________________
જયશેખરસૂરિરચિત ત્રિભુવનદીપક પ્રબંધ' ] ૨૪૩
જડ માનવીની અજ્ઞાનજન્ય ઉપહાસવૃત્તિ હડહડ હસઈ એ ત્રણ શબ્દોમાં કવિએ કુશળતાથી મૂત કરી છે. મોહની પત્ની દુર્મતિને છ બાળકો હતાં. કામ, રાગ, દ્વેષ (પુત્રો) અને નિદ્રા, અધૃતિ અને મારિ (રોગ) એ ત્રણ દીકરીઓ. આ નગરીમાં નિર્ગુણોનો વસવાટ હતો, રાજ્યમાં ચાર્વાક અને છઘ પુરોહિતોનું મહત્ત્વ હતું.
આ બાજુ નિવૃત્તિ અને વિવેક પ્રવચનપુરી પાસે આત્મારામ વનમાં રહેતા વિમલબોધને ત્યાં આવ્યાં. વિમલબોધ એમની સુમતિ નામે દીકરીને વિવેક સાથે પરણાવી. વિવેક અને સુમતિનું જોડું કેવું હતું ?
શશી વિણ પૂનિમ લાજઇ વાહી, પુનિમ વિણ શશી ખડ઼ઉ થાઈ ચન્દ્ર અને પૂર્ણિમાની અન્યોન્યપૂરકતા દામ્પત્યનિરૂપણમાં કેવી સાથે બને છે ! ત્યાર પછીની આ પંક્તિની સાત્ત્વિક સુગંધ અતીવ મનોહારી લાગે છે :
સુકુલ પુરુષ સુકુલીણી નારિ, બિહુ જોડી થોડી સંસારિ. રાજા અરિહંતની કૃપાથી વિવેક પુણ્યરંગ પાટણનો રાજા બન્યો. અરિહંતના સામંત સદુપદેશની દીકરી સંયમશ્રી સાથેના લગ્નથી વિવેકના સર્વ શત્રુઓ નાશ પામવાના ભાવિ કથનથી. ઘણી આનાકાની સાથે. સુમતિની જ સંમતિથી, વિવેક સંયમશ્રી સાથે પરણવા તૈયાર થયો ત્યાં જ. મોહપુત્ર કામે વસન્તના સથવારે વિવેકને વિચલિત કરી મૂકવાની કામગીરી કરી. કામે “પરિહરિય પુરુષ તિણિ વિકટ વીર, સંગ્રહી નારિ કોમલ શરીર.” રમણીય નારીઓના સૈન્યને વર્ણવવાનો કવિનો રસાભાસી પ્રયત્ન પ્રગલ્મ લાગે છે.
તિહિ કેસપાસ સિરિ સિરકઠામિ, પટ્ટઉલિ પહિરિ કવચ કામિ.
ચકાયુદ્ધ કંકણ ચાલવન્તી, અસિ વર જિમ બિડલ કરિ ધરન્તિ. કામદેવની વિજયયાત્રા વિનોદ, આભાસી શૃંગાર, અને કૃત્રિમ પ્રસંગોને કારણે સચોટ જણાતી નથી. સરસ્વતીને એક બાજુ રાખી સાવિત્રીના નેતૃત્વ નીચે કામે બ્રહ્માને જીત્યા. પછી જમુનાતટે ગોપીઓની ફોજથી કૃષ્ણને વશ કરી. કૈલાસમાં જઈ શંકરને પાર્વતી સાથે પરણવા મજબૂર કર્યા. આ નિમિત્તે જયશેખરસૂરિએ યમુનાકિનારે રમાતા રાસનું કાંઈક સજીવ શબ્દચિત્ર આપ્યું છે. થિરુ થિરુ હો થિનકઈ સામલા' એ ઊર્મિગીત કવિશક્તિ સૂચિત કરે છે.
જિમજિમ જમુનાતડિ મિલઈ ગોયાલિણી ગમારિ,
તિમતિમ નાચઈ નવિઅ પિરિ નિસિ નિર્મલી મુરારિ. આવી ગતિશીલ પંક્તિઓ નરસિંહપૂર્વના ગુજરાતમાં પ્રસરેલા ભક્તિસંસ્કારો વ્યક્ત કરે છે.
કામદેવ અને મહાદેવનો સંવાદ કૃત્રિમ અને ઔચિત્યહીન લાગે છે. દિસિ પહિરણિ પત્રગ શૃંગાર, રુડમાલ અખ્ત હિયડ માલ' આ શિવવર્ણન સ્વાભાવિક છે. પરણ્યા પછી પાર્વતી ‘પાટુ સાડી સાવટાં નઈ નવરંગ ઘાટ' લાવી આપવાનું કહેશે તો આ દિગૃવસ્ત્રધારી સંન્યાસી કેવી રીતે લાવી શકશે ? અને એમાં પણ પાર્વતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org