________________
૨૩૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ચાર પ્રાસની યોજના પણ કવિની કાવ્યશક્તિની ઘાતક છે.
“જબૂસ્વામી રાસમાં જંબૂકુમારની આઠ પટરાણીઓનો સંવાદ આલેખાયો છે. દરેક પટરાણી જંબૂકુમારને પૂછે અને જંબૂકુમાર જુદીજુદી દૃષ્ટાંતકથાઓ સાથે એમને જવાબ આપે. ૩પ ઢાળ અને ૬૦૮ કડીઓનો દુહા-દેશીબદ્ધ આ રાસ એમાં આવતા રૂપક, ઉપમાવલિ અને લૌકિક દૃષ્ટાંતોથી કેટલેક અંશે રસાવહ બન્યો
રણસિંહ રાજર્ષિ રાસ' એ ૩૮ ઢાળ ધરાવતો ૧૧૦૦ કડીનો રાસ છે. તો સુસઢ રાસમાં કવિએ જયણાનું મહત્ત્વ ગાયું છે. બારવ્રતગ્રહણ ટીપ રાસ'માં વ્રતનિયમોની યાદી અને સમજૂતી મળે છે, જ્યારે “સાધુવંદના રાસ'માં ઋષભદેવના ગણધરોથી માંડીને પ્રાચીન સાધુજનોની નામાવલિ જૈન શાસ્ત્રગ્રંથોને આધારે આપવામાં આવી છે અને કેટલેક સ્થળે નામોલ્લેખને બદલે ટૂંકું ચરિત્રસંકીર્તન કરવામાં આવ્યું છે. જ્ઞાનવિમલની કથાતત્ત્વવાળી બીજી પણ કેટલીક કૃતિઓ મળે છે. “સૂયભિ નાટકમાં સૂયભિ દેવે અપ્સરાઓની મદદથી મહાવીર સ્વામી સમક્ષ રજૂ કરેલ ભક્તિભાવપૂર્ણ સંગીત-નૃત્યનો પ્રસંગ ૭.૩ કડીમાં વર્ણવાયો છે. જ્ઞાનવિમલનાં બે ‘તીર્થમાલાયાત્રા સ્તવન' મળે છે. એકમાં સુરતથી મારવાડ સુધીની તીર્થયાત્રાનું આલેખન છે. તો બીજીમાં વિજયસેનસૂરિની પ્રેરણાથી વજિયો અને રાજિયો એ બે શ્રેષ્ઠીઓએ કરેલા પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન છે. કલ્પસૂત્ર વ્યાખ્યાન ભાસ'માં પર્યુષણપર્વ પ્રસંગે વ્યાખ્યાનમાં વાંચવા માટેની ધર્મકથાઓ આપી છે.
જ્ઞાનવિમલે સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, સઝાય આદિ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં રચેલી છે. એમણે સિદ્ધાચલનાં ૩૬00 જેટલાં સ્તવન રચ્યાનું કહેવાય છે. કવિએ આબુ, તારંગા, રાણકપુર જેવાં તીર્થોનાં સ્તવનોમાં તીર્થવિષયક ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી છે. એમણે બે ચોવીસી, બે વીસી ઉપરાંત અનેક તીર્થંકરસ્તવનો લખ્યાં છે. ચોવીસીમાંની એક જ્ઞાનભક્તિયુક્ત છે અને ભાષા તથા અલંકારની પ્રૌઢિથી તેમજ એમાં પ્રયુક્ત સુંદર ગેય દેશીઓથી ધ્યાન ખેંચે છે. જ્યારે બીજી ચોવીસમાં તીર્થકરોના પૂર્વભવોની માહિતી આપવામાં આવી છે. વિષયોની સાથે વિષયનિરૂપણનું વૈવિધ્ય પણ તેઓ ધરાવે છે. આવું વૈવિધ્ય ધરાવતાં એમનાં સ્તવનોમાં ‘શાશ્વતજિનપ્રતિમાસંખ્યામય સ્તવન,” ‘સત્તરિસય- જિન સ્તવન’ અને ‘અધ્યાત્મગર્ભિત સાધારણજિન સ્તવન’ મુખ્ય છે. દેશીઓ તેમજ તોટક આદિ છંદોવાળું, પાંચ ઢાળ અને ૮૧ કડીનું શાંતિનાથ જિનનું સ્તવન પણ નોંધપાત્ર ગણાય. એમણે હિંદીમાં ૨૯ કડીમાં ‘ચતુર્વિશતિ જિનવૃંદ જેવી તીર્થકર સ્તવનની કૃતિ રચી છે. જ્ઞાનવિમલના વિપુલ સાહિત્યમાં બાલાવબોધ'નો પણ સમાવેશ થાય છે. એમણે અઢાર જેટલા ગદ્ય બાલાવબોધો રચ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org