________________
૨૭૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ચિત્રપલટો સમજવા પ્રયત્ન કરવો પડે છે. આ વર્ણનપ્રસંગ ૪૩મી કડીએ પૂરો થાય છે. તે પછી ચિત્રશક્તિનો વિનિયોગ ક્યાંય જોવા મળતો નથી, એટલે જ પ્રારંભના પ્રયાસમાં આયાસ વરતાય છે.
આ રચનાઓ દૃશ્ય પ્રકારની પરંપરાનું પરિણામ હોઈ તેમાં આવી ક્રિયાને જેટલું મહત્ત્વ હતું તેટલું ભાષાકર્મ કે સાહિત્યગુણને કદાચ મહત્ત્વ ન હતું. એટલે જ છંદોવૈવિધ્ય કે અલંકારનો આશ્રય લેવાતો નથી. સીધેસીધું કથાવર્ણન ચાલતું રહે છે. કથાપ્રસંગો, નામાવલિઓ આવ્યા કરે છે. પરંતુ એમાંય ક્યાંક સાધુકવિની દૃષ્ટિ સુંદરતા જોવા ને દેખાડવા મથે છે. સિંઘલ-ધનવતીનાં લગ્ન અંગે લોકોના આનંદનું શબ્દાંકન કરતાં એ લગ્ન એટલે જાણે ચંદ્ર-રોહિણીનાં લગ્ન – “યુગનું મેલાપક એ ભયુ, ચાંદુ જિમ રોહિણીવર થયું' એવું વર્ણન મળે છે. પ્રવહણ ચલઈ પવનનઈ પ્રાણિ', “ચાલિ ચતૂર તૂ ચંદન ચાહિ જેવા પ્રાસાનુપ્રાસ અલંકાર દ્વારા રચનાનું શ્રવણસૌંદર્ય વધારવાના પ્રયાસ કરેલા જોવા મળે છે. જોકે, આવાં રથાન અત્યંત,
સિંઘલને કુશલનગરમાં એક સાધુ દીનાર ખંખેરતી થી આવે છે ત્યાં પ્રયોજાતો “દીનાર' શબ્દ; માલિમ, ખલાસી, નાખૂય સિદ્ધ વગેરે વહાણવટાના શબ્દોનો વિનિયોગ જોતાં તત્કાલીન ગુજરાતી ભાષા પર અન્ય ભાષાની અસરની દૃષ્ટિએ આ રચના અભ્યાસ માગે છે. ગુજરાતમાં મુસલમાન શાસન ૧૩મા સૈકાના અંત ભાગમાં સ્થપાયું હતું. પણ તે પૂર્વે ઘણા સમયથી વહાણવટા અને વેપાર ખાતર ગુજરાત સાથે મુસલમાનોને સંબંધ હતો. અરબ અને મુસલમાન વેપારીઓના થાણાં ભરૂચ-ખંભાતમાં હતાં એ બધી હકીકતો ઇતિહાસમાં નોંધાયેલી જ છે. સિંઘલશી ચરિત્ર' પછી પણ ઈ.સ.૧૪૮૭ પૂર્વેના ગણાતા મૃગાંકલેખા રાસ', ઈ.સ.૧૧૫ની ‘ગુણકરંડ ચોપાઈ', ઈ.સ. ૧૬૪૦ના ‘હરિશ્ચંદ્ર રાજાનો રાસ' વગેરે કેટલીક રચનાઓમાં નાણાં તરીકે “ીનાર' શબ્દનો વિનિયોગ થતો દેખાય છે. પણ બહુ છૂટથી – પ્રચલિત શબ્દનો વિનિયોગ થતો હોય એવું લાગે એટલી છૂટથી – દીનાર' શબ્દ યોજાયો જણાતો નથી.
આમ એકંદરે જોતાં ચમત્કારનાં અને અદ્ભુતનાં તત્ત્વો દાખલ કરવા ને વિષયનું વર્તુળ થોડું વિસ્તૃત બનાવવા ક્ષેત્રે મલયચંદ્ર નવું પદાર્પણ કર્યું છે એમ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org