Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 296
________________ સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ | ૨૮૩ વર્ણનથી. પંચ શબદ વાજઇ વલિ ઢોલહ મૃગનયણી મંગલ મુખિ બોલહ. દૂહા, ગીત ભણઈ ગુણગાથા. કુકમ કેસરના ઘઈ હાથા. તલીઆ તોરણ નઈ ધજ ગૂડી, લહલહતી દીસઈ અતિ રૂડી, ચંદ્રઅડ ઊભવા વિચિત્રહ, નાચઈ પાત્ર સરૂપ વિચિત્રહ. પણ પછી તો આખું ચિત્ર સંગીતમાં સંક્રમે છે : * ઘણ ગજ્જઈ જિમ કરીય સુવલ, વજ્જઈ ધધિકિટ બેંકટ મદ્દલ, ચચપટ ચચપટ તાલ તરંગા, થોગિનિ તિર્થંગ નિરાકટ થીંગા. તાથગિનિ તાથગિનિ તિઘુગિનિ તિઘુગિનિ, સિરિગમ માધમિ તુસર સરે, નીચાણ કિ દ્રમતિ દ્રમદ્રમ, કહયંતિ દ્રહદ્રહ કૂલ્ફકાર કરે, ઝધરિ ઝણઝણકંતિ, ભેરી ભણકંતિ, ભોં ભૌ ભૂગલ ભરહરય, ઘૂગ્ધર ઘમઘમકંતિ રણશરણ કંતિ સસબદ સંગિતિ સદવરે. આવાં સ્થાનોમાં ચારણી કાવ્યસંગીતનો ઠાઠ જોવા મળે છે. પુત્રજન્મોત્સવ પછી કવિ સ્થૂલિભદ્રના શૈશવને વર્ણવે છે. અહીંયે કથાનિરૂપણ કરતાં વર્ણનનો રૂપછાક જ ધ્યાન આકર્ષિત કરે છે. “લાલઈ પાલઈ નઈ સંચાલઇ, સુત સાંહાંમઉ વલિ વલિ નિહાલઈ”માં “લ” કારનાં અને ક્રિયાપદોમાંનાં ‘અઈ’ ઉચ્ચારણોનાં પુનરાવર્તનોમાંથી ઝમતું નાદસૌંદર્ય માણી શકાશે. હાથ સાંકલાં સોવિન વીટલડી, હાથી વાંકડલી વલી કડલી. કુલી કમલ ધસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી. આ કડીમાંનું લાલિત્યભર્યું ચિત્ર નોંધનીય છે. સ્થૂલિભદ્રની બાલસહજ ચેષ્ટાઓના વર્ણનમાંની ચિત્ર-સંગીતની જુગલબંધી જુઓ : ચાલઈ ચમકતી, થમ થમ કતલ, રમઝમ કતલ, ઠમકત. લીલા લટકંત, કર ઝટકંતી, ક્ષણિ ચટકંતી, વિલનંત, પુહની તલિ પડતી. પુત્ર આખડતલ, ન રહઈ રડતઉ, ઠણકતઉં. પ૬મી કડીમાં યુવાન સ્થૂલિભદ્રને જોઈને એમની ઓળખ અંગે કોશાના પ્રશ્નોની રમઝટ અને સખીઓનો પ્રથમ “ના ના... અને પછી “હા હામાં એકાક્ષરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355