________________
૨૭૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
માહાભ્ય ગાતા કે પછી કોઈ યાત્રાનું કે યાત્રાધામનું વર્ણન કરતા રાસા રચાતા. રાસાના વિજય આમ મર્યાદિત હતા. ત્યારે વિચટની કથા જેવી વિદ્યાવિલાસની કથા આલેખીને એક નવો ચીલો પાડવામાં આવે છે. આ પવાડામાં ધર્મબોધનું તત્ત્વ બહુ જ ઓછું કે નહીંવત્ છે. થોડા જ વર્ષોમાં મલયચંદ્ર ‘સિંઘલશી ચરિત્ર'ની રચના કરે છે, અને નવલું કંઈ કવિત કરેલું' એવું કહી પોતાના ફાળા અંગેની સભાનતા પ્રગટ કરે છે. સિંહાસન બત્રીસી'માં એ નવીનતાનો દાવો નથી કરતા. વિક્રમની કથાઓ લોકોમાં પ્રચલિત હશે, લોકોની જીભે આવા વીરનાં નામ ને કથાઓ રમતાં હશે. એ પાત્રની દાનશૂરતાની કથા મલયચંદ્ર કહી છે. અને પાંચ પાંડવો. શ્રેષ્ઠિઓની કથા રાસાનો વિષય બની શકતી એટલે સિંહાસન બત્રીસી'માં નવું કંઈ કયાનો મલયચંદ્રનો દાવો નથી.
‘સિંઘલશી ચરિત્ર'માં કવિ વિક્રમકધાની અસરમાંથી મુક્ત ન થઈ શક્યા હોય એમ જણાય છે અને એવાં કેટલાંક કથાઘટકનો વિનિયોગ કરે છે, જે વિક્રમકથાનું સ્મરણ કરાવી જાય. તે ઉપરાંત અન્ય લોકકથાઓનો પણ વિનિયોગ કરે છે, જેને પરિણામે જ કદાચ અભુત અને ચમત્કારનું તત્ત્વ એમાં આવી જાય છે. ‘સિંઘલશી ચરિત્ર' પણ, દાનધર્મનું મહત્ત્વ આલેખતી રચના છે. તેનો નાયક અન્ય જૈન રચનાઓની જેમ રાજપુત્ર છે. રૂપગુણ સંપન્ન છે. અને નગરનારીઓ એની પાછળ ઘેલી છે. એક વાર સિંઘલ ‘વિકરાલ રૂદન કરતી એક બાલાને બચાવે છે અને બન્ને પક્ષે માતાપિતાની સંમતિ પછી તેને પરહે છે. હાથી બાલાને ઉઠાવી જાય. બાલા રુદન કરે તે સાંભળી રાજપુત્ર બચાવવા દોડે, બચાવે અને લગ્ન કરે એ ઘટનાઓ વિક્રમકથાનું સ્મરણ તો કરાવે જ છે. પણ તે સાથે. બહુ પાછળથી જાણમાં આવેલી “અરેબિયન નાઈટ્સ'ના કથાઘટકનું પણ સ્મરણ કરાવે છે. સિંદબાદની બીજી દરિયાઈ સફરના કથાનકમાં એક પ્રચંડ પક્ષીનું વર્ણન આવે છે, જે માણસને કે પશુને પકડીને ઊડી શકે છે, મોટમોટા ખડક ઉપાડી શકે છે. મલયચંદ્રને “અરેબિયન નાઇટ્સ'ની કથાઓની માહિતી હતી એવું કહેવાનો અહીં આશય નથી. પણ એ કથાઓ ઉપલબ્ધ સ્વરૂપમાં ૧૮મા સૈકામાં સિદ્ધ ભલે થઈ, પણ કેટલાક વિદ્વાનો એનું મૂળ ભારતીય રૂપ માન્ય કરે છે એ યાદ રાખવું ઘટે. આગળ (પર રાતા ગજસિંહ રાજાના રાસમાં અને જૂની ગુજરાતી. પ્રથમ ગવનનૂપ તરીકે ઓળખાતા માણિક્યસુંદરના “પૃથ્વીચંદ્રચરિત'માં અનુક્રમે હાથી દ્વારા અને હંસ દ્વારા કન્યા ઉપાડી જવાના પ્રસંગો આલેખાયા છે.
નગરનારીઓની સિંઘલ માટેની ઘેલછા અને ઘર, વર ને બાળકો પ્રત્યે પણ દુર્લક્ષ કરવાની વાત. કૃષ્ણ માટેની ગોપીઓની ઘેલછા જેવી જ છે. રાજવી પિતા સિંઘલને બહાર નીકળવાની ના પાડે છે, એ ઘિલને માન્ય નથી થતું. એટલે એ પત્ની ધનવતી સાથે નગરત્યાગ કરે છે. સિંહલદ્વીપથી નીકળી એ “વેલાઉલ’ જાય છે અને ત્યાંથી વહાણમાં બેસે છે, તોફાનમાં વહાણ ડૂબતાં બન્ને છૂટાં પડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org