________________
૨૪૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
જિણિ વાતઈ ઊણી હુઈ, તિણિ માંડઈ રાડિ.” પૌરાણિક પાત્રોને પ્રાકૃતરૂપે નિરૂપવામાં પ્રેમાનંદ પ્રથમ કવિ જ નથી ! અહીં પણ એ તત્ત્વ છે.
અહીં પ્રવચનપુરીમાં સંયમશ્રી અને વિવેકનાં લગ્ન યોજાયાં. કવિ લૌકિક વિધિઓ ટૂંકામાં વર્ણવી કહે છે : “આણન્ટિહિં વિહસીય બિહુ હિયાં રે.... વિવેક અને સંયમ મળે એટલે યુવાની શોભે. ગમે તેવાં પ્રલોભનો ઉપર વિજય મેળવી શકાય. સંયમશ્રીને સાથે લઈને વિવેક મોહને જીતવા નીકળ્યો. શત્રુંજયના પરિસરમાં વિવેક અને મોહ વચ્ચે યુદ્ધ થયું. કવિએ યુદ્ધચિત્રને ઓજસ્વતી વાણીમાં નિરૂપ્યું છે. ‘ત્રહત્રહન્તિ ત્રમ્બક અપાર, ઢમઢમત્તિ ઢક્કા અનિવારની ચારણી શૈલી કે દલ ચાલ સાયર છલછલઇ, મેઈણિ ડોલઈ, ગિરિ લટલઈ' જેવી અલંકારલીલા કે રુધિરપૂરિ રથ તાણ્યા જાઈ, સિર તૂટઇ, ધડ ધસમસ જાઈની “સિદ્ધહેમ'ના દુધની સ્મૃતિ તાજી કરાવે એવી તાદૃશતા અસરકારક બની રહે છે. અન્ત મોહનો શિરચ્છેદ થયો. મોહમાતા પ્રવૃત્તિ નૂરી મરી અને મન રાજાએ સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો. મનનો પુત્રવિલાપ હૃદયસ્પર્શી છે ?
બાપ છતાં બેટઉ મરઇ, વિરુઈ એ જગિ વાત.
વડપણ તાહારું, તું પખઈ, હું કિમ હોઇસુ તાત. કાવ્યને અન્ત ચેતનાએ પરમહંસને કાયાનગરીમાંથી મુક્ત થઈ, સર્વ કષાયોનો ત્યાગ કરી પોતાના ખોવાયેલા પ્રકાશને પ્રાપ્ત કરવા વિનંતી કરી. પરમહંસ – જીવાત્મા – બંધનમુક્ત થઈ અરિહંતપદ પામ્યો. પછી સુખ હોય જ એ સમજાવી કાવ્યના અન્ત મળતી દુરાન્તમાળા કવિશક્તિનું તેજ સૂચવે છે.
નિગિ ફાગુણિ આંબુ ગહગહ, નિગિ ગ્રીષમિ નઇ પૂરઈ વહઈ, બહુલપક્ષ પૂઠઈ શશિવૃદ્ધિ, આર અનન્તર સાગર રિદ્ધિ;
દડી પડિનઈ વલિ ઉપડઈકામિ કપુર કપુર જિ વડઈ. તત્ત્વવૈચારિક ભૂમિકાને બહુવિધરંગી પ્રસંગો અને ગુણાત્મક પાત્રો દ્વારા રૂપકાત્મક શબ્દરૂપ આપવું એમાં કવિની કસોટી હતી. મૂળ સંસ્કૃત રચનાનો તત્ત્વભાર હળવો કરીને લોકગમ્ય ભાષામાં આ રચના પ્રજાસમૂહ સમક્ષ રજૂ કરવાની કવિની નેમ કવિની મદદે અહીં આવે છે. ભાષાની પ્રવાહિતા, છંદપ્રભુત્વ અને દૃષ્ટાન્તબળ – આ ત્રણેયના સફળ વિનિયોગને કારણે ત્રિભુવનદીપક પ્રબંધ' રમણીય રૂપકકાવ્ય બની શક્યું છે. “એકિ તાં ટેહડટેહડ હસઈમાં હડહડ' શબ્દનાં કે ‘વેઢિઇ, તેડિઇ તાડઈ તેઉ, ઝડપૐ; ઝૂઝઈ, ઝુબઈ બેહૂમાં શબ્દોના વર્ષોની ધ્વનિયંજકતા, જિમજિમ જમુનાતડિ મિલઈ ગોવાલણ ગમારિ એ પંક્તિઓનો નાચતો. ગતિશીલ લય, શશી વિણ પૂનિમ લાજઇ વાહી, પુનિમ વિણ શશી ખંડઈ થાઇ'ની અલંકારલીલા દ્વારા વ્યંજિત થતી દામ્પત્યજીવનની ગરિમા અને અન્યોન્યપૂરકતા, ઘેવર માંહિ ધૃત ઢલિક, થાહર જોતાં સગપણ મીલિઉં' કે વાનરડઈ નઈ વીછીઈ ખાધુ જેવી દૃષ્ટાન્તલીલા, “જે અન્યાયિ મેલીઈ, તે ધન સુથિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org