________________
જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ' એ ૨૪૭
બની રહે છે. કવિની ખુદની આ આત્મશ્રદ્ધા, ત્રિભુવનદીપક એહ પ્રબંધ, પાપ તણી સાસુ હુઈ ન ગન્ધ' સાચી નીવડે છે. શ્રી કેશવ હર્ષદ ધ્રુવનાં આ તારણો સાથે આ કૃતિનો કોઈ પણ વાચક સહમત થશે જ : “સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન હોય તે હો. ગુજરાતી કવિ તરીકે તો તેનો દરજ્જો ઊંચો છે. આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે.” “જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલેચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદ જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.”૧૧
પાદટીપ
૧. “પ્ર.ચિં.” સંવત્ ૧૪૬૨ (ઈ.સ.૧૪૦૬)માં લખાયું છે. એમાં કેટલાક ફેરફાર કરી ત્યાર પછીનાં વર્ષોમાં ત્રિપદી.' રચાયું છે. આમ ‘ત્રિપદી.' એ “પ્રાચિં.' પછીની રચના છે. શ્રી ધ્રુવ આ માટે “ઈસ્વી પંદરમા શતકના પહેલા ચરણમાં" એમ મોઘમ પણ યોગ્ય રીતે નોંધે છે.
શ્રી કે. કા. શાસ્ત્રી સંવત ૧૪૬ર જ લખે છે ('કવિચરિત', પ્રથમ આવૃત્તિ, પૃ.૩૦૫). ૨. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, એ. કે. હ. ધ્રુવ, પ્રસ્તાવના, પૃ.૨૨ ૩. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ગ્રંથ-૧), સં. ઉમાશંકર જોશી વગેરે, પૃ.૨૮૭ ૪. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ.૨૩ 4. Prabodhchandrodaya of Krishna Misra, Ed. Sita Krishna Nambiar,
Chapter 1, Page 2 ૬. આ યાદી સંપૂર્ણ નથી જ. જયશેખર પછીના કાળમાં ગુજરાતીમાં કમિશ્રના સંસ્કૃત
નાટકનો પદ્યસાર કવિ ભીમકૃત “પ્રબોધપ્રકાશ' (૧૮૯૦)માં મળે છે. જૈન કવિ સહજસુંદરરચિત “આત્મરાજ રાસ', ધર્મમંદિરત “લોકવિવેકનો રાસ', પ્રેમાનંદકત વિવેક વણજારો', જિનદાસનો વ્યાપારી રાસ', જીવરામ ભટ્ટકૃત ‘જીવરાજ શેઠની મુસાફરી આ
યાદીમાં નોંધી શકાય. ૭. પ્રેમાનંદ, પ્રવેશક, પૃ.૨૩-૨૪ ૮. “પ્રબોધચિંતામણિ'નો ગુજરાતી અનુવાદ આપનાર કવિ ધર્મમંદિર એમની રચનામાં શંકરમુખે આમ કહેવરાવે છે નાર થકી હું બીહતો. પર્વત બેઠો આપ. તપસી જોગી જાણીને મૂક તું મદનરાય. (મોહવિવેક રાસ' – જૈન કાવ્યદોહન, ભાગ-૧, સં. મનસુખલાલ રવજીભાઈ મહેતા, શ્રી જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર). ડાં. સાંડેસરા આ રચનાને લોકવિવેકનો રાસ' તરીકે
ઓળખાવે છે. (પાદટીપ ૩ અને ૪) ૯. પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય. સ. કેશવ હર્ષદ ધ્રુવ. પ્રસ્તાવના, પૃ.૩૬ ૧૦. એજન, પૃ.૪૨ ૧. એજન, પૃ.૩૨ અને ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org