________________
સર્જક કવિ ઉત્તમવિજય
રમણ સોની
મધ્યકાલીન ગુજરાતી જૈન કવિઓ માટે સાહિત્યની સાધના અનિવાર્યપણે ધર્મસાધનાનો જ એક સક્રિય અંશ રહી છે. એટલે ધર્મલાભ અને ધર્મપ્રસાર અર્થે પ્રયોજાયેલું જૈન સાહિત્ય સાતત્યપૂર્ણ વિપુલ લેખનની, ધર્મકથાઓના વિસ્તારપૂર્વકના આલેખનની અને પ્રચલિત-લોકપ્રિય સાહિત્યસ્વરૂપો તેમજ ગેય ઢાળોને પ્રયોજતા રહેવાની લાક્ષણિકતા બતાવે છે. એકાદ સુગેય સઝાયથી માંડીને સુદીર્ઘ રાસાઓ સુધીના જૈન સાહિત્યની આવી મુદ્રા ઊપસે છે. મધ્યકાળના લાંબા સમયપટ પર મહદંશે સાંપ્રદાયિકતાની અને પ્રરૂઢ સાહિત્યપરંપરાની પ્રણાલિકાને જ અનુસરતું ને વિસ્તારતું હોવા છતાં આ સાહિત્યમાં પણ નોંધપાત્ર સર્જકશક્તિનો આવિષ્કાર થોડાક ઉત્તમ લેખકોમાં તેમજ કેટલાક ગૌણ લેખકોની કોઈકોઈ કૃતિઓમાં થતો રહ્યો છે. આવા સર્જકોને ને મહત્ત્વની અહિત્યકૃતિઓને તારવી લેવામાં આવે તો આલેખનકૌશલ, સ્વરૂપસિદ્ધિ તેમજ પદ્યરચનાની પ્રયુક્તિઓ આદિમાં જણાતી આગવી સાહિત્યસૂઝનો તથા સર્ગશક્તિનાં વૈવિધ્ય અને સમૃદ્ધિનો પણ સાચો અંદાજ આવી શકે.
આવી તારવણીમાં ૧૯મી સદી પૂર્વાર્ધના કવિ ઉત્તમવિજયનો સમાવેશ પણ થઈ શકે. આ સદીના પદ્મવિજય ને વીરવિજય જેવા વિવિધ પ્રકારોની વિપુલસંખ્ય કૃતિઓ સર્જનાર મોટા કવિઓ ઉપરાંત કેટલાક ગૌણ કવિઓમાં તપગચ્છના વિમલવિજયની પરંપરામાં ખુશાલવિજયના શિષ્ય આ ઉત્તમવિજય વિશેષ નોંધપાત્ર છે. એમની આરંભની એક કૃતિમાં કવિનું ઉત્તમચંદ નામ પણ મળે છે.
ઉત્તમવિજયે છંદ-સઝાય જેવી લઘુ કૃતિઓ, ‘વેલકે ‘વેલી' નામે ઓળખાવાયેલી ઊમિકેન્દ્રી કથાકૃતિઓ અને લાંબા રાસ – એમ વિવિધ પ્રકારની દસેક કૃતિઓ રચી છે.
એમની સર્વ લઘુકૃતિઓ મુદ્રિત થયેલી છે. એમાં “રહનેમિ-રાજિમતી ચોક/સઝાય' (રચના વ. ઈ.૧૮૧૯ | સં.૧૮૭૫. કારતક સુદ બાસ, રવિવાર) ૪–૪ કડીઓનાં ૪ ગુચ્છ એટલેકે ચોકમાં રચાયેલી છે, પાર્શ્વનાથ સ્વામીનો છંદ (રચનાવર્ષ ઈ. ૧૮૨૪ | સં.૧૮૮૦, મહા દશમ) તોટક છંદની ૧૩ કડીઓની રચના છે; “એકસો આઠ નામ ગર્ભિત શંખેશ્વર પાર્શ્વજિનછંદ (રચનાવર્ષ ઈ. ૧૮૨૫ | સં. ૧૮૮૧, ફાગણ વદ બીજ) કડખાની દેશી પ્રયોજતું ૨૧ કડીઓનું કાવ્ય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org