Book Title: Madhyakalin Gujarati Jain Sahitya
Author(s): Kantilal B Shah, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 269
________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ જોરાવરસિંહ પરમાર તપાગચ્છના પચાસમા પટ્ટધર આચાર્ય અને ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ વિદ્વાન સાધુ હતા. તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પદ્ય-ગદ્ય ગ્રંથોની રચના કરી છે, ઉપરાંત મહત્ત્વના ગ્રંથોના બાલાવબોધ પણ કર્યા છે, જેમાંનો એક તે ઉપદેશમાલા બાલાવબોધ' છે. મૂળ “ઉવએસમાલા' પ્રાકૃતમાં આ છંદમાં પ૪ર ગાથાઓમાં (ત્રણ ગાથાઓ પ્રક્ષિત મનાય છે) શ્રી ધમ્મદાસગણિએ રચેલ મનાય છે. ઔપદેશિક સાહિત્ય અને આચારશાસ્ત્રનો એ સર્વપ્રથમ ગ્રંથ મનાય છે. તેમાં ગુરુમહત્ત્વ, વિનય, ક્ષમા, અજ્ઞાનતપનું ફલ, સહનશીલતા. શીલપાલન, સ ત્વ , પાંચ સમિતિ અને નવ ગુપ્તિનું પાલન, ચાર કષાય પર વિજય, સંયમ, અપરિગ્રહ, દયા ઈત્યાદિ વિષયોનું રસપ્રદ અને સદૃષ્ટાંત આલેખન થયું છે. આ ગ્રંથ પર લગભગ વીસ સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા તથા ગુજરાતમાં ઘણી ટીકાઓ રચાઈ છે. વળી, ‘ઉપદેશમાલા' ગ્રંથના અનુસરણમાં ઔપદેશિક સાહિત્યની અનેક સ્વતંત્ર રચનાઓ તથા તેમના ઉપર ટીકાઓ રચાઈ છે. તેની સર્વપ્રથમ ગુજરાતી ટીકા આચાર્યશ્રી સોમસુંદરસૂરિની (રચના સં.૧૪૮૫) જણાઈ છે. તેની પરંપરા છેક અઢારમી-ઓગણીસમી સદી સુધી લંબાઈ છે. ધર્મોપદેશમાં સંયમ. શીલ, તપ, ત્યાગ. વૈરાગ્યાદિ ભાવનાઓને પ્રધાનતા આપવા ઉપરાંત કોમલમતિ શ્રોતાઓના મનોરંજન માટે કથાઓનાં ઉમેરણ થતાં રહ્યાં આમ, ઔપદેશિક પ્રકરણ મૂલ્યવાન કથાઓનો ભંડાર બન્યું. શ્રી ધર્મદાસગણિના ઉપદેશમાલા પ્રકરણની પ૪૨ ગાથાઓ ઉપર દૃષ્ટાંત સ્વરૂપ આશરે ૩૧૦ કથાનકોનો સંગ્રહ થયેલ છે. સોમસુંદરસૂરિરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' અનુવાદમાત્ર નથી કે નથી કેવળ ટીકા, એ બન્ને છે; અથતિ સામાન્ય જનસમુદાયના બોધ અર્થે તે અનુવાદ છે, આચારપ્રતિપાદક ધર્મગ્રંથની તે ટીકા છે. શાસ્ત્રવિદ્, અનુભવી, જ્ઞાની-સાધુ તથા યુગપ્રધાન સાહિત્યકારનું તે સર્જનાત્મક વિવેચન છે. યથાર્થ અને હૃદયસ્પર્શી વર્ણનો, પ્રત્યક્ષ પ્રમાણ તથા ઉદાહરણોથી યુક્ત, પૂર્ણતામાંથી પ્રગટતા સંદેશને અભિવ્યક્ત કરતી. શ્રદ્ધાયુક્ત, પ્રેરણાપૂર્ણ હૃદયના રણકારે ગુંજતી જીવંત વાણી અનુવાદના ગદ્યમાં છે. કથાઓમાં સર્જનાત્મક ગદ્ય છે. કથનની રોચકતા અને લાક્ષણિકતા. કુતૂહલજાગૃતિ અને જિજ્ઞાસાવૃપ્તિ. વિચાર અને ઘટનાની તકપૂત રજૂઆત, પરિસ્થિતિ કે પાત્રો – તથા તેનાં સંવેદનો અને મનોભાવોની સંક્ષિપ્ત છતાં પૂર્ણ અને યથોચિત અભિવ્યક્તિ, સંક્ષિપ્ત, સચોટ, સજીવ સંવાદો, વાતાવરણ સર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355