________________
૨૯૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પાછળથી પલ્લવિત થતાં થતાં લાંબી કથાનું રૂપ ધારણ કરે છે. “કહારયણ કોસ' અખાણયમણિકોસ” જેવા પ્રાકૃત કથાકોશગ્રંથોમાં આવી અનેક કથાઓ સંગ્રહાઈ છે. ધર્મદાસગપણની ઉપદેશમાલા', હરિભદ્રસૂરિની ‘ઉપદેશપદ અને બીજી પણ પુષ્પમાલા', “ભવભાવના', ‘ઉત્તરાધ્યયન સૂત્ર' આદિ કૃતિઓની સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓમાં આવી કથાઓને પલ્લવિત થવા ખૂબ અવકાશ મળ્યો. તે જ પરંપરા ગુજરાતીમાં ઊતરી આવી અને ‘ઉપદેશમાલા', “પુષ્પમાલા', “પડાવશ્યક સૂત્ર', ભવભાવના' જેવા ગ્રંથોના બાલાવબોધોમાં વિવિધ પ્રકારે આવી વિવિધ કથાઓ ગુજરાતી ભાષામાં મુકાવા લાગી. આ જ રીતે ઉપર્યુક્ત કથાઓ “શીલોપદેશમાલા'ના બાલાવબોધમાં પણ નિરૂપાઈ છે.
પહેલાં કહ્યું તેમ “શીલોપદેશમાલા બાલાવબોધ' “શીલતરંગિણી' નામક સંસ્કૃત ટીકાના આધારે રચાયેલી છે. જાણે કે તેનો મુક્ત અનુવાદ છે. છતાં વ્યાખ્યાનકાર તરીકેની ઉપાધ્યાય મેરુસુંદરની નૈસર્ગિક કુશળતાને કારણે સમગ્રતયા એક આગવી મુદ્રા પ્રગટાવે છે.
ઉપાધ્યાય મેરુસુંદરની આવી વિશેષતાઓ નીચેના પાંચ મુદ્દાઓમાં રહેલી
(૧) ભાષાની સરળતા, અકૃત્રિમતા અને પ્રવાહિતા : ‘શીલોપદેશમાલા બાલાવબોધ'ની ભાષા બોલચાલની સરળ ભાષા છે. વિના આયાસ તે પ્રવાહબદ્ધ વહ્યા કરે છે. મૂળ ગ્રંથની પ્રાકૃત ભાષાની તથા ટીકાની સંસ્કૃત ભાષાની સાધારણ અસર તેના પર છે અને ક્યાંકક્યાંક ફારસી શબ્દો પણ તેમાં દેખા દે છે. પરંતુ એકંદર તે કર્તાના સમયની બોલવામાં વપરાતી ગુજરાતી ભાષા છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આ બાલાવબોધના ગદ્યને તત્કાલીન કથાકથનના ગુજરાતી ગદ્યનું પ્રતિનિધિ કહ્યું છે તે યોગ્ય જ છે.
(૨) કથાઓની નવી રીતે – નવા પરિવેશમાં રજૂઆત ઃ “શીલોપદેશમાલા. બાલાવબોધીને ગુજરાતીમાં ઉતારતી વેળાએ કવિ સમક્ષ તત્કાલીન બૃહદ્ ગુજરાતી સમાજ હતો, જેના આગવા રીતરિવાજો, આગવી સંસ્કૃતિ હતી. આથી સ્વાભાવિક રીતે જ તેમણે કથાઓને નવા પરિવેશમાં મૂકી છે. જેમ ભાષા ગુજરાતી થઈ ગઈ તેમ મૂળનો પરિવેશ બદલાઈને ગુજરાતી બની ગયો. સંસ્કૃત-પ્રાકૃતની અલંકારમય શૈલી છોડીને કવિએ અહીં સીધી સરળ રજૂઆતની શૈલી અપનાવી છે. છતાં અહીં કથાઓ કેવળ મુદ્દાઓની નોંધ ન બની રહેતાં સાવંત વાર્તારસને જાળવે છે.
(૩) નવાં પાત્ર કે પ્રસંગનો ઉમેરો : કવિએ મૂળ કથાનકને નવા પરિવેશમાં મૂકતાં ક્યાંકક્યાંક નવાં પાત્રો મૂક્યો છે. નવા પ્રસંગો મૂક્યા છે. તો ક્યાંક મૂળનાં કંલ્પનોને નવો અર્થ આપ્યો છે. વળી પાત્રોનો ચરિત્રવિકાસ તેમણે આગવી રીતે જ સાધ્યો છે.
(૪) સરળ, અલંકાર અને આડંબરરહિત છતાં અસરકારક વર્ણનો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org