________________
૨૫૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કવણ.”, “કિસી તે સ્મૃતિ', “કિસ્યાં તે મહાસ્વપ્ન” એમ એક જ પ્રશ્ર, પછી ઉત્તર રૂપે વર્ણક જોડાય છે ને “એવું ચીરાસી ચઉહટાં” કે “પ્રમુખ રત્ન કરી દીસઈ ભરિયાં હાટ” એમ સમેટાય છે. ક્યારેક “જેહ કારણિ ઇસિલું કહીઉ” એમ પણ આવે છે, ને પછી ઉપમાવલિ કે જનોક્તિમાલા આવે. આમ એ લોકપ્રચલિત છે એની સ્પષ્ટતા પણ, થઈ જાય છે. કર્તા પંચમોલ્લાસમાં (પૃ.૧૫૬) “પિરાયાં કવિત્વ વહરાં"ને દુષ્કૃત ગણે છે. એમણે પ્રચલિત શ્રુતિ સામગ્રી લીધી, ગૂંથી, અને સ્પષ્ટતા થાય તેમ મૂકી છે. એમ પણ અત્યારે કહી શકાય કે, આમ, આ વર્ણકોનું આવી કથાનિમિત્તે સંપાદન પણ થઈ ગયું છે. (આવી કથાઓમાંનાં આવાં વર્ણકો તે અલગ મોટો અભ્યાસવિષય થવો જોઈએ.).
માણિક્યસુંદરસૂરિનું ગદ્ય ગરવું છે. એની છટા એની આગવી જ છે. એનો શબ્દરાશિ વિપુલ છે. સંસ્કૃત, પ્રાકૃત અને તળપદા ત્રણેય સંસ્કારોથી એ પરિસ્કૃત છે. ગજ તે “ઉત્પાદિતસકલજનનયનસંતોષ” એવો (૪,૧૪૯) કે વૃષભ નિર્જલધારાધરધવલ. વિકસિત કાશકુસુમસમજ્જલ, વિશાલકુદ, ચંદકિરણ તણી પરિ વિશદ, સૂક્ષ્મસુકુમલરોમરાજિવિરાજમાન, અભંગશ્યામલશું.” (૪.૧૪૯) એવા સંસ્કૃતાઢ્યા સમાસો જરૂર પડ્યે આવે છે, ખાસ કરીને વર્ણનોમાં. પણ એવા સ્થાનો ઓછાં છે. એટલે સૂરિજીના ગદ્યને બાણની ધાટીનું નહીં કહી શકાય. લોકબોલીના તળપદા શબ્દપ્રયોગો પ્રચુર માત્રામાં છે. કુંવરી “રાજા ટૂકડી પુહતી. લાજ ઠેલી.. વરમાલા મેલ્હી” (૩,૧૪૬), વગેરેમાં છે તેમ. એક-બે અપવાદરૂપ સ્થાને પ્રાસાયાસ ખૂંચે પણ છે : “દીઠી બેટી, હુઈ પરમાનંદ તણી પેટી. પરિવરી ચેટી” (૨, ૧૩૬). પણ નિરંતર પ્રાસયુક્ત લયકારી પદયોજના એ સહજ રીતે કર્યો ગયા છે. જ્યાં જેવો પ્રસંગ ત્યાં તેવી પદાવલિ આવે છે. વૈતાલ રમખાણ મચાવે છે ત્યાં ઉત્પાત સાકાર ચાક્ષુસ બને એવું ચિત્રાંકન છે :
તે ખગ ફીટી હૂઉ વેતાલ, જે ઉંચઉ નવતાલ, કંઠાવલંબિતરંડમાલ,
કરતલિ કપાલ, બુમુક્ષાભિભૂત, જિસિઉ યમદૂત. પછી જુઓ દ્વિપદી પ્રાસાવલિઓ :
કાન ટાપર, પગ છીપર, આંખિ ઊંડી, પેટિ ડિ; આંખિ રાતી, હાથિ કાતી, વિકરાલ વેશ, મોકલા કેશ, હડહડાટિ હસઈ, ધરામંડલિ ધરીઇ.
(૪,૧૪૭) વર્ણન અને કથન બન્ને શૈલીનું ગદ્ય આવું એકસરખું, મોટે ભાગે પ્રાસાદિથી લયસંતુલનોવાળાં ટૂંકાં વાક્યોવાળું છે. ક્યાંય ભાર-ઉભાર નથી. ક્યાંક તો વર્ણન એકસૂત્રી થઈ જાય છે ?
* જિસ્યાં રાતાં પારેવા તણાં ચરણ, તિસ્યાં સૂર્ય તણાં કિરણ. (૪.૧૪૭) * વાધ્યા ક્રોધ, ઝૂઝઈ યોધ. (૨,૧૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org