________________
૨૨૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સમુદ્રવહાણ સંવાદમાં ૧૦મી ઢાળમાં કડખાની દેશીમાં ઝડઝમકભરી વાકછટામાં પ્રસંગની ભીષણતાને તથા રુકતાને પ્રગટ કરતા અલંકારોથી નૌકાયુદ્ધનું જુસ્સાદાર વર્ણન થયું છે તેમાં શસ્ત્રાસ્ત્રોની રમઝટ સાથે યોદ્ધાઓના રણોત્સાહને પણ કવિએ વણી લીધો હોવાથી એ વર્ણનને સભરતા સાંપડી છે. થોડીક કડીઓ જુઓ :
કાલ-વિકરાલ કરવાલ ઉલાળતા, ફૂંકે મૂકે પ્રબલ લાલ સિરખી.. જૂઠ અતિ દુઠ જન સુખ સરમોહતા, યમમહિષ સાંભરે જેહ નિરખી. ૨ હાથિ હથિયાર શિર ટોપ આરોપિયા, અંગિ સત્રાહ ભુજ વીર વલયાં, ઝલકતે નૂર દલપુર બિહું તબ મલ્યાં, વીરરસ જલધિ ઊધાંણ વલિયાં. ૪ ભંડ બ્રહ્મડ શતખંડ જે કરી સકે, ઊછલે તેહવા નાલિ-ગોલા,
વરસતા અગન રણમગન રોસે ભય, માનું એ યમ તણા નયન-ડોલા. ૯ વર્ણનોમાંયે યશોવિજયજીનું પાંડિત્ય અછતું રહેતું નથી – વીગતો એમની જાણકારી બતાવે છે, અલંકારો એમનું વિશ્વજ્ઞાન ને એમની કલ્પનાશીલતા બતાવે છે. શબ્દરાશિ ને અભિવ્યક્તિ એમની વાગ્વિદગ્ધતા. ‘શ્રીપાલ રાસ'ના યુદ્ધવર્ણનના નીચેના અંશમાં એમનાં પાંડિત્ય ને વાગ્વિદગ્ધતા કેવાં પ્રગટ થયાં છે ! –
નીર જિમ તીર વરસે સદા યોધઘન, સંચરે બગ પર્વે ધવલ નેજા. ગાજ દલાજ ઋતુ આઇ પાઉસ તણી, વીજ જિમ કુંત ચમકે સતેજા. કોઈ છેડે શરૅ અરિ તણાં શિર સુભટ, આવતાં કોઈ અરિબાણ ઝીલે.
કેઇ અસિછિત્ર કરિકુંભ-મુક્તાફલેં બ્રહ્મરથવિહગમુખ પ્રાસ વાલે. યુદ્ધને વર્ષાઋતુનું રૂપક આપ્યું છે તે તો સમજાય એવું છે – યોદ્ધારૂપી વાદળ. તીરરૂપી નીર, બગલા જેવી ધજાઓ, વીજળીની જેમ ચમકતા ભાલાઓ વગેરે. પણ છેલ્લે મુકાયેલી કલ્પનામાં અભિવ્યક્તિનો કેવો મરોડ છે ને કેવી સઘનતાથી રજૂ થયો છે ! કેટલાક વીરો પોતાની તલવારથી હાથીઓનાં કુંભસ્થળને વિદારે છે અને એનાં મોતીઓનો ચારો “બ્રહ્મરથવિહગમુખ’ને ધરે છે. બ્રહ્માના વાહનરૂપ પંખી એટલે હિંસને મુખે. બ્રહ્મા હંસવાહન છે એ પૌરાણિક માન્યતા અને હંસ મોતીનો ચારો ચરનારા છે એ કવિસમય આપણી સ્મૃતિમાં ન આવે તો યશોવિજયની કલ્પના આપણી પહોંચ બહાર જ રહે. કવિએ પાંડિત્ય લડાવ્યું છે ને?
વસ્તુનું સીધું, ઇન્દ્રિયપ્રત્યક્ષ વર્ણન કરવાને બદલે વસ્તુના પ્રભાવનું, એના મહિમાનું વર્ણન કરવું એ કવિમાન્ય રીતિ છે. એથી વસ્તુનો વર્ણનાતીત ગુણાતિશય આપણા હૃદયને નિબિડપણે પ્રતીત થાય છે. યશોવિજયજીને આવું મહિમાગાન કરવાનું ઘણું ગમે છે. જેમકે, “શ્રીપાળ રાસમાં કૈલોક્યસુંદરીના સૌન્દર્યનું વર્ણન કરતાં તેઓ કહે છે –
રોમાઝ નિરખે તેહને, બ્રહ્માદ્વય અનુભવ હોય રે.. સ્મર-અદ્વય પૂરણ દર્શને, તેહને તોલ્યા નહીં કોય ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org