________________
સર્જક કવિ ઉત્તમવિજય | ૨૩૭
પરદેશી રાજાની સઝાય’ ૧૮ કડીઓની રચના છે.
આ કવિએ રચેલી બંને રાસકૃતિઓ બહુધા પરંપરાનુસારી છે – ૪ ખંડ અને ૭૧ ઢાળમાં વિસ્તરેલો ધનપાળ-શીલવતીનો રાસ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૨ | સં. ૧૮૭૮ માગશર પાંચમ, સોમવાર) તથા ૭ ઢાળનો ઢંઢક રાસ | લુમ્પક-લોપક 'તપગચ્છ જયોત્પત્તિ રાસ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૨ | સં. ૧૮૭૮, પોષ સુદ તેરસ).
શત્રુંજય આદિ પાંચ તીર્થોના તીર્થકરોની પૂજા વિશેની એમની એક કૃતિ પંચતીર્થ પૂજા' (રચનાવર્ષ ઈ. ૧૮૩૪ | સં.૧૮૯૦, ફાગણ સુદ પાંચમ) આમ તો પરંપરાગત રચના છે પરંતુ સળંગ દુહાના ૭ ઢાળમાં ચાલતી આ કૃતિમાં કવિએ વચ્ચેવચ્ચે જે વૈવિધ્યપૂર્ણ ગીતો પ્રયોજ્યાં છે એમાં દેશીઓ તે સમયે પ્રચલિત મહત્ત્વનાં જૈનેતર પદ-ગરબીઓની દેશઓ વપરાયેલી છે. જેમકે, “મા પાવા તે ગઢથી ઊતર્યો...', “ગોકુલની ગોવાલણી મહી વેચવા ચાલી’, ‘જાદવા રે તમે શાને રોકો છો રાનમાં' વગેરે. જોકે આ રીતે થતું લોકપ્રિય ઢાળોનું અનુસરણ એ પણ તે સમયની કાવ્યપ્રવૃત્તિનું એક પરંપરાગત લક્ષણ જ છે, પરંતુ કેટલાંક ગીતોને ઉત્તમવિજય સાચે જ ઊર્મિવાહી ને કાવ્યાત્મક બનાવી શક્યા છે એ એમનું વૈશિસ્ત્ર છે. એકમાન્ટિક વર્ગોની બહુલતાવાળી અનુપ્રારાત્મક રચના પણ આ કૃતિમાં ઠીકઠીક જોવા મળે છે. ઉ.ત.
સજલ જલદ તન સપ્ત ફન, ઉરગ લખનું પગ જાસ,
કમઠ દલન જન જય કરત, નમત અમર નિત તાસ. આવી પ્રયુક્તિઓ પદ્યરચનાની વિલક્ષણતામાં કવિને રસ હોવાનું ને એમાં એમની હથોટી પણ હોવાનું બતાવે છે. આ કૃતિ પણ મુદ્રિત થયેલી છે. વેલ' કે ‘વેલી'ના નામે ઓળખાવાયેલી એમની કૃતિઓમાં નેમિ-રાજિમતી સ્નેહવેલ' (રચનાવર્ષ ઈ. ૧૮૨૦ | સં.૧૮૭૬, આસો વદ પાંચમ, મંગળવાર) પંદર તિથિ અને બાર માસના વર્ણનને સમાવતી ૧૫ ઢાળની બારમાસી રચના છે અને સિદ્ધાચલ સિદ્ધવેલી (રચનાવર્ષ ઈ. ૧૮૨૯ | સં.૧૮૮૫, કારતક સુદ પૂનમ) નામની ૧૩ ઢાળની મુદ્રિત રચના સિદ્ધાચલનો ઇતિહાસ ને એનો મહિમા વર્ણવે છે. પરંતુ ૧૫ ઢાળ ને ૨૧૦ કડીઓની એક અન્ય મુદ્રિત કૃતિ “નેમિનાથની રસવેલી' (રચનાવર્ષ ઈ. ૧૮૩૩ | સં.૧૮૮૯, ફાગણ સુદ સાતમ) ઉત્તમવિજયની સર્વ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર ને એમની સર્જકતાને ઉત્તમ રીતે ઉપસાવી આપતી રચના છે.
નેમિનાથના જાણીતા કથાનકમાં મિલનોત્સુકતાનો શૃંગાર, વિલાપનો કરુણ અને અંતે ઉપશમનો શાન્તરસ એમ વિવિધ રસોને આલેખવા-ઉપસાવવાની રહેલી તક અનેક કવિઓએ લીધેલી છે. જ્યારે અહીં કવિએ કૃષ્ણની રાણીઓ નેમિનાથને સમજાવે-મનાવે છે. એ પ્રસંગને જ કેન્દ્રમાં રાખ્યો છે ને એથી એકભાવકેન્ડી કથાનકની દૃષ્ટિએ કતિ નોંધપાત્ર બની છે. ઉપરાંત, સ્ત્રીઓના મરમાળા ઉદ્રોમાં ઊપસતું રંગારનું સૌમ્ય-પ્રસન્ન રૂપ કૃતિને એકરસકન્દી રચનાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org