________________
૨૮૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
જુલાઈ–સપ્ટે. ૧૯૮૪ના અને ઑક્ટો.-ડિસે. '૮૫ના ભાષાવિમર્શ'ના અંકોમાં મુદ્રિત થયાં છે. (આ પછી, આ બે કૃતિઓ ઉપરાંત ‘તેતલિપુત્ર રાસ’ ‘રત્નસારકુમાર રાસ’ ‘ઇરિયાવહીવિચાર રાસ' “જબૂસ્વામી રાસ’ ‘ઇલાતિપુત્ર રાસ’ ‘સરસ્વતીમાતાનો છંદ', “સીમંધર સ્તવન” “શાલિભદ્ર સઝાય’ નિંદાવારક સજઝાય નિંદાની સઝાય’ ‘ધૂલિભદ્ર સ્વાધ્યાય” ને “કોણ્યા ગીત' એ કૃતિઓ નિરંજન વોરાએ સંપાદિત કરી ઈ. ૧૯૮૯માં “કવિ સહજસુંદરની રાસકૃતિઓ' પ્રકાશિત કરેલ છે.)
પરદેશીરાજાનો રાસ’ ૨૧૨ કડીની માનવીનાં શુભાશુભ કર્મના ફળને નિરૂપતી પરદેશી રાજાના કથાનકને આલેખતી રચના છે, જ્યારે “સૂડાસાહેલી રાસ' ઉજ્જૈની નગરીના રાજા મકરકેતુ અને રાણી સુલોચનાની યૌવનમાં પ્રવેશેલી રાજકુંવરી સાહેલીની વિદ્યાધરપુરીના રાજકુંવર શુકરાજ સાથેની પ્રણયક્રીડાને નિરૂપતી કથા છે. પરદેશી રાજાનો રાસની તુલનામાં “સૂડાસાહેલી રાસ’ પ્રમાણમાં વિશેષ રસિક કૃતિ બની છે. દૃષ્ટાંતોની પ્રચુરતાવાળાં વર્ણનો, શૃંગારરસિક કથા અને પોપટ પંખીનું રૂપ ધારી રહેલા શુકરાજ સાથેની સાહેલીની પ્રીત, પોપટ મનુષ્યમાં રૂપપરિવર્તન, આકાશવાણી જેવાં ચમત્કારી તત્ત્વોનો વિનિયોગ આ કૃિતિને આસ્વાદ્ય બનાવે છે.
પણ સહજસુન્દરની પ્રકટ-અપ્રકટ નાનીમોટી કૃતિઓમાં કાવ્યતત્ત્વની દૃષ્ટિએ સૌથી ચડિયાતી અને ઉત્તમ કૃતિ તો “ગુણરત્નાકર છંદ' જ, જે. અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં આજદિન સુધી અપ્રકટ જ રહી છે.
‘ગુણરત્નાકર છંદ'ની રચના ઈ.૧૫૧૬ (સં.૧૫૭૨)માં થઈ છે. કૃતિનો મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલિભદ્ર-કોશાના કથાનકનો છે. આખી રચના કુલ ૪ અધિકારમાં વહેંચાયેલી છે. પ્રથમ અધિકારમાં ૬૮ કડી બીજામાં ૧૬૦ કડી, ત્રીજામાં ૧૦૪ કડી અને ચોથામાં ૮૭ કડી એમ કુલ ૪ અધિકારમાં વહેંચાયેલી, ૪૧૯ કડીની આ રચના છે.
સૌ પ્રથમ ગુરુને નમસ્કાર કરી સરસ્વતીદેવીની સ્તુતિ-પ્રશસ્તિથી કવિ કૃતિનો આરંભ કરે છે. કેવળ કૃતિના આરંભે જ નહીં, પણ પ્રત્યેક અધિકારના આરંભે કવિએ મા શારદાનું સ્મરણ કર્યું છે.
ગુણરત્નાકર છંદ' વાંચતાં એક કથાત્મક કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ તરફ આપણું સહેજે લક્ષ દોરાય છે તે મારી દૃષ્ટિએ આ પ્રમાણે છે :
૧. આ કૃતિમાં વાર્તાકથન કવિનું ગૌણ પ્રયોજન રહ્યું છે.
૨. સ્થૂલિભદ્ર-કોશાની જાણીતી કથાના કેટલાક મહત્ત્વના પ્રસંગોને મલાવી. બહેલાવીને કવિએ વર્ણવ્યા છે. કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે.
૩. સમગ્ર કાવ્યકૃતિના અંતરંગ કરતાં બહિરંગની કવિએ વિશેષ માવજત કરી છે. કાવ્યનું બહિરંગ એ વિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org