________________
પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ | ૨૪૯
પૃથ્વીચંદ્ર એને મુક્ત કરે છે. શ્રીધર પણ મુક્ત બને છે.
(૪) ત્યારે શ્રીધર માંડીને પોતાની આપવીતી કહે છે : ધનના ઢગ હતા ત્યાં બધું ખેદાનમેદાન થતું જોઈ એને વૈરાગ્ય વ્યાપ્યો. એમાં ત્યાં ચારણ શ્રમણ આવતાં શ્રીધર અને સમર બન્ને દીક્ષા લે છે.
(૫) આખરે પૃથ્વીચંદ્ર સ્વયંવર (અયોધ્યા) વરમાળ પ્રાપ્ત કરે છે. પણ એ જ ટાણે ધૂમકેતુ વૈતાલની સહાયે સ્વયંવર રોળે છે. અંધકાર છવાય છે. કુંવરીનું હરણ થાય છે. પરંતુ બીજે દિવસે પ્રભાતે મંડપમધ્યેથી પૃથ્વી ફાટી, મહીંથી દેવી નીકળી, એના ખોળામાં હતી કુંવરી. દેવી પાછી ભૂમિમાં સમાઈ જાય છે ને પૃથ્વીચંદ્ર રત્નમંજરીને વરે છે.
(૬) ત્યાં ઉદ્યાનપાલક શ્રી ધર્મનાથ તીર્થંકર પધાર્યાના ખબર લાવે છે. ઉદ્યાનપાલક ધર્મનાથચરિત્ર સંભળાવે છે. રત્નપુરના રાજા ભાનુની રાણીને ચૌદ સ્વપ્નો બાદ મળેલ પુત્ર તે ધર્મનાથ. રાજા પૃથ્વીચન્દ્ર અને સોમદેવ બન્ને ધર્મનાથના દર્શને જાય છે, ને બોધ પામે છે. પૃથ્વીચંદ્રના ચાર સંશયો – કુંવરીહરણ વગેરેના પણ ધર્મનાથ દૂર કરે છે.
ધર્મનાથ સોમદેવ, પૃથ્વીચન્દ્ર અને રત્નમંજરીની પૂર્વભવકથા કહે છે : ભૃગુકચ્છના દ્રોણના પુત્રો સગર અને પૂરણ મત્સ્યબોધે ને પછી મુનિબોધે વિરક્ત થયા તે આ ભવના સોમદેવ ને પૃથ્વીચન્દ્ર તથા પૂર્વભવની પદ્મશ્રી તે રત્નમંજરી. ધર્મનાથે આગાહી કરી કે હથીએ ચડવા જતાં પૃથ્વીચંદ્રને કેવલજ્ઞાન થશે.
(૭) અંતે એવું જ બન્યું. કાનડાના રાજા સિહકેતુનો સામનો કરવા જતાં. હાથીએ ચડતા રાજાને થયું કે ખરો સામનો તો અંતરના રિપુઓનો કરવાનો છે. કેવલજ્ઞાન થયું.
આમ કથા સીધીસાદી નથી. પૃથ્વીચન્દ્ર-રત્નમંજરીની મુખ્ય કથામાં દૂતે કથેલ સોમદેવની, શ્રીધરે કથેલ પોતાની, ઉદ્યાનપાલકે કથેલ શ્રી ધર્મનાથની અને ધર્મનાથે કથેલ પૃથ્વીચન્દ્ર-સોમદેવ-રત્નમંજરીની પરભવકથા એમ ચાર કથાઓ આવે છે. તો રત્નમંજરીનું હંસ દ્વારા હરણ, દૈવી પુરુષ દ્વારા એની પુનઃપ્રાપ્તિ. અટવાયેલ સૈન્યનો અટવિમાંથી એકાએક તત્પણ છૂટકારો, સમરકેતુને હાથે યુદ્ધમાં હાર નિશ્ચિત હતી ત્યાં દૈવી સહાયથી જીત, ધૂમકેતુનિર્મિત વૈતાલવિપ્લવ. રત્નમંજરીનું ફરીથી હરણ અને પૃથ્વીમાંથી એકાએક એની સાથે નીકળી કોઈ દેવીનું રત્નમંજરીનું ફરીથી આપી જવું. રાજાનું સ્વપ્ન તેમજ સુવતાનાં ચૌદ સ્વપ્નો, “એ તો કહેશે કેવલજ્ઞાની' એ અને યુદ્ધે ચડવા હસ્તિઆરોહણસમયે થશે કેવલજ્ઞાન' એ આગાહીઓ – જેવા ચમત્કારો વચમાંવચમાં આવતા જાય છે અને કથાને અદ્ભુતરંગી જ નહીં અવનવા વળાંકોવાળી બનાવ્યું જાય છે. એમાં પૃથ્વીચન્દ્ર, ધર્મનાથ વગેરેના ધર્મબોધો શાન્તરંગની ભાત પૂરે છે. એ બોધ કથાવરોધક નથી.
કથાકથન માંડીને કહેવાતી કથાની ધાટીનું છે. છતાં એનું ગદ્ય પદ્યાનુવર્તી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org