________________
આજ્ઞાસુંદરકૃત ‘વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય
પ્રાસ્તાવિક
માનવને એના આદિકાળથી કથા કે વાર્તા પરત્વે અખૂટ રસ રહ્યો છે. એના સુળ રૂપે વિશ્વના ભિન્નભિન્ન દેશ, ભાષા, સમાજ અને સંસ્કૃતિના ઉષાકાલથી આરંભી આજપર્યંત કથા કે વાર્તાનું સર્જન અને ભાવન થતું જ રહ્યું છે. ભારતમાં પણ છેક ઋગ્વેદથી આરંભી બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદકાલથી આવું કથાસાહિત્ય કે વાર્તાસાહિત્ય સર્જાયેલું છે. સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં તો ‘બૃહત્કથા’, ‘વસુદેવહિંડી’ ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ', ‘કથાસરિત્સાગર', ‘બૃહત્કથામંજરી', વૈતાલપંચવિંશતિ' ઇત્યાદિ અનેક કથાગ્રંથો કે વાર્તાગ્રંથો પ્રાપ્ત થાય છે.
કનુભાઈ શેઠ
પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પણ આ વારસો જાળવી રાખે છે. ઈ.સ.૧૨મી સદીથી આરંભી આજપર્યંત આવી અનેક વાર્તાઓ જૈન અને જૈનતર કવિઓ દ્વારા રચાઈ છે. અત્રે આવી અદ્યયાવત્ અપ્રસિદ્ધ કૃતિ આાસુંદરકૃત વિદ્યાવિલાસ પવાડુ' (ઈ.સ.૧૪૬૦)નો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. કથાપરંપરા અને પ્રસ્તુત કૃતિ
પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યમાં વિદ્યાવિલાસની કથા અનેક કવિઓને હાથે રચાયેલી મળી આવે છે. આ કથા સંસ્કૃત પઘ કે ગદ્યમાં કે પ્રાકૃતમાં સ્વતંત્ર રૂપે કે દૃષ્ટાંત લેખે મળી આવે છે.
આ કથા સર્વ પ્રથમ આપણને સંસ્કૃતમાં વિનયચંદ્રકૃત ‘મલ્લિનાથ ચરિત્ર’૧ (ઈ.સ.૧૨૩૦) અન્તર્ગત “મુર્ખચટ્ટ અને વિનયચટ્ટ'॰ની ઉપકથા તરીકે જોવા મળે
છે.
રાસ પ
પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતીમાં ઊરાણંદસૂરિષ્કૃત વિદ્યાવિલાસ પવાડો' (ઈ.સ.૧૪૨૯), આજ્ઞાસુંદરકૃત ‘વિદ્યાવિલાસ પવાડુ” (ઈ.સ.૧૪૬૦), અજ્ઞાતકૃત વિદ્યાવિલાસ ચોપાઈ (ઈ.સ.૧૫૭૫), કવિ માણેકકૃત વિદ્યાવિલાસ (ઈ.સ.૧૬૧૬), કવિ જિનહર્ષકૃત વિદ્યાવિલાસ રાસ' (ઈ.સ.૧૬૫૫), અમરચંદ્રકૃત‘વિદ્યાવિલાસ ચરત્ર રાસ (ઈ.સ.૧૬૮૯), ઋષભસાગરકૃત વિદ્યાવિલાસ રાસ’૮ (ઈ.સ.૧૭૮૪), તથા શામળકૃત વિદ્યાવિલાસિની વાર્તા' અથવા વિદ્યા-વિનેચટ્ટની વાત (ઈ.સ. ૧૮મું શતક)માં આ વિદ્યાવિલાસની કથા અલ્પભેદે સમાનપણે પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org