Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 295
________________ ૨૮૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તો એનું મોટા ભાગનું સૌંદર્ય ચૂકી ગયા સમજો. આંતરપ્રાસ, અન્ત્યાનુપ્રાસ, શબ્દાલંકાર, ઝડઝમક, રવાનુકારી શબ્દપ્રયોજના, ચારણી છંદોમાં સાંભળવા મળતો લહિલ્લોળનો રણકો અને ક્વચિત કંક્ય-વાઘ સંગીતની સૂરાવલિ આ બધામાંથી ઊઠતું એક વિશિષ્ટ નાદસંગીત અહીં અસંખ્ય કડીઓમાં માણી શકાશે. કેટલાંયે વર્ણનો અહીં સંગીતબદ્ધ બની આપણને લયપ્રવાહમાં ખેંચી જાય છે. કવિ કાન્તની પંક્તિને અહીં જુદા અર્થમાં પ્રયોજી આપણે કહી શકીએ - ચિત્ર સંગીત થાય.' -V સરસ્વતીની પ્રશસ્તિ કરતી પ્રથમ અધિકારની ૯મી કડી જુઓ : ઘમઘમ ઘૂઘર ઘમઘમ કંતય, ઝંઝર રિમઝિમ રણરણતય, કરિ ચૂડિ રણકંતિ કિ દિપ્પઇ, તુહ સિંગાર કીઉ સહ ઉપ્પઇ. અહીં ઘૂઘરનો ઘમકા૨ અને ઝાંઝરના રણઝણાટથી કવિ આપણને સંગીતમય વાતાવરણમાં ખેંચી જાય છે. અહીં રવાનુકારી શબ્દો, ઝડઝમક અને બે અક્ષરી આર્યાનો છંદોલય – બધું સમન્વિત થઈને નાદસંગીત ઊભું કરે છે. = ૨૮મી કડીની પ્રથમ પંક્તિ ‘ગુણ રોલ લોલ કલોલ કીરતિ ચપલ ચિહું દિસિ હિંસએ’માંની ઝડઝમક આકર્ષિક બની છે. ૨મી કડીમાં – ......જોતર્યા ધર ધડહુડઇ, .....મલપતા ગજ ગડઅડઇ, હણહણઇ ઉપશમ શ્રેણિ હયવર ધરા ધપમય ગવઇ આ પંક્તિખંડોમાંના રવાનુસારી શબ્દોમાંથી ઊપસતું સંગીત ધ્યાનાકર્ષક બને છે. કવિ અનેક જગાએ ભિન્નભિન્ન અર્થવાળા એક જ શબ્દને બે વાર પ્રયોજીને અથવા સમાન ઉચ્ચારવાળા બે શબ્દસમૂહ ગોઠવીને એક પ્રકારની શબ્દચાતુરીની રમત ખેલતા દેખાય છે. પાડલપુર નગરીનું વર્ણન ચિત્રાત્મક તો બન્યું જ છે, સાથે કવિ આવી શબ્દચાતુરી પણ દાખવે છે. જુઓ કડી ૪૮ : ન મોટે મંદિર બહૂ કો રણીઆં. નયંણ ન દીસઇ તિહાં કો રણીઆં, સૂર વહઇ નિતુ કરિ કો દંડહ, કહ તીરઈ નવ દેહ કો દંડહ.’ અને કડી ૫૪ની પંક્તિ ઃ પાલખી† બઇસઇ નરપાલા, હીંડઇ એક વલી નર પાલા. આ પાડલપુર નગરી, એનાં પ્રજાજનો, એની પોષધશાળાઓ અને ધર્મશાળાઓ, બાગબગીચા, વાવસરોવરકૂપ આદિ જળાશયો, એના રાજવી અને મંત્રી બધી વીગતોને સમાવી લેતું પ્રાસાનુપ્રાસયુક્ત નગરવર્ણન કવિ કરે છે. બીજા અધિકારનો આરંભ થાય છે પુત્રજન્મોત્સવના ચિત્રાત્મક રસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355