________________
૨૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સાગર) ધ્યાનમાં શુક્લ ધ્યાન' વગેરે ઉત્કૃષ્ટતાદર્શક નવીન ઉપમાનો આપણા લક્ષ બહાર ન જ રહેવાં જોઈએ ને ?
યશોવિજયજીનો અલંકાર-રસ ઘણો ઉત્કટ છે. વિચારાત્મક બોધાત્મક વિષયવસ્તુ હોય ત્યાં દૃષ્ટાંતોનો આશ્રય લેવાનું સહજ હોય જ. ઉપરાંત આ કવિ ઉલ્ટેક્ષાઓ ખૂબ લડાવે છે અને રૂપકોમાં રાચે છે. સુમતિને સખી રૂપે કહ્યું છે ને પંચમહાવ્રત-જહાજ તથા ભવ-સાગર જેવી વિસ્તૃત રૂપકગ્રન્થિઓ રચે છે. એમનાં વર્ણનો, ભાવચિત્રણો વગેરેમાં પણ અલંકારો દાખલ થયા વિના રહેતા નથી. ઘણી વાર તો એ કેવળ આલંકારિક જ બની રહે છે. વસ્તુચિત્ર
પ્રત્યક્ષતા, મૂર્તતા એ મહત્ત્વનો કવિધર્મ છે. કવિનું કામ માત્ર કહેવાનું નથી, વસ્તુનો સાક્ષાત્કાર કરાવવાનું છે, વસ્તુનું ચિત્ર આપવાનો છે. વસ્તુના લાક્ષણિક અંશોના વર્ણન દ્વારા આ થઈ શકે. યશોવિજયજી આ કવિધર્મ યોગ્ય રીતે બજાવે છે. કાવ્યના ખરા શ્રોતા – ભાવકની ભાવદશાને યશોવિજય એની ચેષ્ટાઓ – એના અનુભાવો દ્વારા મૂર્ત કરે છે તે જુઓ :
શીશ ધુણાવે ચમકિયો, રોમાંચિત કરે દેહ,
વિકસિત નયન, વદન મુદા, રસ દિયે શ્રોતા તેહ. દિયર નેમિનાથ સાથે ભાભીઓ હોળી ખેલે છે તેનું ચિત્ર તો રંગીલું અને મદીલું છે ?
તાલ કંસાલ મૃદંગ સં. રંગ હો હોરી. મધુર બજાવત ચંગ, લાલ રંગ હોરી, ગયબ ગુલાલ નયન ભરે, ૨૦ બહેન બજાવે અનંગ. લાલ રં૦ પિચકારી છાંટે પીયા. ૨૦ ભરીભરી કેસરનીર. લાલ ૨૦ માનું મદનકીરતીછટ, ૨૦ અલવે ઉડાવે અબીર. લાલ ૨૦ યોવનમદ મદિરા છકી, રં૦ ગાવત પ્રેમ-ધમાલી. લાલ ૨૦ રાગત માચતા નાચતી, ૨૦ કૌતુક શું કરે આલી. લાલ ર૦ સોહે મુખ તંબોલ સું, રં૦ માનું સંધ્યાયુત ચંદ. લાલ રે૦ પૂરિત કેસર ફુલેલ સું, ૨૦ ઝરત મેહ જિઉં બુંદ. લાલ રં૦
થણ ભૂજમૂલ દેખાવતી, ર૦ બાંહ લગાવત કંઠ લાલ ર૦ હોળીના રંગ-નાદ-ઉત્સવની રેખાઓ કવિએ આબાદ ઝડપી છે અને સ્ત્રીઓની શૃંગારચેષ્ટાઓ વર્ણવવામાં પણ એમણે સંકોચ અનુભવ્યો નથી. એમાં ઝીણું દર્શન પણ કર્યું છે – સ્ત્રીઓ સ્તન અને બાહુમૂલ (બગલ) દેખાડે છે. સમગ્ર વર્ણનમાં એક વાકછટા તો છે જ, તે ઉપરાંત, અલંકારોક્તિથી વર્ણનના અંશોને પ્રભાવપૂર્ણ ઉઠાવ આપ્યો છે – નયનમાં ગયબ (ગેબ, રહસ્ય. ગૂઢ ભાવ)નો ગુલાલ ભરે છે, અનંગ વીણા બજાવે છે વગેરે. તંબોલભર્યા મુખ માટે સંધ્યાયુક્ત ચંદ્ર તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org