________________
૨૫૪ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પછીનું ગદ્ય. શ્રી ધર્મનાથે પૃથ્વીચંદ્રને આપેલ ઉપદેશનું ગદ્ય પણ વિશિષ્ટ છે... ‘તીણઇં’ ‘તીણઈ’ દુહરાયા કરે છે.
તીણઈ સોનઈ કિસિä કીજઈ જીણઈ ત્રૂટઈ કાન ? તીણઇ ઉપાધ્યાય કિસિઉં કીજ જીણઈ ચૂકઈ જ્ઞાન ?
****
તીણઇ ઘરિ કિસિઉં કીજ જેહ માહિ ફૂફૂઇ સાપ ?
તીણઈ સ્ત્રીઇ કિસિઉં કીજઈ જેહતુ નિત સંતાપ ? (૫,૧૫૮)
આરંભના ‘પુણ્ય લગઈ'ના ફકરાની આ યાદ આપે છે. એક પદગુચ્છ કે પદ પુનરાવર્તિત થયાં કરે, એ પદ કે પદગુચ્છ પછી એક ખટકો આવે અને પછીનો પદગુચ્છ એના ઉત્તરમાં કે ઉમેરણમાં રણકાર કરતો લય ભરતો ચાલે એવી ઉક્તિમાલાઓ આમાં ઘણી છે. સાદાં ટૂંકાં વાક્યો પ્રાસને સહારે દ્વિખંડી, ત્રિખંડી, ચતુખંડી એમ વાક્યખંડો કરીને, કથન પ્રયોજવાની માણિક્યસુંદરસૂરિની લઢણ છે. આ પ્રાસલીલા અનેકવિધ છે. વર્ણનમાં તેમ કથનમાં પણ આવું ગદ્ય જ પ્રયોજાય છે. એમનું પદપ્રભુત્વ આશ્ચર્યજનક છે. ક્યારેક કોઈ કુશળ કાર્ટૂનિસ્ટના કાર્ટૂન જેવું, થોડેક રેખાંકને મર્માળું ચિત્ર એ ઊભું કરે છે ઃ
ઢોર સમુદ્ર તણઉ ઢોયણાં ઢોયઇ,
બાબરઉ બદિર બઇઠઉ ટગમગ જોયઇ.
એમાં ઢ–બના વર્ણાનુપ્રાસો તો સમજ્યા, પણ બાબરીઆની બિચારાની લાચારી પણ પડઘાય છે ! બીજા ઉલ્લાસમાં બ્રાહ્મણો મળ્યાને ટાણે કહે છે :
પ્રમુખ બ્રાહ્મણ મિલિયા, શાન્તિ કરવાનઈ કારણઇ કલકલિયાં. રત્નમંજરી જતાં “તેહ સભા, હુઇ નિષ્પ્રભા.” (૪,૧૪૮)
આ વાક્યોનો લય ક્યાંક તો માપી શકાય એટલો વ્યવસ્થિત છે. આ બાબતમાં આરંભના ફકરાનું ગદ્ય ઉદાહરણીય છે. ‘લગઇ’ ઉચ્ચારદૃષ્ટિએ દ્વિવર્તી લેખીએ તો એ પંક્તિઓ નિયતભારવ્યવસ્થાવાળી બને છે. એ આખો ફકરો ૧૦-૧૧ વર્ણોના ખંડોવાળો ને સુયોજિત ભારવ્યવસ્થાવાળો કોઈ લયબદ્ધ પદ્યરચના જેવો બને છે. એમાંના ‘પુણ્ય લગઇ’માંનો ‘ઇ' “ઘરિ ઋદ્ધિ સિદ્ધિ” સુધી આવર્તાય છે.
Jain Education International
પુણ્ય લગઇ' એક કારણ, ને પછી કાર્ય કે પરિણામ એવી કાર્યકારણશૃંખલા અનેક સ્થળે આ કથામાં પ્રયોજાય છે. વાક્યોમાં ક્યારેક આવું કાર્યકારણસંતુલન, ક્યારેક વિરોધથી સંતુલન, ક્યારેક સમાનભાવી સંતુલન એમ વિવિધ રીતે વાક્યખંડો પરસ્પર તોળાતાં ચાલે છે. ક્યારેક વિશેષ્ય-વિશેષણ સંબંધે : “ગ્રામ, અત્યંત અભિરામ.” આવાં વાક્યોમાં ક્રિયાપદ અનિવાર્ય નથી. બોલચાલની ભાષાનું આ લક્ષણ અહીં અનેક સ્થળે જોવા મળે છે. એમાં રૂપક-ઉપમાઉત્પ્રેક્ષાદિ પણ સહજ રીતે સધાય છે : “દુર્ગ, જિસ્યાં હુઇ સ્વર્ગ, આગર, સોનારૂપા
—
For Private & Personal Use Only
www.jainelibrary.org