________________
આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૧
આમ આ કથા પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં લોકપ્રિય હોય એમ જણાય
પ્રતવર્ણન
આ કૃતિની એક પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના હસ્તપ્રત ગ્રંથભંડારના મુનિશ્રી પુણ્યવિજયજી ગ્રંથસંગ્રહમાં ક્રમાંક ૨૧૯૯ તરીકે સંગ્રહાયેલી છે. અહીં પ્રસ્તુત કૃતિનો પરિચય તે પ્રત પરથી આપવામાં આવ્યો છે. પ્રતમાં કુલ ૨૬ પત્રો અને ૩૩૬ કડીઓ છે. પત્રનું માપ ૨૮.૦ ૪ ૧૧.૦ સે.મિ. છે. પ્રત્યેક પત્રમાં દશ પંક્તિઓ છે. પત્રનો ક્રમાંક જમણી બાજુએ હાંસિયામાં દર્શાવ્યો છે. પત્રની સ્થિતિ સારી છે. આરંભમાં બીજું કશું નથી, કાવ્યનો જ સીધો આરંભ થયેલો છે, અંતે “ઇતિશ્રી વિદ્યાવિલાસ રાસ, ભગવ. સૌભાગ શ્રી ગણિ ચેલી રત્નશ્રી એતદર્થ લિખિત, ઉપાધ્યાયશ્રી જસસુંદરગુરુ શિષ્ય ઉ. સંવેગસુંદરગણિભિ, છ' લખેલું મળે છે. તે પરથી આની નકલ ઉપાધ્યાયશ્રી જસસુંદર ગુરુના શિષ્ય ઉ. સંવેગસુંદરગણિએ કરેલી છે, એમ કહી શકાય. પ્રતનો લેખનસમય પ્રાપ્ત થતો નથી, પણ લેખનપદ્ધતિ અનુસાર તે અનુમાને સત્તરમાં શતકનો હોય એમ લાગે છે. કાવ્યના કર્તા : ઉપાધ્યાય આજ્ઞાસુંદર કત કે કવિના નામ કે ગુરુપરંપરા વિશે કાવ્યના અંતિમ ભાગમાં
ખરતરગચ્છ જિનવધનસૂરિ, તાસ સીસ બહુ હરિખ પુરિ. ૩૩૪ શ્રી આજ્ઞાસુંદર ઉવઝાય, નવરસ કિદ્ધ પ્રબંધ સુભાય..
સંવત પનરસો બોત્તરઈ વરસિ, રચિઉ રાસ એહ સુરસિ ૩૩૫.
એ પ્રમાણે મળતા ઉલ્લેખ પરથી આ કૃતિના કત ખરતરગચ્છના શ્રી જિનવર્ધનસૂરિના શિષ્ય આજ્ઞાસુંદર ઉપાધ્યાય છે.
કૃતિમાં પ્રાપ્ત ઉલ્લેખ પરથી કાવ્યની રચના સંવત ૧૫૧૬ (ઈ.સ. ૧૪૬૦)માં થઈ છે એમ કહી શકાય. કાવ્યનો બંધ
૩૩૬ કડીનો આ કાવ્યનો પઘબંધ મુખ્યત્વે દુહા-ચોપાઈ તથા કેટલાંક સ્થાને ઢાલદેશી (કડી ૮૯-૯૬, ૧૪૫–૧૫૦, ૨૪૮૨૬૬)નો ને ક્વચિત્ “વસ્તુછંદ તથા પધડછંદ'નો છે. વળી વચ્ચે પ્રાકૃત ગાથાઓ (કડી ૩૩૭–૩૪૧) પણ જોવા મળે છે. વિદ્યાવિલાસ રાસ : એક કાવ્ય તરીકે
૩૩૬ કડીના આ રાસકાવ્યમાં વણ્ય વિષય વિદ્યાવિલાસના ચરિત્રને નિરૂપવાનો છે. મુખ્ય ઘટના આ પ્રમાણે છે:
ઉજેણીનગરીના રાજા જગનીકના રાજ્યમાં ધનાવહ શેઠ છે. તેને ચાર પુત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org