________________
પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ D ૨૫૧
સામગ્રી અહીં મબલખ પ્રમાણમાં છે. એથી, એવો પ્રશ્ન પણ થાય કે જો આટલી બધી સામગ્રી કંઠોપકંઠ – પરંપરામાંથી લઈને અહીં ગૂંથી દીધી હોય તો સૂરિજીનું પોતાનું ગદ્ય કેટલું? પણ એક તો, આ સામગ્રી કથામાં એના અવિચ્છેદ્ય અંગની જેમ ગૂંથાઈ ગઈ છે, અને બીજું, એમાં સારી પેઠે વૈવિધ્ય છે. વળી લોક પોતાને પરિચિત સામગ્રીથી એક પ્રકારની આસાયેશ અનુભવે છે ને આ સામગ્રી બોધના પ્રયોજનને પુષ્ટ કરે છે -- એ બધું લક્ષમાં લેતાં, અહીં તેની સાર્થકતા વિશે કોઈ શંકા રહેતી નથી. આ વર્ણકો છે જ આવા ઉપયોગ માટે
- આ સામગ્રીમાં કેટલીક યાદી કે ટીપના પ્રકારની કેટલીક વિશાળતા કે પ્રચુરતા દર્શાવતી, તો કેટલીક બોધક શિખામણવાળી, અનુભવકથનો જેવી, કેટલીક વિનોક્તિઓ. તો કેટલીક ઉપમાવલીઓ છે. દા.ત. તૃતીયોલ્લાસમાં લક્ષ્મીની ચંચલતાની વાત છે. ત્યાં આરંભે દુહો છે :
છાસિઈ કેરઉ આફર, દાસિઈ કેરી નેહ,
કંબલ કેરી મોલીઉં, ખિસત ન લાગઇ ખેવ. પછી આવી ટૂંકજીવી વસ્તુઓની ટીપ છે એ અનુભવકથન જેવી છે : “આભ તણાઈ છાંહ, કુપુરિસ તણઈ બાંહ, આઢનઉ તૂર, નદીનું પૂર, ઠાકુરની પ્રસાદ, માકડની વિષાદ, વહીન પડીગણી, સૂપડાનઉ ઉઠીગણઉં, દીવાનું તેજ, માત્રેઈનું હેજ, દાસીનું નેહ, શરદકાલનું મેહ થોડા મેહનઉ 2હ, વહેલુ આવઈ છે.” અહીં પણ પ્રાસ જળવાય તેમ ગોઠવવામાં સૂરિજીનો હાથ હોય. એ પછી, જુદી ચંચલતાની યાદી આપે છે : “જિસિ૬ પીપલનઉં પાન, જિસિ૬ ગજેન્દ્રનું કાન...” વગેરે. ને પૂર્ણતા કોની કેવી ? ત્યાં લેખક કહે છે : “સાંભલઉ”, “સાંભળો', “વાંચો’ એમ નહી) “વન તે જે વૃક્ષવંત. નદી તે જે નીરવંત...” વગેરે. “જિમ અક્ષર માહિ ઓંકાર...” વગેરેની ઉપમાવલી કે મંડપ કેવો ઉજ્જડ દેખાતો હતો તે માટેની “જિમ લવણહીન રસવતી. છેદરહિત કવિ” વગેરે ઉપમાવલી. કે “જિમ પ્રાસાદ શોભઈ ધ્વજાધારિ, જિમ હૃદય શોભાઈ હરિ...” એ ઉપમાવલી, કે જેહિં કારણિ ઇસિલું કહીઉં” કહીને પછી જે કહેવાયું છે – “સમુદ્રિ ઉલંઘીયાઈ ભારડિ. ન મસઈ, ગજેન્દ્ર વિડારીયાઈ સીહિ, ન સસઈ, વિષધર તણાં વિષ જીરવિયઈ ગુરૂઢિ, ન કૂકડઈ...” એ માત્ર ટીપ કે યાદી ન રહેતાં પાત્ર-પ્રસંગદર્શક મહત્ત્વકથનો બને છે.
આમ, આ પરંપરાગત સામગ્રીનો કલાપૂર્ણ ને સમુચિત વિનિયોગ અહીં થયો છે.
આ વર્ણકોને વણી લેવાની. સાંધણ કરવાની એમની કળા, વકોની આગળપાછળના ભાગ નિહાળવાથી સ્પષ્ટ બને છે. અટવિ આવી, તો કથાકાર કહે છે : “હિવ તે કિસી પરિ વર્ણવવી ?” અને વૃક્ષોની ટીપ આપી, પછી સમેટે છે : “..પ્રમુખ વૃક્ષાવલી દીસઈ, બીહંતાં સૂર્ય તણાં કિરણ માહિ ન પઇસઈ.” મોટે ભાગે “કિસ્યાં તે ચઉહટા.કિસ્યાં તે રત્ન”, “કિસી તે બહુત્તરિ કલા', કે "બ્રાહ્મણ કવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org