________________
૨૮૬ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
* રોવાઈ. રીંખઈ, આંસૂ પાડઈ. કોલાહલ થયઉ આખઈ પાડઈ. જ નર વિણ કવણ વસઈ ખોલડીએ, એ એક ગમઇ પ્રીયનઈ ખોલડીએ. * હાર દોર દીસઈ નવિ ગલઈ એ, ભોજન મુખિ સરસ નવિ ગલઈ એ. * ભમરીની પરિ પીઉ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી. * વિરહ વિયોગ ભરી આકંઠહ ન લહઈ દુકખસાગર ની કંઠહ.
ગુરુનો આદેશ મેળવી ધૂલિભદ્ર કોશાને ત્યાં ચોમાસું ગાળવા ગયા. સ્થૂલિભદ્રને જોઈ દાસીએ વધામણી ખાધી. વિચાર્યું કે હવે દુઃખ ભાંગશે ને આનંદનાં પૂર ઊમટશે. પણ સ્થૂલિભદ્રનો તો એક જ ટૂંકો બોલ “અહ્મ યોગી, ઘઉં ચઉમાસિ ઠામ' કોશાને હતાશ કરે છે.
ચોથા અધિકારમાં સ્થૂલિભદ્રનું મન રીઝવવાના કોશાના પ્રયાસોનું શૃંગારરસિક વર્ણન છે, પણ ત્યાંયે કવિએ કાળજી તો કાવ્યના બહિરંગ-સૌંદર્યની જ લીધી છે. નૃત્ય-સંગીતનું સંગીતબદ્ધ વર્ણન જુઓ : * નાચઈ નાચ કરી સિંગાર વિધિકટ બેંકટના ધોકારહ,
ચોલઈ ચીર કસી કરિ ચરણા, ઘમકાવઈ ઝમકાવઈ ચરણા. * તંતી તલ તાલ તવલ દમ દમકઈ ધપમપ દ્રઢંકાર કર્યો.
ધોંકટ કટકટ ટૅગગમ Š તિથનગિ તિથગિ નિપાડગયું. સિરિ સિરિ ગમગમ મઝિમરિ ગગમમ પધમમપ ધુનિ ગીયર,
નાચાં ઇમ કોશિ કલાગુણ દાખઈ, બોલતિ છંદતિ કવિત જસં. નીચેની કડીના આંતરપ્રાસ જુઓ :
કોશા વેશ્યા રમણિ, કેલિ જસા નમણિ, હંસ લીલા ગમણિ, ચતુર ચંપકવરણિ, ઘૂમઈ ઘૂઘર ઘણણિ, જમલિ ઝંઝર ઝણણિ. નાચઈ ખેલઈ તરણિ, ધસઈ ધડહડઈ ધરણિ, વલી વલી લાગઇ ચરણિ, ચવાઈ બોલ મીંઠા વયણિ,
ગુણવેધ ભેદ દાખઈ ઘરણિ, પ્રાણનાથ તોરાં શરણિ. રમણિ, નમણિ, ગમણિ વગેરે ૧૨ શબ્દોનો પ્રાસ અહીં છે. કોશાના હૃદયપરિવર્તન સાથે કાવ્યની સમાપ્તિ થાય છે.
આપણે અહીં કવિએ કાવ્યના સમગ્ર બહિરંગને સૌંદર્યવિભૂષિત કર્યું છે તેનો પરિચય કર્યો. પણ એનો અર્થ એ નથી કે અહીં કૃતિના અંતરંગની છેક જ ઉપેક્ષા થઈ છે. આગળ પણ જેનો ઉલ્લેખ થયો જ છે એવાં કોશા-સ્થૂલિભદ્રનાં પાત્રોમાં જોવા મળતી વિમાસણ, વેદના. વિરહ, કાકલૂદી જેવી ભાવસ્થિતિ-મન સ્થિતિમાં કલાત્મક નિરૂપણો પણ અહીં છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અન્યોક્તિ, સ્વભાવોક્તિ જેવા અથલિંકારોથી પણ કેટલાંયે ચિત્રો મંડિત થયાં છે. ઉત્કટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org