સઘલીઇ કન્યા દેતાં દેતાં એક કન્યા રહી. કોઇ વ૨ ન દેખઇ. ઈશ્વર ભસ્માંગી, ગલઇ ઝુંડમાલા, હાથિ ખપ્પર, વાહન વૃષભ એહવઉ દેખી કન્યા ગૌરી ઈશ્વરનઇ દેઈ નિશ્ચિંત હૂંઉ. તિવાર પછઇ દક્ષ પ્રજાપતિઇ જાગ માંડિઉ. તિહાં સર્વ જમાઈ તેા. આપણી આપણી રુદ્ધિઇ સર્વ જમાઈ આવ્યા. પણિ રુષિ ઈશ્વર ન તેડિઉ, જાણિઉં – એહવઇ કુરૂપ જમાઇ આવિઇ અમારી મામ જાસિઇ. સ્ત્રીદાસત્વનાં ઉદાહરણોમાં બાલાવબોધકારે આ રીતે આલેખ્યો છે ઃ દક્ષયજ્ઞભંગનો પછઇ અનેક વ્રીહિ જવ તિલ સમિધાદિ સર્વ યાગના ઉપકરણ મેલ્યા. મનુષ્યનાં સહસ્ર મિલ્યાં છઇ. બ્રાહ્મણ વ્યાસ ત્રિવાડી દવે ઓઝા પંડ્યા આચાર્ય મિશ્ર રુષિ જોષી તિહાં સર્વ મિલ્યા છઉં. તિસિઇ નારદ ઋષિ પણિ ન તેડિઉ, જાણિઉં કલહ રિસઇ. પછઇ એ વાત નાદિઈ જાણી. નારદ ઈશ્વર સમીપિ ગયઉં, જોઉનઇ, દક્ષ નામા પ્રજાપતિઇ સહૂ તેડિઉ, પણિ તું એક જ ન તેડઉ. તુ આજ તાહરી મામ જાસિઇ.' ઈશ્વરિ કહિઉં ‘ઋષિ ! સ્યું કીજઇ ?’ કહિઉં – ‘જઇ આપણુ પરાક્રમ દેખાડિ.’ પછઇ ઈશ્વર ગૌરી સહિત તિહાં આવિઉ, તુહી દક્ષ પ્રજાપતિઇ બોલાવિઉ નહી. પછઇ ગૌરિઇ અપમાન પામી અગ્નિકુંડ માહિ ઝાંપ દીધી. તિસિ6 ઈશ્વર રીસાણઉ, આગ્નેય શસ્ત્ર મૂકિઉં. તિણિ પ્રલયકાલ સરીખઉ અગ્નિદાઘ ઊપનઉ. યાગના લોક સર્વ દિસોદિસિ નાઠા. ઈણઇ પ્રસ્તાવિ ગૌરીનઉ વિરહ અણુસહત અમૃતિ કરી તે અગ્નિકુંડ સીંચઉં, ગૌરી જીવાડી, સ્નેહ લગઇ આપણઉ અર્ધ અંગ દીધઉ. તિવાર પછી અર્ધનારીનટેશ્વર એ નામ હૂઉ.” Jain Education International - (૯. હરની કથા) આ ઉદાહરણમાં ઉપર જણાવેલી પાંચે લાક્ષણિકતાઓ જોઈ શકાય છે. અહીં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355